Site icon Revoi.in

પેન્શનર્સ માટે રાહતના સમાચાર, હવે ડિજીટલ લાઇફ સર્ટિફિકેટ માટે આધાર કાર્ડની આવશ્યકતા નહીં રહે

Social Share

નવી દિલ્હી: મોદી સરકારે પેન્શન મેળવતા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મોદી સરકારે પેન્શનર્સને મોટી રાહત આપી છે. હવે નવા નિયમ પ્રમાણે ડિજીટલ લાઇફ પ્રમાણપત્ર માટે આધાર કાર્ડની આવશ્યકતા નહીં રહે.

આપને જણાવી દઇએ કે પેન્શનર્સે દર વર્ષના પ્રારંભમાં જીવન પ્રમાણ પત્ર માટે ભાગદોડ કરવી પડતી હોય છે અને ખાસ કરીને મુશ્કેલી ત્યારે વધે છે જ્યારે પેન્શનરના આધાર કાર્ડમાં આપવામાં આવેલી બાયોમેટ્રિક જાણકારી અપડેટ ના હોય કે કોઇ ટેકનિકલ ખામી સામે આવી રહી હોય. હવે પેન્શનર્સને આ તકલીફ રહેશે નહીં કેમ કે મોદી સરકાર નિયમોમાં થોડી ઢીલ આપી રહી છે.

નવા નિયમને લઇને મોદી સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ નોટિફિકેશનના આધારે જીવન પ્રમાણપત્રને માટે આધાર કાર્ડની અનિવાર્યતા ખતમ કરી દેવામાં આવી છે. અનિવાર્યને બદલે હવે તેને સ્વૈચ્છિક કરાયું છે. તેનો અર્થ એ છે કે પેન્શનર્સ ઇચ્છે તો તેની જાણકારી આપી શકે છે નહીં તો નહીં. આ નિયમ સ્વૈચ્છિક રીતે પેન્શનર્સને માટે મોટી સમસ્યાનું સમાધાન છે.

પેન્શનર્સને લાઇફ સર્ટિફિકેટની જરૂર દર વર્ષે રહે છે. તેમને આ લેટર આપ્યા બાદ જ પેન્શન મળે છે. ડિજીટલ રીતે તેને જાહેર કર્યા બાદ પેન્શનર્સને અનેક સુવિધા મળી છે. પણ સાથે આધાર કાર્ડની અનિવાર્યતા ખતમ થતા ડિજીટલ લાઇફ સર્ટિફિકેટ મળવાનું વધુ સરળ બન્યું છે.

(સંકેત)