- જમ્યાબાદ ક્યારેય બેસી ન જવું કે સુઈ ન જવું
- જમ્યા બાદ વરીયાળી કે આમળા ખાવા
સામાન્ય રીતે જ્યારે આપણે વધુ જમી લેતા હોઈએ છીએ ત્યાર બાદ ઓડકાર આવતા હોય છે,જો કે આ ઓડકાર ખાટ્ટા અથવાતો ભયાનક હોય છે જે આપણે મોઠાના સ્વાદને બગાળે છે અથવા તો મોઢામાંથી દૂર્ગંધ ફેલાવે છે, વધુ પડતું ખાવાથી, વધુ પડતા તૈલી અને મસાલેદાર ખોરાકને કારણે અથવા સમયસર ખોરાક ન ખાવાને કારણે લોકોને ઘણીવાર પેટની સમસ્યા થવા લાગે છે. આમાં, ખાટા ઓડકાર એક સામાન્ય સમસ્યા છે. આ કારણે, કેટલીકવાર ગળા, પેટ અને છાતીમાં તીવ્ર બળતરાની લાગણી પણ થાય છે. ક્યારેક આના કારણે મૂડ તેમજ આખો દિવસ બગડી જાય છે જો કે આવી સ્થિતિમાં કેટલાક ઘરેલું નુસ્ખાો અપનાવવા જોઈએ જેથી તમને તેનાથી તમને રાહત મળશે.
ખાટ્ટા-તીખા ઓડકારથી મેળવો છૂટકારો આ ટિપ્સ કરો ફોલો
આખા મારી – જ્યારે પણ ખાટ્ટા ઓડકાર આવતા હોય અથવા પેટમાં ગેસ હોય ત્યારે 3 થી 4 આખા મરી પાણી સાથે ગળી જવા જોઈએ આમ કરવાથી ગેસ વાળા ખરાબ ઓડકારમાંથી છૂટકારો મળે છે
લીંબુ પાણી – ક્યારેક એવું બને છે કે સવારે ઉઠતાની સાથે જ ખાટા ઓડકાર આવવા લાગે છે. જો તમને પણ આવી સમસ્યા હોય તો તરત જ એક ગ્લાસ પાણીમાં લીંબુ ભેળવીને પી લો.આમ કરવાથી પેટ સારુ થશે અને ઓડકાર આવતા બંધ થશે
વરિયાળી અને સાકર – વરિયાળી અને સાકર એકસાથે ખાવાથી ખાટા ઓડકારથી રાહત મળે છે. કારણ કે વરિયાળી પાચનતંત્રને સુધારે છે અને પેટમાં ગેસ બનવા દેતી નથી, જ્યારે સાકર પેટને ઠંડક આપે છે.
મીઠુ દહીં – દહીમાં ખઆંડ નાખીને ખાવી આ મીઠુ દહીં ખાટા ઓડકારથી છુટકારો મેળવવામાં કારગાર સાબિત થઈ શકે છે. તેનાથી તમારા પેટને ઠંડક મળશે અને ખાટા ઓડકારની સમસ્યામાં પણ તરત રાહત મળશે.
હિંગ – હીંગ પાચન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો ગેસ કે ખાટા ઓડકારની સમસ્યા હોય તો તમે હીંગનો ઉપયોગ કરી શકો છો. આ માટે પાણીમાં હિંગ મિક્સ કરીને પીવો, તમને જલ્દી આરામ મળશે.