દક્ષિણ આફ્રિકામાં બસ દૂર્ઘટના, 45 વ્યક્તિઓના મૃત્યુ
જ્હોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના ઉત્તરપૂર્વીય પ્રાંત લિમ્પોપોમાં એક બસને સર્જાયલી દૂર્ઘટનામાં 45 વ્યક્તિઓના મૃત્યુની આશંકા વ્યક્ત થઈ રહી છે. દેશના પરિવહન વિભાગના જણાવ્યા અનુસાર આ બસ બોત્સવાનાથી લિમ્પોપોના મોરિયા જઈ રહી હતી દરમિયાન દૂર્ઘટના સર્જાઈ હતી. જેમાં 45થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોવાથી તેની સારવાર ચાલી રહી છે.
વાહનવ્યવહાર મંત્રી સિંદિસિવે ચિકુંગાએ જણાવ્યું હતું કે, “હું મમાતલાકલા નજીક દુઃખદ બસ દુર્ઘટનાથી પ્રભાવિત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું. અમે આ ઇસ્ટર સપ્તાહના અંતે અમારા રસ્તાઓ પર વાહન ચલાવવાનું ચાલુ રાખતા હોવાથી અમે જવાબદાર ડ્રાઇવિંગને દરેક સમયે અત્યંત સાવધાની સાથે ચલાવવાની વિનંતી કરીએ છીએ.” નિવેદન અનુસાર, રાહત અને બચાવ કામગીરી ચાલુ હોવાથી પોલીસ અપડેટ્સ આપવાનું ચાલુ રાખશે. અકસ્માતના ચોક્કસ કારણની તપાસ કરવામાં આવી રહી છે.
દક્ષિણ આફ્રિકન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને અહેવાલ આપ્યો હતો કે, લિમ્પોપોમાં મોકોપેન અને માર્કેન વચ્ચેના પર્વતીય માર્ગ પર તેમની બસ નિયંત્રણ ગુમાવી દેતાં, પુલ પર પડી અને આગ લાગી ત્યારે માર્યા ગયેલા 45 લોકો યાત્રાળુઓ હતા.