- AGS Transact IPOને પ્રથમ દિવસે જ મજબૂત પ્રતિસાદ સાંપડ્યો
- પ્રથમ દિવસે જ આ ઇસ્યૂ 0.73 ગણો ભરાયો હતો
- અન્ય સેલિંગ શેરહોલ્ડર્સ 680 કરોડ રૂપિયાના શેર્સ પણ વેચાણ માટે છે
નવી દિલ્હી: વર્ષ 2022નો પ્રથમ IPO AGS Transact બુધવારે ખુલ્યો છે. IPOને પ્રથમ દિવસે જ રોકાણકારો તરફથી મજબૂત પ્રતિસાદ સાંપડ્યો છે. 166-175 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇઝ બેન્ડ ધરાવતો આ આઇપીઓ 21 જાન્યુઆરી એટલે કે શુક્રવાર સુધી સબસ્ક્રાઇબ કરી શકાશે. કંપની આ આઇપીઓ મારફતે 204 કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્યાંક ધરાવે છે.
રોકાણકારોએ આ આઇપીઓમાં મોટા પાયે રોકાણ કર્યું છે. પ્રથમ દિવસે બપોરે 1.40 વાગ્યા સુધીમાં આ ઇસ્યૂ 0.73 ગણો ભરાયો હતો જ્યારે NII 099 ટકા ભરાયો હતો. આ પ્યોરલી ઑફર ફોર સેલ છે તેમજ તેના પ્રમોટર અને અન્ય સેલિંગ શેરહોલ્ડર્સ 680 કરોડ રૂપિયાના શેર્સ પણ વેચાણ માટે છે.
ગ્રે માર્કેટ પ્રીમિયમ
એજીએશ ટ્રાન્સેક્ટ ટેકના શેર્સના ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરીએ તો તે 10 રૂપિયા હતું. કંપનીના શેર 1 ફેબ્રુઆરી, 2022ના રોજ BSE તેમજ NSE પર લિસ્ટેડ થાય તેવી સંભાવના છે. મોટા ભાગના બ્રોકરેજ હાઉસે તેને સબસ્ક્રાઇબ રેટિંગ આપ્યું છે.
એમ કે ગ્લોબલ અનુસાર, એજીએસ લાંબા ગાળાને ધ્યાનામં રાખતા કેશ-કમ-ડિજીટલ પ્લે તરીકે રોકાણ કરવાની તક પૂરી પાડે છે. તેમણે આ આઇપીઓને સબસ્ક્રાઇબ રેટિંગ આપ્યું છે.
AGS ટ્રાન્ઝેકટ એટીએમ અને સીઆરએમ આઉટસોર્સિંગ, કેશ મેનેજમેન્ટ અને મર્ચન્ટ સોલ્યુશન, ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સેવાઓ અને મોબાઇલ વૉલેટ સહિત ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સનો સમાવેશ કરતી કસ્ટમાઇઝ્ડ પ્રોડક્ટ્સ અને સેવાઓ પ્રદાન કરે છે.