આર્થિક સર્વેક્ષણ 2022: વર્ષ 2022-23માં દેશનો આર્થિક વૃદ્વિદર 8.5% રહેવાની ધારણા
- વર્ષ 2022-23માં દેશનો આર્થિક વિકાસ દર 8.5 ટકા રહેવાની ધારણા
- સરકારે વર્ષ 2021-22ના આર્થિક સર્વેક્ષણની રજૂઆત કરી
- વર્ષ 2021-22 એટલે કે વર્તમાન વર્ષમાં આર્થિક વિકાસ દર 9.5 ટકા રહેવાનો અંદાજ છે
નવી દિલ્હી: આજે બજેટ સત્રના પ્રથમ દિવસે નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં વર્ષ 2021-22ના ઇકોનોમિક સર્વેની રજૂઆત કરી હતી. આ સર્વેમાં ભારતનો આર્થિક વિકાસ દર 2022-23ના નાણાકીય વર્ષમાં 8 થી 8.5 ટકા રહેવાની ધારણા છે. વર્ષ 2021-22 એટલે કે વર્તમાન વર્ષમાં આર્થિક વિકાસ દર 9.5 ટકા રહેવાનો અંદાજ છે.
Indian Economy is estimated to have crossed the pre-pandemic level in 2021-22 with 9.2% growth (AE). Contact intensive services still impacted. #EconomicSurvey2022 #EconomicSurvey (2/16) @FinMinIndia @PIB_India @nsitharamanoffc pic.twitter.com/XuGNEXWnWZ
— Sanjeev Sanyal (@sanjeevsanyal) January 31, 2022
આ વર્ષે જે સર્વેક્ષણ રજૂ થયું છે તેમાં દેશના અર્થતંત્રના વિકાસનો માર્ગ મોકળો બન્યો છે તેવા સંકેતો આપવામાં આવ્યા છે. કરની આકારની વધી રહી છે. સરકાર પાસે હવે એટલી જગ્યા છે કે આગામી વર્ષે ખર્ચ વધારી, વધારે મૂડીરોકાણ કરીને અર્થતંત્રને ટેકો આપે.
મંગળવારે સરકાર સામાન્ય બજેટ રજૂ કરવા જઇ રહી છે ત્યારે બજેટમાં કેન્દ્ર સરકાર પોતાના ખર્ચમાં વધારો કરે તેવી પૂરી સંભાવના છે. એવી ધારણા છે કે કેન્દ્ર સરકાર બજેટ 2022-23માં કુલ ખર્ચ રૂ. 39 લાખ કરોડ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.