આ ભાગીદારીથી ભારત અને શ્રી લંકા વચ્ચે અનેક પાસાં ધરાવતી વ્યૂહાત્મક ભાગીદારીમાં વૃધ્ધિ થશે
- અદાણી પોર્ટસે, જ્હોન કીલ્સ હોલ્ડીંગ્ઝ પીએલસી અને શ્રી લંકા પોર્ટ ઓથોરિટી (SLPA) સાથે શ્રી લંકામાં વેસ્ટ કન્ટેઈનર ટર્મિનલ (WCT) વિકસાવવા માટે બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર ધોરણે 35 વર્ષના ગાળા માટે ભાગીદારી કરી છે
- કોલંબો ટ્રાન્સશીપમેન્ટનુ 45 ટકા વોલ્યુમ ભારતમાં એપીએસઈઝેડના ટર્મિનલ સુધી પહોંચે છે અથવા તો એપીએસઈઝેડથી પ્રારંભ થાય છે. કોલંબો પોર્ટ એ ટ્રાન્સશીપમેન્ટ માટેનું ભારતીય કન્ટેઈનર્સ અને મેઈનલાઈન શીપ ઓપરેટર્સ માટે અત્યંત પસંદગી પાત્ર રિજીયોનલ હબ છે
- શ્રી લંકામાં સૌ પ્રથમ ભારતીય પોર્ટ ઓપરેટર તરીકે અદાણી પોર્ટસ ટર્મિનલ પાર્ટનરશીપમાં 51 ટકા હિસ્સો ધરાવશે અને WCT ને 3.5 મિલિયન TEUs સુધીની ક્ષમતાએ પહોંચાડાશે
- માલ ચડાવવા માટેની1400 મીટર લંબાઈની વ્યવસ્થા અને સાથે સાથે 20 મીટરની ઊંડાઈ WCT ને ટ્રાન્સશીપમેન્ટ કાર્ગો માટે તથા અલ્ટ્રા લાર્જ કન્ટેઈનર કેરિયર્સ માટે મહત્વનું સ્થાન બનાવે છે
કોલંબો, શ્રીલંકા, અમદાવાદ, ભારત, તા.15 માર્ચ, 2021: ભારતની સૌથી મોટી પ્રાઈવેટ પોર્ટસ અને લોજીસ્ટીક્સ કંપની અને વિવિધિકરણ ધરાવતા અદાણી ગ્રુપની મહત્વની પેટા કંપની અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ને શ્રીલંકાના પ્રધાન મંડળની મંજૂરીને પગલે કોલંબોમાં વેસ્ટ કન્ટેઈનર ટર્મિનલના વિકાસ અને સંચાલન માટે શ્રી લંકાના પોર્ટસ અને શિપીંગ મંત્રાલય તરફથી લેટર ઓફ ઈન્ટેન્ટ- ઈરાદાપત્ર- (LOI) પ્રાપ્ત થયો છે.
APSEZ શ્રીલંકાના સૌથી મોટા વિવિધિકરણ ધરાવતા જૂથ જ્હોન કીન્સ હોલ્ડીંગ્ઝ PLC અને શ્રી લંકા પોર્ટ ઓથોરિટી (SLPA) સાથે કોન્સોર્ટિયમના ભાગરૂપે આ એવોર્ડ એનાયત કરાયો છે. WCT બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફરના ધોરણે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ તરીકે વિકસાવાશે. WCT માલ ચડાવવા માટેની1400 મીટર લંબાઈની વ્યવસ્થા સાથે સાથે 20 મીટરની ઊંડાઈ WCT ને ટ્રાન્સશીપમેન્ટ કાર્ગો માટે તથા અલ્ટ્રા લાર્જ કન્ટેઈનર કેરિયર્સ માટે મહત્વનું સ્થાન બનાવે છે.
આ પ્રોજેક્ટ મારફતે WCT ની કન્ટેઈનર હેન્ડલીંગ ક્ષમતા વધશે અને વિશ્વના ટોચના વ્યૂહાત્મક નોડ તરીકે શ્રીલંકાને ગ્લોબલ ટ્રાન્સશીપમેન્ટ રૂટ તરીકેના સ્થળનો લાભ મળશે. કોલંબોથી શરૂ થતા અથવા ભારતના અદાણી પોર્ટ ટર્મિનલ સુધી પહોંચનારા ટ્રાન્સશીપમેન્ટના વોલ્યુમમાં 45 ટકા હિસ્સા સાથે WCT ભારતીય કન્ટેઈનર્સના ટ્રાન્સશીપમેન્ટ અને મેઈનલાઈન શીપ ઓપરેટર્સ માટે પસંદગીનું રિજીયોનલ હબ છે.
આ પાર્ટનરશીપની નેટવર્ક ઈમ્પેક્ટ નોંધપાત્ર છે અને તેનાથી ભારતીય સાગરકાંઠે સંચાલન થતા અદાણીના 12 પોર્ટસના 7 કન્ટેઈનર ટર્મિનલ્સનું વાર્ષિક વોલ્યુમ 6 મિલિયન TEUs થશે. આ પાર્ટનરશીપ સતત અતિગુણિત થશે અને ટ્રાન્સશીપમેન્ટના વિકલ્પોમાં વૃધ્ધિ કરીને તથા વિવિધ શિપીંગ લાઈન્સની ઉપલબ્ધિમાં વધારો કરીને તથા દક્ષિણ એશિયાના જળ વિસ્તારોમા ગ્રાહકો માટે તે સક્ષમ પોર્ટ બનશે અને તેનાથી ભારત અને શ્રી લંકાને અનેક પ્રકારે લાભ થશે.
આ પ્રસંગે વાત કરતાં એપીએસઈઝેડના સીઈઓ અને હોલટાઈમ ડિરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે “કોઈપણ પોર્ટ પાર્ટનરશીપ બે રાષ્ટ્ર વચ્ચે પરસ્પરના વિશ્વાસને દ્રઢ કરે છે. આ સંદર્ભમાં WCT અનેક મોરચે નોંધપાત્ર બની રહે છે. જેનો ઈતિહાસ એકબીજા સાથે ઊંડાણથી સંકળાયેલો છે તેવા બે પડોશી દેશો વચ્ચેના પરસ્પરને લાભદાયી વ્યૂહાત્મક સંબંધો પૂરવાર કરશે અને અમારામાં મૂકેલા ઊંડા વિશ્વાસ બદલ હું ભારત સરકાર અને શ્રી લંકા સરકારના અગ્રણીઓ તથા શ્રી લંકન પાર્ટનર્સનો આભારી છું. વ્યૂહાત્મક સ્થળ તરીકે ટ્રાન્સશીપમેન્ટના લોન્ચીંગ પોઈન્ટ માટે સમગ્ર ઉપખંડમાં કોલંબો વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે. SLPA અને જ્હોન કીલ્સ હોલ્ડીંગ્ઝ PLC ની ગાઢ સ્થાનિક તાકાત અને ભારતભરમાં ભારતીય સાગરકાંઠે અદાણી ગ્રુપનું કન્ટેઈનર ટર્મિનલ્સનું અજોડ નેટવર્ક આગામી વર્ષોમાં માત્ર બે દેશો વચ્ચે જ નહીં, પરંતુ બંને દેશોના પૂર્વની સાથે પશ્ચિમ કાંઠે પણ વૃધ્ધિની અનેક તકો ખોલી દેશે.”
આ પ્રસંગે પ્રતિભાવ આપતાં જેકેએચના ચેરમેન ક્રીશ્ન બાલેન્દ્ર જણાવે છે કે “કોલંબો પોર્ટ માટે અત્યંત જરૂરી ક્ષમતા વિસ્તરણના હેતુથી મૂડી રોકાણની આ તક તથા ભારતના અગ્રણી પોર્ટ ઓપરેટર અદાણી ગ્રુપ સાથેની ભાગીદારી અંગે અમે રોમાંચિત છીએ.” વધુમાં તેમણે જણાવ્યું હતું કે WCT ના વિકાસ માટેની આ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપથી અદાણી ગ્રુપ અને જ્હોન કીલ્સ ગ્રુપ તથા શ્રી લંકા પોર્ટ ઓથોરિટીની કામગીરીની એકરૂપતા, નિપુણતા અને અનુભવનો લાભ મળશે, જેનાથી કોલંબો પોર્ટમાં સૌથી મોટા કન્ટેઈનરશીપ્સને વિશ્વસ્તરની ડીપ વોટર ઓફર્સ પૂરી પાડી શકાશે.
અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિ. અંગેઃ
અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન વૈશ્વિક સ્તરે વિવિધિકરણ ધરાવતા અદાણી જૂથનો હિસ્સો છે, જે ભારતમાં એક પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ કંપની તરીકે ઉભરી આવી છે. તે ભારતની સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર તરીકે ગુજરાતમાં મુંદ્રા, દહેજ, તૂના અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુ ગોવા, આંધ્ર પ્રદેશમાં વિશાખાપટનમ અને ક્રિશ્નાપટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને તામિલનાડુમાં કટુપલ્લી અને એનરોન સહિત દેશની કુલ પોર્ટ કેપેસીટીના 24 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરીને સાગરકાંઠાના વિસ્તારો તથા વિસ્તૃત હિન્ટરલેન્ડમાંથી કાર્ગોના મોટા જથ્થાનું પરિવહન કરે છે. આ કંપની કેરાલામાં વિઝીનજામ ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ પણ વિકસાવે છે. અમારા પ્લેટફોર્મમાં “પોર્ટસ ટુ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ” માં પોર્ટ ફેસિલીટીઝ, સુસંકલિત લોજીસ્ટીક્સ ક્ષમતાઓ અને ઈન્ડસ્ટ્રીયલ ઈકોનોમિક ઝોનને કારણે અનોખું સ્થાન આપી ભારતને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં મહત્વનું સ્થાન બક્ષે છે. અમારૂં વિઝન આગામી દાયકામાં વિશ્વનું સૌથી મોટું પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનવાનું છે. વર્ષ 2025 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાના ધ્યેય સાથે APSEZ સાયન્સ બેઝડ ટાર્ગેટ ઈનિશ્યેટીવ (SBTi) એમિશન ઘટાડવાના લક્ષ્યાંકો માટે કટિબધ્ધતા ધરાવી ગ્લોબલ વોર્મિંગને 1.5°C ના પ્રિ-ઈન્ડસ્ટીયલ સ્તરે લઈ જવાની નેમ ધરાવે છે.
જ્હોન કીલ્સ હોલ્ડીંગ્ઝ PLC અંગેઃ
જ્હોન કીલ્સ હોલ્ડીંગ્ઝ PLC (JKH) એ શ્રી લંકાની ટોચની ડાયવર્સિફાઈડ લીસ્ટેડ કંપની છે, જે શ્રી લંકા અને માલદીવ્ઝમાં હોટેલ્સ અને રિસોર્ટસના વ્યવસ્થાપનથી માંડીને પોર્ટ, મરાઈન, ફ્યુઅલ એન્ડ લોજીસ્ટીક્સ સર્વિસીસથી માંડીને આઈટી સોલ્યુશન્સ, ખાણી-પીણીનું ઉત્પાદન અને સુપર માર્કેટસની ચેઈનનું સંચાલન, ટી બ્રોકીંગથી માંડીને સ્ટોક બ્રોકીંગ, લાઈફ ઈન્સ્યોરન્સ અને બેંકીંગથી માંડીને રિયલ એસ્ટેટ સુધીની પ્રવૃત્તિઓ ધરાવતું JKH ગ્રુપ અર્થતંત્રના મુખ્ય પાસાંમાં હાજરી ધરાવે છે. 1870ના દાયકાના પ્રારંભે વિવિધ પેદાશો અને એક્સચેન્જ બ્રોકર તરીકે નમ્રપણે શરૂઆત કરીને JKH 150 વર્ષનો સમૃધ્ધ વારસો ધરાવે છે અને હાલમાં બિઝનેસના મહત્વના 6 ક્ષેત્રોમાં કામગીરી કરીને પોતાને સતત રિ-ઈન્વેન્ટ, રિ-એલાઈન અને રિ-પોઝીશન કરીને ઈનોવેશન અને વૃધ્ધિ સાથે મોખરાના સ્થાને રહ્યું છે.
JKH વર્લ્ડ ઈકોનોમિક ફોરમનું પૂર્ણ સ્તરનું સભ્ય છે અને લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જમાં ગ્લોબલ ડિપોઝીટરી રિસિપ્ટસ ઈસ્યુ કરીને વિદેશમાં લિસ્ટેડ શ્રી લંકાની પ્રથમ કંપની બની છે. ગ્લોબલ કોમ્પેક્ટના એક સભ્ય તરીકે – યુનાઈટેડ નેશન્સ સ્પોન્સર્ડ ઈન્ટરનેશનલ કોર્પોરેટ સિટીઝનશીપ ઈનિશ્યેટીવ તરીકે JKH ગ્રુપ પર્યાવરણલક્ષી વિકાસ અને સામાજીક જવાબદારીમાં વિવિધ સ્તરે કામગીરી ધરાવે છે.
(સંકેત)