1. Home
  2. ગુજરાતી
  3. બ્લુમ્બર્ગ ઇન્ડિયા ઇકોનોમિક ફોરમ – આવતીકાલના આંતરમાળખા માટે રોકાણ
બ્લુમ્બર્ગ ઇન્ડિયા ઇકોનોમિક ફોરમ – આવતીકાલના આંતરમાળખા માટે રોકાણ

બ્લુમ્બર્ગ ઇન્ડિયા ઇકોનોમિક ફોરમ – આવતીકાલના આંતરમાળખા માટે રોકાણ

0
Social Share

2050 સુધીમાં વૈશ્વિક બાબતોમાં ભારતની અહમ ભૂમિકા હશે: ગૌતમ અદાણી (ચેરમેન, અદાણી ગૃપ)

સુજ્ઞ ભાઇઓ અને બહેનો,

અમદાવાદ: બ્લુમ્બર્ગના ભારતમાં ઝળહળતી સફળતાના ૨૫ વર્ષ માટે સૌ પ્રથમ અભિનંદન. ૧૯૯૬માં ભારતના ૧૦૦ કરોડ લોકો અંતર્ગત ભારતનું અર્થકારણ ફક્ત ૪૦૦ બિલિઅન ડોલર હતું આજે ભારત તેની આઝાદીના અમૃત મહોત્સવની જાજરમાન ઉજવણીની તૈયારી કરી રહ્યું છે ત્યારે હું ભરપુર આત્મવિશ્વાસ સાથે કહી શકુ છું કે કોઇપણ લોકશાહી રાષ્ટ્રએ કદી નહી જાણ્યો હોય તેવા પ્રગતિના સૌથી અભૂતપૂર્વ વિકાસના શિખર ઉપર આપણે છીએ.

આજથી લગભગ ૨૫ વર્ષમાં ભારતની વસતિ ૪૦ વર્ષની મધ્યમ વય હેઠળના લોકો સાથે ૧૬૦ કરોડના આંકડાને આંબી જશે. ઇતિહાસે વારંવાર બતાવ્યું છે કે આ પ્રકારના ઉભરતા યુવાનોની સંખ્યા જો આરોગ્ય, શિક્ષણ, અને રોજગારીનું સામાજિકરણ કરવામાં સફળ થાય તો ઘણો ફાયદો થાય છે. વર્તમાન સરકારે  શરૂ કરેલી વિવિધ રાષ્ટ્રીય યોજનાઓ દ્વારા વિકાસની ગતિને ચોક્કસ રીતે વેગ મળ્યો છે. સ્વાભાવિક છે કે રાતોરાત તેના પરિણામો દેખાતા નથી. હું માનું છું કે આજે અને ૨૦૫૦ના વર્ષની વચ્ચે ભારત વસતિ વિષયક સ્પર્ધાત્મક ફાયદાની એક એવી ધરી રચશે કે વિશ્વના કોઇ દેશ પાસે ક્યારેય નહોતી તેના સીધા પરિણામ સ્વરુપ વૈશ્વિક બાબતોમાં ભારતની ભૂમિકા અહમ બનશે.

નેતૃત્વની આ ભૂમિકા સ્થિરતા હાંસલ કરવાના પ્રયાસોથી શરૂ થવી જોઈએ, હવે આ આવશ્યક પડકાર બાબતમાં દરેક રાષ્ટ્રએ જોડાવવું જ પડશે.ગ્લાસગૌમાં જલવાયુ પરિષદ કોપ-૨૬ અગાઉ મેં મેં ધ્યાન દોર્યું હતું કે વધતા જતા ગ્લોબલ વોર્મિંગને મર્યાદિત કરવાની તાત્કાલિક જરૂરિયાત પર કામ કરતા વ્યવસાયો આગામી કેટલાક દાયકાઓમાં સૌથી મોટી તકો સુરક્ષિત કરશે. ઉત્સર્જનને મર્યાદિત કરતી વખતે વૃદ્ધિને તેની સાથે સંતુલિત કરવી એ વ્યવસાયો માટે એક અવિશ્વસનીય વૈશ્વિક તક છે આ સાથે અનુકૂળતા સાધવા માટે તેઓ તૈયાર છે. જો કે આજે તેના સરળ ઉપાયો હાથવગા નથી ત્યારે આપણે કોવિડ મહામારીના આપણા અનુભવને ઉદાહરણ તરીકે લઈ શકીએ છીએ. શરુઆતમાં ગભરાટ બાદ આપણે અશક્ય લાગતી આ સમસ્યાને ઝડપથી હાથ ધરીને તેને ઉકેલવા માટે ભેગા થયા. દુનિયાના વૈજ્ઞાનિકોએ સહીયારા પુરુષાર્થથી સામાન્ય રીતે પાંચ વર્ષ લાગતા આ સંશોધનને એક વર્ષથી ઓછા વિક્રમજનક સમયગાળામાં કોરોનાની રસી વિકસાવી જગત સમક્ષ મૂકી. જયારે માનવજાતનું અસ્તિત્વ ખતરામાં હતું ત્યારે તેઓની આ સફળતાએ મને પ્રથમવાર વધું આશાવાદી બનાવ્યો છે કે આખરે જલવાયુ પરિવર્તનના પડકાર ઉપર વિજ્ઞાન હાવી થશે. ત્યારે તાકીદે ભરોસો રાખીને ન્યાયી ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરીને વિજ્ઞાનને ટેકો આપવાનું હવે આપણા પર નિર્ભર છે.

પર્યાવરણિય આફતને ટાળવા માટેની આ સ્પર્ધામાં વિશ્વ ભારતીય નેતૃત્વનો ઉપયોગ કરી શકે. ટકાઉપણા માટેની  પ્રતિબદ્ધતાઓ સાથે તાલમેલમાં ભારતનો ટ્રેક રેકોર્ડ અન્ય કોઈપણ મોટા રાષ્ટ્ર કરતા વધુ સારો છે. પેરિસમાં મળેલી COP 21 માં, ભારતે વચન આપ્યું હતું કે, 2030 સુધીમાં તે તેના જીડીપીના ઉત્સર્જનની તીવ્રતામાં 33-35% ઘટાડો કરશે અને નોન-ફોસિલ વીજ ક્ષમતામાં તેનો હિસ્સો વધારીને 40% કરશે.અમે બન્ને લક્ષ્યાંકો અને નોન ફોસિલમાં તો તેની નિયત અવધીના નવ વર્ષ અગાઉ વચન પાળી બતાવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ COP 26 માં જેની જાહેરાત કરી હતી.તે મુજબ ભારત સંભવતઃ નવી અને વધુ મહત્વાકાંક્ષી પ્રતિબદ્ધતાઓ હાંસલ કરશે તેનો આ પૂરાવો છે.

અલબત્ત આ સરળ હશે નહી તે અમે સ્વીકારીએ છીએ. દરેક રાજકીય અને વ્યાપારી અગ્રણીઓને એવા નિર્ણયો સાથે કામ લેવું પડશે કે જેમાં તેઓને હાલના નિયમો તેમજ હાલના બિઝનેસ મોડલ્સને વિક્ષેપિત કરવાની જરૂર પડશે. આને ડિજિટલ સ્પેસના અંતરાયો સાથે જોડો કે જેણે દરેક ક્ષેત્રને ઘેરી લીધું છે,  આ ખળભળાટ અનેક મોટા બહુરાષ્ટ્રીય વ્યવસાયોના પતનનું કારણ બનશે, ફક્ત તેમના માટે ટકાઉપણું અને ડિજિટલ તકનીકોના આંતરછેદમાંથી ઉભી થતી નવી મલ્ટી ટ્રિલિયન-ડોલર કંપનીઓ મારફત બદલવાની રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો હરિયાળા વિશ્વને સક્ષમ કરવા માટે ભવિષ્યના આંતરમાળખા માટે ટકાઉપણું અને ડિજિટલના નવીનીકરણ બંને ડિઝાઇન અને અમલીકરણના મૂળમાં હોવા જરૂરી છે.

અદાણી ગ્રુપના પરિપ્રેક્ષ્યમાં સમજાવું તો,

અમે આંતર માળખાનું નિર્માણ કરીએ છીએ જે ‘પ્રવાહૃ’ને સક્ષમ કરે છે. દુનિયામાં જે બધા પ્રવાહ  વહે છે તે સ્વચ્છ અને હરીયાળા હોવા જરૂરી છે  પછી તે ઊર્જાનો, માલનો, લોકોનો કે ડેટાનો પ્રવાહ હોય. વીતેલા વર્ષોમાં અમે અમારા વીજળી-સંબંધિત વ્યવસાયો, બંદરો અને લોજિસ્ટિક્સ વ્યવસાયો, એરપોર્ટ અને પરિવહન વ્યવસાયો અને ડેટા-સેન્ટર-સંબંધિત વ્યવસાયો દ્વારા આ તમામ પ્રવાહોમાં અમારી જાતને સ્થાપિત કરી છે. ક્લાયમેટ ચેન્જના આદેશો આ તમામ વ્યવસાયોને નવા બજારની શક્યતાઓ ચકાસી અને તે સંબંધી સંલગ્ન બાબતોનું સર્જન કરવાની મોકળાશ આપશે. તેના અસરકારક અમલ માટે અમે અમારા વર્તમાન બિઝનેસ મોડલ અંગે પુનઃવિચારણા અને નવેસરથી ડિઝાઈન કરી રહ્યા છીએ.અમે વ્યવસાયના નજીકના ક્ષેત્રોમાં પ્રવેશી રહયા હોવાથી હું જટિલતાઓને સમજું છું. જે સાથે અમારે અનુકૂલન સાધવા માટે ઝડપથી શીખવાની જરૂર પડશે. પરંતુ આ એવી અનિશ્ચિતતા અને ઝડપી ઉત્ક્રાંતિ છે જે સમગ્ર બાબતને રસપ્રદ રાખે છે.

હું કેટલાક વિશિષ્ટ ઉદાહરણો સાથે કહું તો અમે કેવી રીતે નવા બજારની નિકટતા સુધી પહોંચી રહ્યા છીએ જ્યારે ઊર્જાના પ્રવાહની વાત છે  ત્યારે તે હવે નિર્વિવાદ છે કે ગ્રીન યુટિલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાવરનો પ્રાથમિક સ્ત્રોત હશે. અદાણીના પરિપ્રેક્ષ્યમાં, અમે વિશ્વના સૌથી સસ્તા હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાની અતિ મજબૂત સ્થિતિમાં છીએ, જે વિવિધ ઉદ્યોગો માટે ઉર્જા સ્ત્રોત ઉપરાંત ફીડસ્ટોક બનવાની અપેક્ષા છે જેમાં અમારો ઇરાદો ભૂમિકા અદા કરવાનો છે.

જ્યારે માલસામાન અને લોકોના પ્રવાહની વાત થાય છે, ત્યારે એ સ્પષ્ટ છે કે પરિવહન માળખાનું સંપૂર્ણ પુનર્ગઠન થશે. ઓનબોર્ડ બેટરી, ફ્યુઅલ સેલ, હાઇડ્રોજન અથવા મિથેનોલ દ્વારા સંચાલિત ઇલેક્ટ્રિક વાહનોનો કાફલો રોડ ઉપર આવશે ત્યારે આંતરિક કમ્બશન એન્જિન ઇતિહાસ બની જશે અને સમગ્ર વિશ્વભરમાં નવા માળખાની જરૂર પડશે. તે જ પ્રમાણે વિમાન કે પરમાણુ-સંચાલિત જહાજો માટે ટકાઉ ઉડ્ડયન બળતણનું ઉત્પાદન કરવા માટેના માળખાની બાબત છે ત્યારે, લોજિસ્ટિક્સ વેલ્યુ ચેઇનના દરેક ભાગને રૂપાંતરિત કરવાની અને નવેસરથી ડિઝાઇન કરવાની જરૂર પડશે. વાસ્તવમાં અદાણી ગ્રૂપે વ્હેલી શરૂઆત કરી હતી અને આજે અમારા પોર્ટફોલિયોમાં ઉત્તરોત્તર ગ્રીન પોર્ટ્સ, ગ્રીન એરપોર્ટ્સ, ગ્રીન પાવર અને ગ્રીન ટ્રાન્સમિશનનો સમાવેશ હોવાના કારણે અમોને સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય વ્યવસાયો માટે પસંદગીના ભાગીદાર બનવાની સ્થિતિમાં મૂક્યા છે. ભાગીદારી ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય બજારોને સેવા આપવા માટેના હરીયાળા માળખા માટે ભારત ઉપર નજર રાખશે.

જ્યારે ડેટાના પ્રવાહની વાત કરુ તો આવનારા ટુંક સમયમાં અનિવાર્ય રીતે વિશાળ ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અત્યાર સુધીનો સૌથી મોટો ઊર્જા-વપરાશ કરનાર ઉદ્યોગ બની જશે. ક્લાઉડ સ્ટોરેજ એપ્લિકેશન સપોર્ટથી લઈને ડેટા બેકઅપ સુધી તેમજ નેટવર્કિંગથી માંડી વેબસાઈટ્સ હોસ્ટિંગ સુધી  ડેટા સેન્ટર્સ ટેક-આધારિત આધુનિક વિશ્વને ચલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. 5 G ના આગમન સાથે કોમ્પ્યુટીંગની આ માંગ ઝડપથી વધશે. એવો અંદાજ છે કે, 2025 માં વિકસિત વિશ્વમાં એક વ્યક્તિ દર 20 સેકન્ડે ડેટા સેન્ટર સાથે એક વખત વાતચીત કરશે.અમારે ડેટા સેન્ટરની ડિઝાઇનની પુનઃકલ્પના કરવાની જરૂર પડશે. અદાણી ગ્રૂપ ડેટા સેન્ટર્સ બનાવવા, ડેટા સેન્ટર્સને કનેક્ટ કરવાની અને ડેટાને 100% ગ્રીન પાવર પુરો પાડવાની  અમારી ક્ષમતાને જોતાં આ પ્રવાહનો લાભ મેળવવા માટે સંગીન સ્થિતિમાં છે.

અદાણી ખાતે રિન્યુએબલ્સ ઉર્જાને ફોસિલ બળતણનો સધ્ધર અને  સસ્તો વિકલ્પ  બનાવવા માટે અમેે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. અમે ડેવોસ 2020માં અમારા ઉદ્દેશ્યની કરેલી ઘોષણાના માત્ર 30 મહિનામાં વિશ્વના સૌથી મોટા સૌર ઉર્જા વિકાસકાર બનીને અમારી ગંભીરતા સાબિત કરી છે. 2030 સુધીમાં કોઈપણ તાકીદ વગર વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની બનવાની અમારી અપેક્ષા છે. આ અપેક્ષા હાંસલ કરવા માટે આગામી દાયકામાં $ 70 બિલિયનનું અમે વચન આપ્યું છે.પોતાના લાંબાગાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે આટલો જંગી દાવ ખેલનાર અદાણી સમૂહ સિવાય અન્ય કોઈ કંપની નથી.

તેથી અમે માનીએ છીએ કે અમારી રિન્યુએબલ ઉર્જા ક્ષમતા અને અમારા રોકાણના કદનો સમન્વય અમને સસ્તી સ્વચ્છ વીજળી અને  હાઇડ્રોજનના ઉત્પાદનના પ્રયાસમાં તમામ વૈશ્વિક કંપનીઓમાં અગ્રેસર બનાવે છે. વૈશ્વિક સર્વસંમતિ જોતા એવું જણાય છે કે ગ્રીન હાઇડ્રોજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક વરદાન બની રહેશે.

તે એક ચમત્કારિક બળતણ અને ચમત્કારિક ફીડસ્ટોક છે. રિન્યુએબલ્સમાં ભારતની પ્રગતિને જોતાં ગ્રીન હાઇડ્રોજનનું સસ્તામાં ઉત્પાદન કરીને ભારતને ગ્રીન એનર્જીના સ્પષ્ટ નિકાસકારમાં પરિવર્તિત કરી શકાય છે. ભારતને હવે આયાતી ફોસિલ ફ્યુઅલ પર આધાર રાખવો પડતો નથી. આ એ ભારત છે જે હવે આંતરરાષ્ટ્રીય બજારોની કિંમતોમાં થતી વધઘટની પરવા કરતું નથી, આ એ ભારત છે જેણે ઇંધણ ક્ષેત્રે સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે. આ રીતે અમે આપણા દેશમાં જે કાંઇ થાય તે માટે મદદ કરવા માંગીએ છીએ.

અદાણી ગ્રૂપ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ મોટું રોકાણ કરી રહ્યું છે. ડેટા સેન્ટર્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રીઅલ-ટાઇમ ડેટા અને ઉર્જા કાર્યક્ષમતામાં માહિતીની અમારી પહોંચને બહોળા પ્રમાણમાં સુધારી છે. આજે વિશાળ કમ્પ્યુટિંગ ક્ષમતાઓની વિજ્ઞાનને જરૂર છે અને કમ્પ્યુટિંગ ક્ષમતાઓને ક્લાઉડ-આધારિત ડેટા કેન્દ્રોની જરૂર છે અને ડેટા કેન્દ્રો પ્રચંડ માત્રામાં ઊર્જા વાપરે છે. અમારું માનવું છે કે રિન્યુએબલ ક્ષમતામાં ભારતની પ્રગતિ અને છેવટે સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરવાની અમારી ક્ષમતા અમને માત્ર ભારતના જ નહીં પરંતુ કદાચ વિશ્વના મોટા ભાગના ડેટા -તાજેતરમાં COP 26 માં ‘એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રીડ’ ના સિધ્ધાંત સાથે સાથે જોડશે

ધારણા અનુસાર એવા પણ લોકો હશે જેઓ કહે છે કે ભારત અને અન્ય રાષ્ટ્રોને હરિયાળા ટકાઉ વિશ્વમાં જરૂરી હોય તેટલી ઝડપથી સ્થળાંતર પરવડી શકે તેમ નથી.આ વાતમાં હું સહમત નથી. કારણ કે એવું નથી કે માનવજાતે આ પહેલીવાર અસ્તિત્વના સંકટનો સામનો કર્યો હોય. આપણે વિજ્ઞાનની શક્તિ, વધતી જતી જાગૃતિ અને વૈશ્વિક સહયોગથી પહેલા કરતાં વધુ મજબૂત અને વધુ પ્રભાવશાળી રીતે આ કટોકટીમાંથી પણ ભારત બહાર આવશે તેવો મને વિશ્વાસ છે. જ્યારે વૈકલ્પિક લુપ્તતા શક્ય હોય ત્યારે બધું પોસાય છે

આપણે સ્પર્ધા કરવાની જરૂર પડશે, પરંતુ ભારતને નોંધપાત્ર ફાયદો છે કારણ કે આપણો મધ્યમ વર્ગ, આપણું યુવાધન, આપણી ડિજિટલ ક્ષમતા અને આપણી માળખાકીય જરૂરિયાતો બંને ભવિષ્યના આ ઉદ્યોગનું સર્જન કરશે અને તેનો ઉપયોગ કરશે. આ પડકારો સામેનો આપણો પ્રતિભાવ આગામી કેટલાક દાયકાઓમાં આપણા રાષ્ટ્રના વિકાસનો પાયો હશે અને આ વૃદ્ધિ એ જ ભારતની ગાથાને આપણા બધા માટે એટલી પ્રેરણાદાયી બનાવશે કે જેઓ તેના સહભાગી બનવા માટે પૂરતા ભાગ્યશાળી છે

– ધન્યવાદ

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code