Site icon Revoi.in

આગામી બજેટમાં દ્વિ-ચક્રીય વાહનો પરનો જીએસટી ઘટી શકે, વાહનો સસ્તા થવાની સંભાવના

Social Share

નવી દિલ્હી: કોરોના કાળ દરમિયાન મોટા ભાગે કેટલીક પરિવહન સેવાઓ બંધ રહેતા વાહનોનું વેચાણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે. આ વચ્ચે હવે વાહનોનું વેચાણ વધે તે હેતુસર ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશને સરકારને આગામી નાણાંકીય બજેટમાં જીએસટી ઘટાડવા માટે અપીલ કરી છે.

વાહનોનું વેચાણ વધે તે લક્ષ્ય પરિપૂર્ણ કરવા માટે સંગઠને દ્વિ-ચક્રીય વાહનો પરનો જીએસટી દર ઘટાડીને 18 ટકા તેમજ સેકન્ડ હેન્ડ વાહન પર 5 ટકા ટેક્સની વસૂલાત કરવા માટે ભલામણ કરી છે. સંસ્થા અનુસાર, 28 ટકા GSTની સાથે બે ટકા સરચાર્જ તે લક્ઝુરીયસ પ્રોડક્ટો માટે છે, જે દ્વી-ચક્રીય વાહનો માટે યોગ્ય નથી.

આ વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ નાણાંકીય વર્ષ 2022-23નું વાર્ષિક બજેટ સંસદમાં રજૂ કરશે.

નોંધનિય છે કે, સ્ટીલ – એલ્યુમિનિયમ સહિત વિવિધ રો-મટિરિયલની કિંમતોમાં સતત વૃદ્ધિ થઇ રહી છે ત્યારે જીએસટી દર ઘટાડીને વધી રહેલા ઉત્પાદન ખર્ચનો સામનો કરવા અને માંગ વધારવામાં મદદ મળશે.

અત્રે જણાવવાનું કે, SIAMના આંકડા મુજબ મોટર સાયકલ, સ્કૂટર અને મોપેડ સહિત દ્વી-ચક્રીય વાહનોના વેચાણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આંકડા મુજબ ડિસેમ્બર મહિનામાં એક લાખથી વધારે દ્વી-ચક્રીય વાહનોનું વેચાણ થયુ છે. ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલથી ડિसेમ્બર દરમિયાન કુલ 101.2 લાખ યુનિટ ટુ-વ્હીલર વેચાયા છે જે છેલ્લા એક દાયકામાં સૌથી ઓછું વેચાણ હોવાનું એક મીડિયા રિપોર્ટમાં જણાવાયુ છે.