Site icon Revoi.in

RBIએ અમેરિકન એક્સપ્રેસ-ડાઇનર્સ ક્લબ પર લગાવ્યો આ પ્રતિબંધ, આ છે કારણ

Social Share

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ અમેરિકન એક્સપ્રેસ બેંકિંગ કોર્પ તેમજ ડાઇનર્સ ક્લબ ઇન્ટરનેશનલ લિમિટેડ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

આ કંપનીઓએ પેમેન્ટ સિસ્ટમ ડેટા સ્ટોરેજના દિશાનિર્દેશોનું પાલન ના કરતા RBIએ આ પગલું લીધું હોવાનું જણાવ્યું હતું. RBIના આ નિર્ણયથી કંપનીઓના હાલના ગ્રાહકો પર કોઇ અસર નહીં પડે. પરંતુ બન્ને 1 મે 2021થી કોઇપણ ડોમેસ્ટિક કસ્ટમર્સને પોતાનું કાર્ડ ઇશ્યૂ નહીં કરી શકે. પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007 અંતર્ગત આ બન્ને કંપનીઓને ભારતમાં પેમેન્ટ સિસ્ટમ ઑપરેટ કરવાનો અધિકાર છે.

આપને જણાવી દઇએ કે RBIએ પેમેન્ટ સિસ્ટમ ડેટા સ્ટોરેજ પર એપ્રિલ 2018માં એક સર્ક્યુલર જારી કર્યો હતો. આ સર્ક્યુલરના જણાવ્યા અનુસાર તમામ પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઇડર્સને પોતાનો ડેટા ફક્ત ઇન્ડિયામાં સ્ટોર કરવાનો રહેશે. આ સાથે કંપનીઓએ સિસ્ટમ અપ્રુવ્ડ ઑડિટ રિપોર્ટ પણ એક નક્કી ટાઇમલાઇનમાં RBIને આપવાનો રહેતો.

RBIએ પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓના 6 મહિનાઓની અંદર એટલે કે 15 ઓક્ટોબર 2018 સુધી નિયમોનું પાલન કરવાનો સમય આપ્યો હતો. એપ્રિલ 2018 સર્ક્યૂલર જણાવ્યાનુસાર બોર્ડ અપ્રુવ્ડ ઓડિટ રિપોર્ટ 31 ડિસેમ્બર 2018 સુધી જમા કરાવવાનો હતો. જો કે બન્ને કંપનીઓએ આ નિયમ પુરો નહોંતો કર્યો જે બાદ RBIને કડક પગલા ભરવા પડ્યો.

આ તરફ શુક્રવારે RBIએ વાણિજ્ય બેંકોને નાણા વર્ષ 2020-21 માટે કેટલીક શરતો અને સીમાઓની સાથે લાભાંશની ચૂકવણી કરવાની પરવાનગી આપી છે.

(સંકેત)