- કોરોના મહામારી દરમિયાન નોકરી ગુમાવનાર કર્મચારીઓ માટે રાહતના સમાચાર
- સરકાર આ કર્મચારીઓનું PF વર્ષ 2022 સુધી ભરશે
- જે યુનિટ્સના કર્મચારીઓનું EPFOમાં રજીસ્ટ્રેશન હશે તે લોકોને આ લાભ થશે
નવી દિલ્હી: કોરોના મહામારીના સંકટ કાળ દરમિયાન જે લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો તેઓ માટે રાહતના સમાચાર છે. જે લોકોએ રોજગારી ગુમાવી હતી તે લોકોનું PF સરકાર 2022 સુધી ભરશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી. જે યુનિટ્સના કર્મચારીઓનું EPFOમાં રજીસ્ટ્રેશન હશે તે લોકોને આ લાભ થશે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર એવા લોકો માટે વર્ષ 2022 સુધી એમ્પ્લોયર તેમજ એમ્પ્લોયની પીએફનો ભાગ ચૂકવશે કે જેઓએ નોકરી ગુમાવી હોય, પરંતુ તેઓને ઔપચારિક ક્ષેત્રમાં નાના પાયે નોકરીઓમાં કામ કરવા માટે ફરીથી બોલાવ્યા હોય.
જો કોઇ જીલ્લામાં ઔપચારિક ક્ષેત્રમાં કામ કરતા 25 હજારથી વધારે પ્રવાસી મજૂરો પોતાના મૂળ શહેરમાં પરત ફર્યા હોય તો તેઓને કેન્દ્ર સરકારની 16 યોજનાઓમાં રોજગાર આપવામાં આવશે.
દેશના અર્થતંત્રનો આધારસ્તભં એવા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને દશકો સુધી જે સ્થાન નથી મળ્યું, તે સ્થાન સરકારે અપાવ્યું છે. મોદી સરકારે MSMEને તેની યોગ્ય ઓળખ અપાવી છે.