Site icon Revoi.in

કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળા, સરકારે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો

Social Share

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને દિવાળીની ગિફ્ટ આપી છે. સરકારે દિવાળી ભેટ તરીકે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આનો અર્થ હવે એ થયો કે કેન્દ્રીય કર્મચારીઓને હવે 31 ટકા મોંઘવારી ભથ્થું મળશે. 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મીઓ અને પેન્શનરો લાભાન્વિત થશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં નવો વધારો આ વર્ષે 1 જુલાઇથી લાગૂ પડશે. અગાઉ જુલાઇ મહિનામાં સરકારે મોંઘવારી ભથ્થું 11 ટકાથી વધારીને 28 ટકા કર્યું હતું. તે પછી હવે તેમાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

સરકારની આ ઘોષણાથી 47,14 લાખ કેન્દ્રીય કર્મચારીઓ તેમજ 68.62 લાખ પેન્શનર્સને ફાયદો થશે. આ જાહેરાતથી સરકારની તીજોરી પર 9,488 કરોડ રૂપિયાનો બોજો પડશે.

નોંધનીય છે કે, બીજી તરફ તાજેતરમાં જૂન, જુલાઇ અને ઑગસ્ટ માટે All India Consumer Prices Index ડેટા જાહેર કરવામાં આવ્યો છે. ઑગસ્ટમાં બહાર પાડવામાં આવેલો આ ઇન્ડેક્સ 123 પોઇન્ટ નોંધાયો છે. ઇન્ડેક્સ જેટલો ઉંચો વધે તેટલું જ મોંઘવારીનું સ્તર ઉંચુ હોય છે.