1. Home
  2. ગુજરાતી
  3. ડઝન જેટલી જાહેર ક્ષેત્રની કંપનીઓએ સરકારને ડિવિડન્ડ પેટે રૂ.6600 કરોડ ચૂકવ્યા
ડઝન જેટલી જાહેર ક્ષેત્રની કંપનીઓએ સરકારને ડિવિડન્ડ પેટે રૂ.6600 કરોડ ચૂકવ્યા

ડઝન જેટલી જાહેર ક્ષેત્રની કંપનીઓએ સરકારને ડિવિડન્ડ પેટે રૂ.6600 કરોડ ચૂકવ્યા

0
Social Share
  • સરકાર માટે PSU મોટી આવકનું સાધન
  • PSUએ ડિવિડન્ડ પેટે સરકારને રૂ.6600 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું
  • સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓ તરફથી રૂ. 50,028 કરોડનું ડિવિડન્ડ મળવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે

નવી દિલ્હી: સરકાર માટે જાહેર ક્ષેત્રની કંપની (PSU) આવક માટેનું એક મોટું સાધન સાબિત થઇ રહ્યું છે. કેન્દ્ર સરકારને ડઝન જેટલા સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (CPSE) તરફથી રૂ.6600 કરોડનું ડિવિડન્ડ પ્રાપ્ત થયું છે.

સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓ તરફથી રૂ. 50,028 કરોડનું ડિવિડન્ડ મળવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે.

ચાલુ વર્ષે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરફથી સરકારને ડિવિડન્ડ પેટે રૂ. 2506 કરોડની ચૂકવણી કરાઇ છે. તેવી જ રીતે એનએમડીસી અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ અનુક્રમે રૂ. 1605 કરોડ અને રૂ. 972 કરોડનું ડિવિડન્ડ આપ્યુ છે.

ઉપરાંત ગેઇલ ઇન્ડિયાએ રૂ. 913 કરોડ, હિન્દુસ્તાન એરોનોટિક્સે રૂ. 351 કરોડ, ભારત ઇલેક્ટ્રોનિક્સે રૂ. 149 કરોડ ડિવિડન્ડ પેટે સરકારને ચૂકવ્યા છે એવું ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ અને પબ્લિક એસેટ મેનેજમેન્ટ (દીપમ)ના સચીવે જણાવ્યુ છે.

સરકારને ડિવિડન્ડ ચૂકવનાર જાહેર ક્ષેત્રની કંપનીઓમાં સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન, નેશનલ હાઇવેઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પરેશન અને ડબ્લ્યુએપીસીઓએસ એ અનુક્રમે રૂ. 42 કરોડ, રૂ. 25 કરોડ અને રૂ. 25 કરોડ ચૂકવ્યા છે.

તો એચએલએલ લાઇફકેર લિમિટેડ, એફસીઆઇ અરાવલી જિપ્સમ એન્ડ મિનરલ્સ ઇન્ડિયા તેમજ નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (એનએસઆઇસી) એ સરકારને અનુક્રમે રૂ. 19 કરોડ, રૂ. 12 કરોડ અને રૂ. 31 કરોડની રકમ ડિવિડન્ડ પેટે ચૂકવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code