લદ્દાખ સરહદે તણાવ વચ્ચે પણ ભારત-ચીન વચ્ચે વિક્રમજનક દ્વિપક્ષીય વેપાર, આંકડો જાણીને નવાઇ લાગશે
- ભારત-ચીન તણાવ વચ્ચે પણ બંને દેશો વચ્ચે વિક્રમજનક દ્વિપક્ષીય વેપાર
- વર્ષ 2021માં બંને દેશો વચ્ચે 125 અબજ ડોલરનો વેપાર થયો
- ભારતથી ચીનમાં થતી નિકાસ પણ 46.2 ટકા વધીને 97.52 અબજ ડોલર પહોંચી
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદ પર તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વિક્રમજનક સ્તરે પહોંચ્યો છે. બંને દેશો વચ્ચે વર્ષ 2021માં 125 અબજ ડોલરનો વેપાર થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષ 2021માં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 125 અબજ ડોલરનો રહ્યો છે. પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં ભારત અને ચીન વચ્ચે જોવા મળી રહેલા તણાવની દ્વિપક્ષીય વેપાર પર કોઇ અસર જોવા મળી નથી. ભારતથી ચીનમાં થતી નિકાસ પણ 46.2 ટકા વધીને 97.52 અબજ ડોલર પહોંચી છે.
બીજી તરફ ભારતથી ચીનમાં થતી 34.2 ટકા વધીને 28.14 અબજ ડોલર થઇ છે. આ વેપાર વર્ષ 2020ની તુલનાએ 43.3 ટકા વધારે છે. ચીનના કરવેરા વિભાગના આંકડા આધારે આ રિપોર્ટ જાહેર કર્યો છે. આ અહેવાલમાં જાન્યુઆરી 2021થી ડિસેમ્બર 2021 સુધીના વેપારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કોવિડ-19 રોગચાળા દરમિયાન ભારતમાં સારવાર માટે મોટા પાયે મેડિકલ ઉપકરણોની જરૂર પડી હતી. તેથી સારવાર માટેના મેડિકલ ઉપકરણોની ભારતે ચીનથી મોટા પ્રમાણે આયાત કરી હતી. દવા બનાવવા માટેના કાચા માલની પણ ભારતે ચીન પાસેથી આયાત કરી હતી.