Site icon Revoi.in

અદાણી ગેસ લિમિટેડે ગેસ વિતરણ માટે 3 ભૌગોલિક વિસ્તારો હસ્તગત કરવાના કરાર કર્યા

Social Share

અમદાવાદ તા. 4 ઓકટોબર, 2020: અદાણી ગેસ લિમિટેડે લુધિયાણા, જલંધર અને કચ્છ (પૂર્વ) જેવા 3 ભૌગોલિક વિસ્તારો હસ્તગત કરવાના સુનિશ્ચિત કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે.

આ ત્રણે ભૌગોલિક વિસ્તારો  10 વર્ષના ગાળામાં  6.5 MMSCMD થી વધુ  ઉંચા વોલ્યુમની ક્ષમતા ધરાવે છે. આ 3 વિસ્તારો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડીયાની ભારત માલા પરિયોજનાના પ્રથમ તબક્કામાં હાંસલ થયાં છે. તેનાથી વિકાસને વેગ મળશે  અને વોલ્યુમમાં વધારો થશે. લુધીયાણા અને જલંધર પંજાબના ટ્વિન  સીટી છે અને તે સીએનજી અને પીએનજીના ખૂબ ઉંચા વોલ્યુમની સંભાવના ધરાવે છે. આ બંને શહેરો પાઈપલાઈન કનેક્ટિવિટીની નજીકમાં આવેલાં છે.

ગુજરાતનુ કચ્છ (પૂર્વ) ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસમાં કેન્દ્ર સ્થાને છે.  અદાણી ગેસ લિ. કચ્છમાં મજબૂત હાજરી ધરાવે છે.  કચ્છ (પૂર્વ) પાઈપલાઈન અને આર-એલએનજી ટર્મિનલની સુવિધા સાથે સારી રીતે જોડાયેલુ છે, જે કચ્છને સીટી ગેસ વિતરણ(સીજીડી)  નેટવર્ક ના વિકાસ માટે આકર્ષક સ્થળ બનાવે છે.

આસપાસમાં પાઈપલાઈનની કનેક્ટીવિટી ઉપલબ્ધ હોવાને કારણે આ ત્રણે ભૌગોલિક વિસ્તારોમાં  અદાણી ગેસ લિમિટેડને વહેલી આવક મળવાની વહેલી શરૂઆત થશે.

આ ત્રણ ભૌગોલિક વિસ્તારોના ઉમેરાથી  અદાણી ગેસ લિમિટેડની હાજરી હવે 19 વિસ્તારોથી વધીને 22 થશે. આ ઉપરાંત તેની પાસે આઈઓસીએલની સંયુક્ત ભાગીદારીમાં 19 વિસ્તારો છે.  જેને કારણે 41 વિસ્તારો (74 જિલ્લા)  સાથે   ભારતમાં  અદાણી ગેસ લિમિટેડની આગેવાની ચાલુ રહેશે.

આ પ્રસંગે વાત કરતાં અદાણી ગેસ લિમિટેડના સીઈઓ શ્રી  સુરેશ પી. મંગલાણીએ જણાવ્યુ હતું કે “આ ત્રણ ભૌગોલિક વિસ્તારો સીએનજી અને પીએનજીના વોલ્યુમમાં વધારા સાથે ઈનફ્રાસ્ટ્રકચર વૃધ્ધિની શ્રેષ્ઠ તકો ધરાવે છે.  આ પરિવર્તનલક્ષી હસ્તાંતરણથી અદાણી ગેસ લિમિટેડ મોટી સંખ્યામાં આવાસો, કોમર્શિયલ અને ઔદ્યોગિક ગ્રાહકો, ગુરૂદ્વારા, હોટલો  અને રેસ્ટોરન્ટસ ની સ્વચ્છ બળતણની  જરૂરિયાત પૂર્ણ કરશે. આ ઉપરાંત લુધિયાણાના વાહન ગ્રાહકોને  પર્યાવરણલક્ષી સીએનજી પૂરો પાડશે.  અદાણી ગેસ લિમિટેડની આ પહેલના કારણે સૌના માટે સીએનજી અને પીએનજી પૂરો પાડવાના કેન્દ્ર અને રાજ્ય સરકારોના  વિઝનને  સમર્થન પ્રાપ્ત થશે ”

અમે આ ત્રણેય વિસ્તારોમાં ઝડપથી માળખાગત સુવિધાઓ વિકસાવવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ. આ 3 વિસ્તારોના ઉમેરે એજીએલને  ઉચ્ચ વૃધ્ધિના તબક્કામાં લઈ જશે.  એજીએલના મજબૂત માળખાને કારણે લુધિયાણા, જલંધર અને કચ્છ (પૂર્વ)ને  આરોગ્ય, સલામતિ અને સામુદાયિક વિકાસને કેન્દ્રમાં રાખતા  તથા સહયોગીઓને બહેતર વળતર પૂરૂ પાડતા  અદાણી ગેસના ઉત્તમ સીટી ગેસ વિતરણ નેટવર્ક, સંચાલન માવજત, ડીજીટલ અને ગ્રાહકલક્ષી અભિગમનો  લાભ મળશે.

અદાણી ગેસ અંગેઃ

અદાણી ગેસ લિમિટેડ એ સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનો વિસ્તાર કરીને ઔદ્યોગિક, કોમર્શિયલ અને  ઘર વપરાશના  ગ્રાહકોને  પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી) પહોંચાડવાની તથા ટ્રાન્સપોર્ટ સેક્ટરને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)ના વિતરણની કામગીરી કરે છે. 38 ભૌગોલિક વિસ્તારોમાં કંપનીને ગેસ વિતરણની જવાબદારી સોંપાઈ છે. આ વિસ્તારો ભારતની 8 ટકા વસતિ જેટલા થાય છે. અદાણી ગેસ લિમિટેડ ઉર્જા મિક્સમાં નેચરલ ગેસનો હિસ્સો વધારવાના રાષ્ટ્રીય પ્રયાસોમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી રહી છે. આ 38 ભૌગોલિક વિસ્તારોમાંથી 19 વિસ્તારોનુ  સંચાલન અદાણી ગેસ લિમિટેડ કરે છે અને બાકીના વિસ્તારોનું સંચાલન ઓઈલ-અદાણી ગેસ પ્રા.લિ. (આઈઓએજીપીએલ)- અદાણી ગેસ લિમિટેડ અને ઓઈલ કોર્પોરેશન લિમિટેડના 50:50ના સંયુક્ત સાહસ તરીકે કામ કરે છે.