- હવે Zomato અને Swiggy પરથી ભોજન મંગાવવું મોંઘુ પડશે
- 1 જાન્યુઆરીથી ભારત સરકાર ECOs પર લગાવશે 5% GST
- તેનાથી ફૂડ વધુ મોંઘુ થશે
નવી દિલ્હી: તમે પણ જો આગામી વર્ષથી Zomato કે Swiggy પરથી ફૂડ ઓર્ડર કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો હવે તમારે વધુ ખિસ્સા હળવા કરવાની તૈયારી રાખવી પડશે. ભારત સરકાર હવે ઝોમેટો અને સ્વિગી જેવા ઇ-કોમર્સ ઓપરેટર્સ પર 5 ટકા GST લગાવશે.
Zomato અને Swiggy હવે 1 જાન્યુઆરીથી ગ્રાહકોની તરફથી ફૂડ ઑર્ડર કરવા પર GST લગાવવાનું શરૂ કરી દેશે. ભારત સરકારે ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલિવરી કરનાર ઇ-કોમર્સ ઓપરેટર્સ પર 5 ટકા જીએસટી લગાવ્યો છે. અત્યાર સુધી માત્ર રેસ્ટોરન્ટ આ ટેક્સની ચૂકવણી કરતા હતા પરંતુ હવે ઝોમેટો અને સ્વિગી જેવી ECOs પણ આ ટેક્સની ચૂકવણી કરશે.
નાણા મંત્રાલયે ઑનલાઇન ફૂડ ડિલિવરીને લઇને નવા નિયમો ઘડ્યા છે. આ નવા નિયમોનું અમલીકરણ આગામી વર્ષે 1 જાન્યુઆરી, 2022થી કરવામાં આવશે. તે હેઠળ ફૂડ ડિલિવરી ECOsને હવે રજીસ્ટર્ડ અને અન-રજીસ્ટર્ડ રેસ્ટોરન્ટથી ભોજન ડિલિવર કરવા પર 5 ટકા જીએસટી આપવાનો રહેશે. આ ECOsને તેના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહીં મળે. અત્યાર સુધી ઝોમેટો અને સ્વિગી જેવા પ્લેટફોર્મ Tax Collectors at Source જેમ રજીસ્ટર્ડ છે, આ જીએસટી-8 ફાઇલ કરીને ટીસીએસ કલેક્ટ કરે છે જે હવે 1 જાન્યુઆરીથી નહીં મળે.
અત્રે જણાવવાનું કે, માનવામાં આવે છે કે ફૂડ ટેક કંપનીઓ ફૂડ ડિલિવર કરવા માટે રેસ્ટોરન્ટનું GST રજીસ્ટ્રેશન ચેક નથી કરતી. જેની કારણે સરકારને ટેક્સનું નુકસાન થઈ રહ્યું છે.