1. Home
  2. ગુજરાતી
  3. અદાણી જૂથના ચેરમેન શ્રી ગૌતમ અદાણીનું ઈરમા ખાતે પ્રવચન
અદાણી જૂથના ચેરમેન શ્રી ગૌતમ અદાણીનું ઈરમા ખાતે પ્રવચન

અદાણી જૂથના ચેરમેન શ્રી ગૌતમ અદાણીનું ઈરમા ખાતે પ્રવચન

0
Social Share

પ્રિય વિદ્યાર્થીઓ,

તમે હવે એક અનોખી સંસ્થા અને તેના વારસાનો હિસ્સો છો, કે જેનો વિશ્વની ખૂબ ઓછી સંસ્થાઓ દાવો કરી શકે. તમારે આ વાત માનવી જ પડશે.

તમે હવે એક એવી અનોખી સંસ્થાનો હિસ્સો છો કે જે કોઈ ખેડૂત હવે પછી આપઘાત કરે નહીં તેવી વ્યવસ્થા સ્થાપવા માટે પાયાની ભૂમિકા બજાવી શકે. તમારે આ વાત માનવી પડશે.

તમે એક એવી અનોખી સંસ્થાનો હિસ્સો છો કે જ્યાં તમારે ડો. વર્ગીસ કુરિયનના મહાન વિઝન અનુસાર જીવવાનું રહેશે. તમારે આ વાત માનવી જ પડશે.

એમાં-

  • એવી વ્યક્તિ કે જેમણે વિશ્વમાં સૌથી મોટી ડેરી વિકાસનો કાર્યક્રમ આપ્યો
  • એવી વ્યક્તિ કે જેમણે વિશ્વની સૌથી મોટી રોજગાર સંસ્થા ઉભી કરી
  • એવી વ્યક્તિ કે જેમણે ભારતને સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બનાવ્યો
  • એવી વ્યક્તિ કે જેણે જન સમુદાય દ્વારા ઉત્પાદન અને જન સમુદાય દ્વારા ઉત્પાદન માટે લડત આપી

ભારત દુનિયાને ઘણાં મહાન વિચારકો આપ્યા છે.

ડો. વર્ગીસ કુરિયન- દેશની શ્વેતક્રાંતિના પિતામહ એ કોઈપણ સંદેહ વગર આવા વિચારકોમાં સ્થાન પામે છે.

આથી મારા પ્રિય વિદ્યાર્થીઓ-

તમારે ડો. કુરિયનને અનુસરવા માટે મોટા કદમ ભરવાના છે.

અને આજે તમે આ પ્રેરણાદાયક દિશામાં એક પ્રથમ કદમ ઉઠાવ્યું છે.

આજે મારો ઈરાદો તમારા વિચારોને વેગ આપવાનો છે અને હું થોડીક સંભાવનાઓ  પણ  તમારી સમક્ષ છોડી જઈશ, જેની પર તમારે કામ કરવાનું છે.

અત્યાર સુધીમાં આપણે એવું માનતા થયા છીએ કે કોવિડ-19 મહામારીએ દુનિયાભરમાં  કેટલીક બાબતોમાં કાયમી પરિવર્તનો કર્યા છે. આમ છતાં, આ  બધા ફેરફારોની સાથે સાથે આ મહામારી આપણને કેટલાક પાયાના સિધ્ધાંતોની યાદ અપાવે છે કે જે આપણને આશા આપે છે.

આ મહામારીએ એવી કેટલીક પાયાની ફોર્ટલાઈન છતી કરી છે કે જેની સાથે આપણો સમાજ અને તેનો વપરાશ જોડાયેલો છે. આગળ વધીને કહું તો-

  • વૈશ્વિકરણ અને વેપાર અલગ હશે.
  • રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નીતિઓ અલગ હશે.
  • આરોગ્યની સંભાળ અલગ હશે, અને
  • સપ્લાય ચેઈન પણ અલગ હશે

આમ છતાં,

  • જેમાં ફર્ક નથી પડવાનો તે બાબત એ છે કે વર્ષ 2030 સુધીમાં ભારત વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી અર્થ વ્યવસ્થા તરીકેની મજલમાં આગળ ધપશે.
  • જેમાં ફર્ક નથી પડવાનો તેવી બાબત એ છે કે ભારતની તાકાત તેની યુવા વસતિ બની રહેશે અને તમે તેનું પ્રતિનિધિત્વ કરો છો, અને
  • જેમાં ફર્ક નથી પડવાનો તે બાબત એ છે કે મહાત્મા ગાંધીની માન્યતા….. ભારતનો આત્મા તેના ગામડાંઓમાં વસે છે.

કોવિડની અસર પામેલી દુનિયામાં ગાંધીજીના શબ્દો મોટા અવાજે પડઘાય છે-

પ્રિય વિદ્યાર્થીઓ,

મને ખાત્રી છે કે તમે ચોક્કસ યાદ રાખશો કે કોવિડ-19 ને કારણે ઉભી થયેલી કટોકટીને લીધે તાજેતરમાં કરોડો કામદારો તેમના વતન તરફ જવા માંડ્યા હતા તે ચિત્ર યાદ હશે.

તમે તમારી ઈરમાના વિઝન તરફની જવાબદારીને સમજો તે માટે હું તમને આ ચિત્ર ક્યારેય નહીં ભૂલવા માટે અનુરોધ કરૂં છું.

ઈરમાનું વિઝન એ છે કે ગામડાંના લોકોનો સમાન આર્થિક- સામાજીક વિકાસને પ્રોત્સાહિત કરવો.

દુઃખદ બાબત એ છે અને આપણે એ સ્વિકારવું પડશે કે આપણે આ વિઝન સાકાર કરવામાં ઊણા ઉતર્યા છીએ.

ભારતમાં સ્થળાંતર કરતા શ્રમિકોની સંખ્યા 100 મિલિયન કરતાં વધુ છે. ભારતની દર 4 વ્યક્તિમાંથી એક વ્યક્તિ સ્થળાંતર કરતો શ્રમિક છે. કેટલુંક સ્થળાંતર લાભદાયી છે. આમ છતાં આપણે જો ગામડાંમાંથી શહેરો તરફ સતત વધતા જતા સ્થળાંતરની સમસ્યાને  હલ નહીં કરીએ તો ભારતના વિકાસને વિપરીત અસર થશે.

આ અસમતુલા આપણા પેટની પીડા વ્યક્ત કરે છે અને એમાં તકોની અસમાનતા પ્રતિબિંબીત થાય છે, જેને આપણે હલ કરવાની છે.

અગાઉ હતી તેના કરતાં હાલમાં ગ્રામ્ય અર્થતંત્રનું મોડેલ વિકસાવવાની તાતી જરૂર છે, કે જેમાં સ્થાનિક લોકોને, સ્થાનિક સ્તરે જ રોજગારી આપી શકાય. આનો અર્થ એ થાય કે આપણું સ્થાનિક અર્થતંત્ર જે રીતે ગોઠવાયું છે અને જે રીતે બંધાયું છે તે અંગે ફેરવિચારણા કરવાની જરૂર છે.

મેં મારી જાતે જોયું છે કે ઈઝરાયેલ એક એવો દેશ છે કે જ્યાં 90 લાખ લોકો વસે છે. ઈઝરાયેલે સ્થાનિક કિબુત્ઝ આધારિત સંસ્કૃતિનો આધુનિક ટેકનોલોજી સાથે સમન્વય કર્યો છે અને આત્મનિર્ભરતાને પોતાનો ઉત્તમ મંત્ર માન્યો છે. કોવિડ-19 મારફતે ઉભી થયેલી કટોકટીએ આપણને આપણાં ગ્રામ વિકાસ અંગેના મોડેલ બાબતે પુનઃવિચારણા કરવા માટે ફરજ પાડી છે. આ તક તમારી રાહ જોઈ રહી છે.

 હાલનો સમય સારો છે. આ વર્ષે થોડા સમય પહેલાં આપણાં માનનિય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ખેતી  અંગે પોતાનુ વિઝન જણાવ્યું હતું. તેમણે ભારતના એવા વિઝન અંગે રૂપરેખા આપી હતી કે જેમાં ખેતી દરેક પાસાંમાં આત્મનિર્ભર હોય. પ્રધાન મંત્રીએ એવો ઈરાદો વ્યક્ત કર્યો હતો કે ભારતે તેના ખેડૂતોનું ઉદ્યોગસાહસિકોમાં રૂપાંતર કરવું જોઈએ અને આ વિચાર ભારતને દુનિયાની ફૂડ બાસ્કેટ બનાવી શકે છે.

ભારતે વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક, કઠોળ, કેળા, કેરી અને પપૈયાના ઉત્પાદક બનીને પ્રારંભ કર્યો છે. અને તે ચોખા, ઘઉં, શેરડી, મગફળી, શાકભાજી, ફળ અને રૂનો વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. આ એક મોટું લોન્ચ પેડ છે. સાથે સાથે આપણે નીચે મુજબના ચાર પડકારો ભૂલવાના નથી-

  • અતિશય ખેતી, અતિશય ચરાણ, શહેરીકરણ અને રસાયણોના અતિ ઉપયોગને કારણે સિંચાઈપાત્ર જમીન ઘટતી જાય છે
  • આપણી ધારણાથી વિપરીત રીતે જલવાયુ પરિવર્તન, પાણીની ઉપલબ્ધિને અસર થઈ છે અને તેને કારણે ઉત્પાદનને પણ અસર થઈ છે
  • હાલમાં ઉત્પાદકતા અને સપ્લાય ચેઈનની બિનકાર્યક્ષમતાનો અભાવ નડે છે
  • મૂલ્યવર્ધિત પ્રોસેસીંગ પ્રક્રિયાઓની સંખ્યા, વ્યાપ અને સ્થળોની અછત છે

એક સામાન્ય માન્યતા એવી ઉભી થઈ છે કે ખેતીમાં સફળતાનો આધાર તેના વ્યાપ ઉપર અવલંબે છે. સામાન્ય રીતે આ બાબત સાચી છે, પરંતુ તાજેતરમાં ડીજીટાઈઝેશન, બિયારણની ગુણવત્તા અને હવામાનની આગાહી બાબતે જે પ્રગતિ થઈ છે તેની સાથે સ્માર્ટ પોલિસીની રચના અને સામાન્ય જનતામાં જાગૃતિને કારણે કૃષિ ક્ષેત્ર અનેક પ્રકારે ખૂલી ગયું છે.

આપણે આમાંના કેટલાક પાસાંઓ અંગે વાત કરીશું, જેના કારણે આગામી થોડાક દાયકાઓમાં ખેતી ક્ષેત્રનું ચિત્ર નક્કી થશે અને તેના કારણે ગ્રામ્ય ભારતમાં પરિવર્તન આવશે.

પ્રથમ, એવી માન્યતા વધતી જાય છે કે ક્લસ્ટરીંગ અને ખેતીની કાર્યક્ષમતા એકબીજાની સાથે ચાલે છે. ભારત 700 જીલ્લાનું બનેલું છે અને દરેક જીલ્લો આત્મનિર્ભર, માઈક્રો ક્લસ્ટર બનવાની ક્ષમતા ધરાવે છે. ક્લસ્ટર એટલે એક બીજા સાથે જોડાયેલા બિઝનેસ અને સંસ્થાઓનું ભૌગોલિક એકત્રીકરણ, કે જે વિવિધ સ્પર્ધાત્મક સ્વરૂપો ઉભા કરે છે.

નાના પાયે કામ કરતા ખેડૂતો અને કૃષિ બિઝનેસ માટે ક્લસ્ટર પોલિસીઓ મહત્વની છે. તેના કારણે ઉચ્ચસ્તરની ઉત્પાદકતા, વધુ મૂલ્યવર્ધિત ઉત્પાદન અને લોજીસ્ટીક્સ ખર્ચા, સંગ્રહ, બગાડ અને વચેટીયાઓની વ્યવસ્થાનો કમરતોડ ખર્ચ ઘટાડે છે.

આથી ખેતી આધારિત ક્લસ્ટર સ્થાનિક ખેડૂતો, એગ્રી બિઝનેસીસ અને સંસ્થાઓનું બનેલું હોઈ શકે છે, જે સમાન પ્રકારના ખેતીલક્ષી અથવા તો કૃષિ ઉદ્યોગ પેટા ક્ષેત્ર સાથે જોડાઈને સાથે મળીને મૂલ્યવાન નેટવર્કની રચના કરતા હોય.

આ પ્રકારનો અભિગમ શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશનના સિધ્ધાંતોને આધારે અપનાવી શકાય તેમ છે. એમાં 30 થી 40 લાખની વસતિ ધરાવતા આશરે 15 થી 20 ગામોના લક્ષિત ક્લસ્ટરનો વિકાસ કરવા બાબતે ધ્યાન કેન્દ્રિત કરાયું છે.

આવા ક્લસ્ટરની સંભાવનાનું ઉદાહરણ ભરૂચ છે, જે અહીંથી દૂર નથી. ભરૂચ જીલ્લો દર વર્ષે એક મિલિયન મેટ્રિક ટન કેળાનું ઉત્પાદન કરે છે. જો ભરૂચના ખેડૂતો હાથ મિલાવે અને સ્ટાન્ડર્ડાઈઝ પ્લાન્ટેશન અને વાવેતરની ટેકનિક, પાક લેવાની પધ્ધતિ અને હેરફેરની ઉત્તમ પ્રણાલિને અનુસરે તો આ જીલ્લાનું વિશ્વમાં કેળાના અને કેળા આધારિત ઉત્પાદનો માટેના સૌથી મોટા સુસંકલિત ક્લસ્ટરમાં રૂપાંતર થઈ શકે તેમ છે.

બીજુ, હવે ફૂડ પ્રોસેસીંગ મહત્વની બાબત છે. ભારતનું અસંગઠીત ફૂડ પ્રોસેસીંગ સેક્ટર આશરે 25 લાખ એકમો ધરાવે છે. આમાંના 66 ટકા એકમો ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા છે. આ એકમો આ ક્ષેત્રમાં 74 ટકા રોજગારી આપે છે.  ભારતની ગણના જ્યારે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા અનાજ ઉત્પાદક તરીકે થાય છે. કુલ પેદાશોનો 10 ટકા હિસ્સો મૂલ્યવર્ધિત ઉત્પાદનોમાં રૂપાંતર પામે છે. આની તુલનામાં અમેરિકા 65 ટકા હિસ્સાનું પ્રોસેસીંગ કરે છે. ફિલિપાઈન્સ અને બ્રાઝિલ જેવા દેશો તેમની 75 ટકા પેદાશોનું પ્રોસેસીંગ કરે છે. ભારતમાં ઓછા ફૂડ પ્રોસેસીંગનું કારણ યોગ્ય સ્થળોએ પ્રોસેસીંગ એકમોનો અભાવ છે. આને કારણે સંગ્રહ, બગાડ અને ભાવ પ્રાપ્તિને અનુવર્તી (કાસ્કેડીંગ) અસર થાય છે.

આ સંદર્ભમાં મોડ્યુલર અને સઘન ફૂડ પ્રોસેસીંગ એકમોની જરૂરિયાત સામાન્ય બનતી જાય છે. ખેતરની નજીક આવેલા સઘન અને ઝડપથી નિર્માણ પામેલા એકમો વધુ કાર્યક્ષમ અને ટૂંકી સપ્લાય ચેઈન બની શકે છે. આથી મોડ્યુલર પ્રોસેસીંગ પ્લાન્ટનું નિર્માણ થઈ શકે છે તથા તેને ઝડપથી ઉભા કરી શકાય છે. આ એક એવો ઉપાય છે કે જે લોજીસ્ટીકલ પડકારો ધરાવતા ભારત જેવા દેશો માટે ઉત્તમ નિવડી શકે તેમ છે.

આથી ‘પીએમ ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસીંગ એન્ટરપ્રાઈસ સ્કીમ’ ની પ્રધાન મંત્રીએ તાજેતરમાં કરેલી જાહેરાત કે જેમાં ‘વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ’ નો ક્લસ્ટર અભિગમ સમયસર અપનાવવા જેવો છે. આ યોજનામાં બે લાખ માઈક્રો પ્રોસેસીંગ એકમો સ્થાપવા માટે સબસીડીની જોગવાઈ કરાઈ છે. આ યોજના ખેત પેદાશોમાં મૂલ્યવૃધ્ધ મારફતે ગેમ ચેન્જર બની શકે તેમ છે.

ત્રીજુ, ખેતી વધુને વધુ પ્રમાણમાં નાના કદની  અને ઈનડોર્સ બનતી જાય છે, જ્યારે ઈન્ડોર્સ ઉગાડી શકાય તેવી ખેત પેદાશો માટે આજે કેટલીક મર્યાદાઓ છે. આ રોમાંચક તરાહ અંગે કોઈ આશંકા હોઈ શકે નહીં. ગ્રીન હાઉસીસની શોધ, હાઈડ્રોપોનિક્સ, એરોપોનિક્સ, આક્વાપોનિક્સ અને વર્ટિકલ ફાર્મીંગ હાલમાં વિકાસના વિવિધ તબક્કે છે. આ બધી રોમાંચક પધ્ધતિઓ છે અને 100 થી 500 ગણી ઉત્પાદકતાની અસામાન્ય સંભાવનાઓ ધરાવે છે અને કૃષિની વેલ્યુચેઈનને અનેક પ્રકારે બદલી શકે તેમ છે.

માઈક્રો- એગ્રીકલ્ચરનું ભાવિ ચાર દિવાલો વચ્ચે સમાયેલું હોય છે. તેને ઈન્ટીગ્રેટેડ, ઓર્ગેનિક, ડીજીટલ અને રિન્યુએબલ એનર્જીથી શક્તિ પામેલ અને હવામાનની સ્થિતિથી સ્વતંત્ર એ રીતે વહેંચી શકાય છે.

 એલઈડી લાઈટ હેઠળ 24×7 ફોટો સિન્થેસીસ,  પ્લાન્ટ રૂટનું 24×7 એરેશન, 99 ટકા પાણીનો ફેરવપરાશ, પેસ્ટીસાઈડનો શૂન્ય ઉપયોગ, શૂન્ય ફૂંગી-સાઈડ અને જીરો હર્બી-સાઈડ મારફતે અત્યંત ઓર્ગેનિક, પર્યાવરણલક્ષી અને ધારણા મુજબનું ઉત્પાદન મેળવી શકાય છે અને તેનાથી બહેતર ઉત્પાદકતા અને બહેતર ભાવ મેળવવામાં સહાય થાય છે.

આ પ્રકારનું પરિવર્તન આવતાં થોડો સમય લાગશે, પરંતુ ઘટનાઓ આકાર લઈ રહી છે. તાજેતરમાં એક અભ્યાસ માટે 10 લેયર વર્ટિકલ વ્હીટ ફાર્મની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં કૃત્રિમ પ્રકાશ, નિયંત્રિત ઉષ્ણતામાન અને અંગારવાયુના નિયંત્રીત સ્તરની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રયોગમાં જણાયું હતું કે એક હેક્ટરના જમીન વિસ્તારમાં 1900 મેટ્રિક ટન જેટલું વાર્ષિક ઉત્પાદન હાંસલ કરાયું હતું અને તેની તુલનામાં સામાન્યપણે હેક્ટર દીઠ 3.2  મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. નવા પ્રયોગમાં  આ ઉત્પાદન લગભગ 600 ગણું થાય છે.

આમ છતાં, હજુ ઘણાં પડકારો પાર કરવાના બાકી છે. ખાસ કરીને ઈનડોર ખેતી માટે ઉર્જાની જરૂરિયાત સહયોગ પ્રાપ્ત થાય તેવી સરકારી નીતિ, ઉર્જાના ખર્ચમાં સતત ઘટાડો અને ઉત્પાદકતામાં વ્યાપક વધારો થાય તો મોટી સંભાવનાઓ સર્જાઈ શકે છે. હવે ખેડૂતોની સહકારી મંડળીઓ મારફતે અને શહેરોની નજીકના જીલ્લાઓમાં સમાન માળખાગત સુવિધાઓની વહેંચણી અને યોગ્ય ઈનપુટ પ્રાપ્ત કરીને આવી મોડ્યુલર એગ્રીકલ્ચર પાર્ક અંગે કલ્પના કરવાનું શક્ય બન્યું છે. આ એક સાચું અને અર્થપૂર્ણ પરિવર્તન છે, જે યુવા પેઢી હાંસલ કરી શકે તેમ છે.

અને છેલ્લે, અન્ય ક્ષેત્રોની જેમ ખેતીને પણ ડીજીટાઈઝેશનનો લાભ મળી રહ્યો છે. જે રીતે દૂર રહેલો ડોક્ટર દર્દીના વિવિધ શારીરિક ધોરણો ચકાસી શકે છે તે રીતે સેન્સર ટેકનોલોજી ક્ષેત્રે થયેલી પ્રગતિ, સેટેલાઈટ ઈમેજીંગ, ઈન્ટરનેટ ઓફ થીંગ્ઝ, સેલ્યુલર નેટવર્કસ અને મશીન લર્નિંગ અલ્ગોરિધમ મારફતે દૂર બેઠાં ખેતી વ્યવસ્થા સંભાળવાનું શક્ય બન્યુ છે અને આ પધ્ધતિમાં વ્યક્તિગત પ્લાન્ટનું આરોગ્ય જાણી શકાય છે અને પોષક તત્વોની જરૂરિયાત અંગે યોગ્ય નિર્ણયો લઈ શકાય છે. આ પધ્ધતિથી બે માર્ગો ખૂલે છેઃ

  • પ્રથમ, દૂર બેઠાં સ્થાનિક ખેતરોનું મોનિટરીંગ કરીને ખેડૂતોને સર્વિસ પૂરી પાડવાનું વૈજ્ઞાનિક રીતે શક્ય છે
  • બીજુ, ભારતના કૃષિ ક્ષેત્રના સ્નાતકોના મોટા સમૂહનો ઉપયોગ કરીને “એગ્રી બેઝ્ડ બીપીઓ ટાઈપ સર્વિસીસ” સ્થાપી શકાય. જેને દુનિયાભરના ખેતરો સાથે જોડી શકાય અને પાણીની વ્યવસ્થા, ફર્ટિલાઈઝેશન સાયકલ્સ વગેરેનું દૂરથી નિયંત્રણ થઈ શકે. આ પ્રકારની વ્યવસ્થા આપણે નિષ્ણાંતોની ટીમ દ્વારા ઈઝરાયેલમાં તથા કેલિફોર્નિયામાં દ્રાક્ષની ખેતીમાં જોઈ છે. જો યોગ્ય રીતે અમલ કરવામાં આવે તો ભારતમાં આ ક્ષેત્રે રહેલા મજબૂત પાસાંઓનો ઉપયોગ કરીને સ્થાનિકની સાથે સાથે વૈશ્વિક કૃષિ પ્રણાલિનું ચિત્ર બદલી શકાય તેમ છે. આ એક ઉત્તમ પ્રકારની ઉદ્યોગસાહસિકતા બની શકે તેમ છે

ઉદ્યોગસાહસિકતા એ એક મજલ છે. મેં મારી મજલ 16 વર્ષની ઉંમરે શરૂ કરી હતી અને મને જણાયું હતું કે બે સ્થળો વચ્ચેનું ટૂંકુ અંતર તે સીધી લાઈન છે. કોઈપણ ઉદ્યોગસાહસિક મજલમાં સીધી લાઈનને અનુસરી શકાય તેવું ભાગ્યેજ બનતું હોય છે.

ઉદ્યોગસાહસિકતા ક્યારેક ગૂમાવવી પડે છે. ક્યારેક પિછેહઠ થાય છે, પણ મેં જ્યારે પણ કંઈક ગૂમાવ્યું, જ્યારે પણ હું પાછો પડ્યો ત્યારે હું મારા રસ્તે પાછો આવી ગયો હતો. હું ફરીથી બેઠો થયો અને પગ પર ઉભા રહેવાની મારી ઈચ્છા સાથે હું ઉદ્યોગસાહસિક બની શક્યો.

આથી હું જેમાં સતત માનતો રહ્યો છું તે ચાર સિધ્ધાંતો તમને જણાવું છું-

  • પ્રથમ, નિષ્ફળતાનો ભય અથવા તો સારી રીતે કંડારેલા રસ્તાથી અલગ થવું તે તમારી સૌથી મોટી મર્યાદા છે. આ દુનિયા અદ્દભૂત તકોથી ભરેલી છે અને તમારી ઉંમરે તમારે સલામતિથી આગળ વધવું જરૂરી નથી…. તમે જે માર્ગ પસંદ કરો તેમાં વિશ્વાસ મૂકો અને તમને નવા માર્ગ મળી રહશે
  • બીજુ, સિધ્ધિ મહત્વની છે, પરંતુ જો તમે સિધ્ધિમાં જ ધ્યાન કેન્દ્રિત કરશો તો નવી વસ્તુઓ શિખવાનું ચૂકી જશો. સિધ્ધિ એ શિખવામાંથી પ્રાપ્ત થયેલું પરિણામ છે અને પરિસ્થિતિ તેનાથી અલગ નથી. તમારા ભણતરમાં ધગશ રાખો
  • ત્રીજુ, તમે તમારો કાર્યક્રમ અતિશય બોજદાયક બનાવીને થાકી જઈ શકો છો અને તમારી ક્ષમતા કુંઠીત થઈ શકે છે. આવુ કરવા જતાં ઘણો મોટો ભોગ આપવો પડતો હોય છે. પુનઃઅવલોકન માટે સમય ફાળવો
  • અને છેલ્લે, તમારો ઉદ્દેશ એ તમારો ગાઈડીંગ સ્ટાર છે. તે તમને રસ્તો બતાવશે અને ટકાવી પણ રાખશે. તમે જ્યારે આ માર્ગ પર ચાલતા હો ત્યારે નવી બાબતો શિખશો અને પુનઃઅવલોકન માટેનો સમય પણ મળશે. તમારા ઉદ્દેશને વળગી રહો

 આથી, અંતમાં હું કહેવા માંગુ છું અને દ્રઢપણે માનું છું કે  ભારતીય ખેતીના ઉત્તમ દિવસો તમારી સામે પડેલા છે. આપણે આગામી વર્ષોમાં  ગ્રામ્ય/ શહેરી તકો વચ્ચેનો ભેદ સારી રીતે હલ કરી શકીશું અને એક દિવસે આપણે દુનિયાને અનાજ પૂરૂ પાડતાં હોઈશું.

મારો આશાવાદ એ હકિકતમાંથી ઉદ્દભવે છે કે અગાઉની કોઈપણ પેઢી કરતાં હાલના ઉદ્યોગસાહસિકો વધુ સ્માર્ટ છે. ભારત 450 કરતાં વધુ એગ્રી-સ્ટાર્ટઅપ્સ ધરાવે છે. આ બાબત દર્શાવે છે કે ભારતીય કૃષિમાં પરિવર્તન થઈ રહ્યું છે. તમારી ઉદ્યોગસાહસિક પેઢી આ તકને તથા તેની સાથે સંકલાયેલા ઉદ્યોગોને પારખે તે જરૂરી છે. આથી, તમે જ્યારે બહાર નિકળશો ત્યારે વિશ્વ તમારા નીચે મુજબનાં સપનાં સાકાર કરી શકશે.

  • મને વિશ્વાસ છે કે તમે અહિં ઈરમામાં આવનારા અન્ય સેંકડો લોકો માટે પ્રેરણારૂપ બની શકશો
  • મને વિશ્વાસ છે કે તમે તમારામાં આશા રાખનારા લાખો ભારતીય ખેડૂતો માટે પ્રકાશનું કિરણ બની શકશો
  • અને મને વિશ્વાસ છે કે તમારામાંથી વધુ એક ડો. વર્ગીસ કુરિયન બહાર આવશે

તમારા માટે અનેક તકો પડેલી છે. હું તમારા દરેક પંથમાં સફળતા ઈચ્છું છું.

તમે ગ્રામ્ય ભારતની સૌથી મોટી આશા છો.

આભાર. જયહિંદ…

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code