Site icon Revoi.in

ઉત્તરપ્રદેશના સિદ્ધાર્થનગરમાં મુસાફરોથી ભરેલી બસ શારદા નદીમાં પડી, 3 લોકોના મોત

Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાના બઢની બ્લોકના મોહનકોલા ગામમાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. દેવીપાટન મંદિરથી પરત ફરતી વખતે ચાર ગઢવા પુલ પર બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 50 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા અને 3 લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં મુસાફરી કરી રહેલા લોકો મુંડન કાર્યક્રમ માટે ગયા હતા અને પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. બસમાં મુસાફરોની સંખ્યા વધુ હતી જેના કારણે અકસ્માતની ગંભીરતા વધી ગઈ હતી.

આ અકસ્માત અંગે સિદ્ધાર્થનગર જિલ્લા મેજીસ્ટ્રેટ ડો.રાજગણપતિ આર. જણાવ્યું હતું કે, “શારદા નદીમાં પડી ગયેલી બસમાં મોહન કોલા ગામના લગભગ 55 લોકો મુસાફરી કરી રહ્યા હતા. નજીકના ગામોના લોકો અને પોલીસની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે અને 2 અન્યને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં 22 લોકો ઘાયલ થયા છે.

પોલીસ અધિક્ષક (એસપી) પ્રાચી સિંહે જણાવ્યું કે, પોલીસને માહિતી મળી કે એક બસ બલરામપુરથી સિદ્ધાર્થનગર તરફ આવી રહી હતી, દરમિયાન બસ ઢેબરુવા પોલીસ સ્ટેશન હેઠળના ચારગઢવા નાળામાં પડી ગઈ હતી. તેમણે જણાવ્યું કે, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને લોકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા, જે સમયે બસમાં 50થી વધુ લોકો સવાર હતા. અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માતમાં એક કિશોર સહિત ત્રણ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે એક સાયકલ ચાલકને બચાવવાના પ્રયાસમાં આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે. જો કે, બસની ટક્કરથી સાયકલ ચાલકનું પણ મોત થયું હતું.

એસપીએ જણાવ્યું કે, મૃતકોની ઓળખ સાયકલ સવાર મંગની રામ (ઉ.વ 50), બસ સવાર અજય વર્મા (ઉ.વ. 14) અને ગામા (ઉ.વ. 65) તરીકે થઈ છે. આ સિવાય બે ડઝનથી વધુ ઘાયલ થયા છે, જેમની સારવાર CSC બધની અને જિલ્લા હોસ્પિટલ સિદ્ધાર્થનગરમાં ચાલી રહી છે.