Site icon Revoi.in

મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સમાં પ્રવૃત્તિઓમાં ફરી તેજી, PMI ઇન્ડેક્સ વધીને 52 પર પહોંચ્યો

Social Share

– અનલોક દરમિયાન પ્રતિબંધોમાં છૂટછાટ અપાયા બાદ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તેજી જોવા મળી
– ઓગસ્ટ મહિનામાં મેન્યુફેક્ચરિંગ પર્ચેઝીંગ ઇન્ડેક્સ 52 પર રહ્યો
– માર્ચ બાદ પ્રથમ વખત પીએમઆઇ 50 ના સ્તરની ઉપર

લોકડાઉન દરમિયાન મોટા ભાગની આર્થિક ગતિવિધિઓ બંધ હતી, જો કે બાદમાં અનલોક દરમિયાન કેટલાક પ્રતિબંધોમાં છૂટછાટ અપાયા બાદ સ્થાનિક માંગમાં તેજી જોવા મળતા ચાર માસના અંતર બાદ દેશમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સની પ્રવૃત્તિઓમાં વૃદ્વિ જોવા મળી છે. જો કે આમ છત્તાં કંપનીઓમાં છટણીનો તબક્કો ચાલુ જ છે. આઇએચએસ માર્કિટ દ્વારા સંકલિત નીક્કી મેન્યુફેક્ચરિંગ પર્ચેઝીંગ ઇન્ડેક્સ ઓગસ્ટ મહિનામાં 52 પર રહ્યો હતો. આ અગાઉ જુલાઇ માસમાં 46 પર હતો.

પીએમઆઇ માર્ચ બાદ પ્રથમ વખત 50ના સ્તરની ઉપર
PMIનો 50થી વધુનું સ્તર વૃદ્વિ દર્શાવે છે જ્યારે તેનાથી નીચેનું સ્તર સંકોચન દર્શાવે છે. ભારતનો મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ માર્ચ બાદ પ્રથમ વખત 50ના સ્તરથી ઉપર જોવા મળ્યો છે જે વૃદ્વિ દર્શાવે છે. ઓગસ્ટના આંકડાઓ ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આવેલા સુધારાને દર્શાવે છે. તેનાથી બીજા છ માસના ગાળામાં રિકવીરના સંકેત પણ જોવા મળ્યા છે.

બીજી તરફ જો પીએમઆઇમાં સબ ઇન્ડેક્સ પર નજર કરીએ તો માંગ અને ઉત્પાદન ફેબ્રુઆરી બાદ તેના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયું છે. આ રીતે પાંચ મહિનામાં પ્રથમ વાર મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓમાં વૃદ્વિ જોવા મળી છે. જો કે વિદેશી માંગમાં સતત છઠ્ઠા મહિને ઘટાડો જોવા મળ્યો છે.

એક તરફ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પ્રવૃત્તિઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને તેજીનો માહોલ છે ત્યારે બીજી તરફ એક ગંભીર ચિત્ર પણ સામે આવી રહ્યું છે. કંપનીઓમાં સતત પાંચમાં મહિને પણ છટણીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના સંકટને કારણે સર્જાયેલી મંદીને કારણે લાખો લોકોની આજીવિકા વિપરીત રીતે પ્રભાવિત થઇ છે. ભારતમાં કેસની સંખ્યામાં અન્ય દેશ કરતાં સૌથી ઝડપી ગતિએ વધારો થઇ રહ્યો છે.

(સંકેત)