- ક્રિપ્ટોકરન્સીને લઇને સરકારનું કડક વલણ
- હવે કંપનીઓએ ક્રિપ્ટોકરન્સીમાં પોતાના ટ્રાન્ઝેક્શનનો કરવો પડશે ખુલાસો
- સરકારે પારદર્શિતા લાવવા માટે કડક ખુલાસાઓ ફરજીયાતપણે લાગુ કર્યા છે
નવી દિલ્હી: બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીને લઇને સરકારે કડક વલણ અખત્યાર કર્યુ છે. કંપનીઓએ હવે ક્રિપ્ટોકરન્સીમાં પોતાના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો કરવો પડશે. સરકારે પારદર્શિતા લાવવા માટે કડક ખુલાસાઓ ફરજીયાતપણે લાગુ કર્યા છે. કોર્પોરેટ મામલાના મંત્રાલયે કંપની કાયદામાં ઓડિટ, ઓડિટર તેમજ ખાતાઓ સંબંધિત વિવિધ નિયમોમાં સુધારા કર્યા છે. કંપની કાયદા-2013ની યાદી ત્રણમાં ફેરફાર સિવાય ખુલાસા જરૂરી હોવાને પ્રોત્સાહન અપાયું છે. આમાં ક્રિપ્ટોકરન્સીમાં કંપનીની લેવડદેવડનો ઉલ્લેખ પણ સામેલ છે.
કંપની કાયદાના અમલીકરણ કરતી કોર્પોરેટ મામલાના મંત્રાલયે બુધવારે આ ફેરફારોની સૂચના આપી હતી. આ ફેરફાર 1 એપ્રિલથી લાગુ થશે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે જો કંપનીઓ ક્રિપ્ટો કરન્સીમાં વેપાર કરશે તો આ બાબતમાં પારદર્શિતા હોવી જોઈએ. તે જાણ કરવી જોઈએ કે આવી વ્યવસાયિક પ્રવૃત્તિઓમાંથી કેટલા નાણાં બનાવાયા છે.
વર્તમાન સમયમાં સરકાર દેશમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ પર કામ કરી રહી છે. આની ટ્રેડિંગ, માઇનિંગ, ટ્રાન્સફર તેમજ હોલ્ડિંગને કાયદાકીય રીતે ગુનો માનવામાં આવી શકે છે. સરકાર આવા બિલ પર કામ કરી રહી છે. આ જાન્યુઆરીથી સરકારના એજન્ડામાં છે, જેમાં સરકાર બિટકોઇન જી ખાનગી આભાસી ચલણ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે. જ્યારે સરકાર પોતાની ડિજીટલ કરન્સી લાવશે. બિલમાં ક્રિપ્ટોકરન્સી ધારકોને આને લિક્વિડેટ કરવા માટે 6 મહિના સુધીનો સમય મળશે, ત્યારબાદ પેનલ્ટી લાગશે.
(સંકેત)