- કેન્દ્રીય કૃષિ મંત્રાલયે આજે પાક વર્ષ 2020-21ની માટે બીજા અગ્રિમ અંદાજ જારી કર્યો
- 2020-21ની દરમિયાન દેશમાં રેકોર્ડ ખાદ્યાન્નનું ઉત્પાદન થવાનો અંદાજ
- 2020-21ની દરમિયાન દેશમાં કુલ મળીને 30.33 કરોડ ટન ખાદ્યાન્ન ઉત્પાદન થશે
નવી દિલ્હી: કેન્દ્રીય કૃષિ મંત્રાલયે આજે પાક વર્ષ 2020-21ની માટે બીજા અગ્રિમ અંદાજ જારી કર્યો છે જેમાં કહ્યું છે કે 2020-21ની દરમિયાન દેશમાં રેકોર્ડ ખાદ્યાન્નનું ઉત્પાદન થવાનો અંદાજ છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના મતે 2020-21ની દરમિયાન દેશમાં કુલ મળીને 30.33 કરોડ ટન ખાદ્યાન્ન ઉત્પાદન થશે.
કૃષિ મંત્રીના મતે વર્ષ 2020-21ની દરમિયાન દેશમા ચોખાનું ઉત્પાદન 12.03 કરોડ ટન થવાનો અંદાજ છે. બીજા અગ્રિમ અંદાજ મતે ચાલુ વર્ષે દેશમાં ઘઉંનું ઉત્પાદન 10.92 કરોડ ટન થશે જ્યારે મકાઇનું ઉત્પાદન 3.16 કરોડ ટન અનુમાન છે.
વર્ષ 2020-21મા કુલ કઠોળનુ ઉત્પાદન 2.44 કરોડ ટન અંદાજ્યો છે જેમાંથી 1.16 કરોડ ટન ચણા અને 38 લાખ ટન તુવેર છે. તેલીબિયાંનું ઉત્પાદન 3.73 કરોડ ટન થવાનો અંદાજ છે જેમાંથી 1.01 કરોડ ટન મગફળી, 1.37 કરોડ ટન સોયાબીન તેમજ 1.04 કરોડ ટન સરસવનું ઉત્પાદન થવાનો અંદાજ છે. કપાસનું ઉત્પાદન 365.4 લાખ ગાંસડી (પ્રતિ ગાંસડી 170 કિગ્રા) અંદાજ્યો છે. શેરડીનું ઉત્પાદન 39.77 કરોડ ટન અને પટસન તેમજ મેસ્ટાનો ઉત્પાદન અંદાજ 97.8 લાખ ગાંસડી (પ્રતિ ગાંસડી 180 કિગ્રા) મૂક્યો છે.
(સંકેત)