Site icon Revoi.in

બેન્કિંગ ફ્રોડ થયું છે? તો હવે આ રીતે ગણતરીની પળોમાં તમારી રકમ પાછી મળી શકે છે

Social Share

નવી દિલ્હી: સમગ્ર દેશ હાલમાં કોરોનાના સંકટકાળ સામે ઝઝુમી રહ્યો છે ત્યારે બીજી બાજુ રોજબરોજ અનેક લોકો બેન્કિંગ ફ્રોડનો ભોગ બની રહ્યા છે. જેને જોતા હવે દિલ્હી પોલીસે ઑનલાઇન બેંક ફ્રોડનો ભોગ બનેલા લોકોની સહાય કરવા માટે એક હેલ્પલાઇન નંબર બહાર પાડ્યો છે. આ નંબર પર ફરિયાદ કરીને ગણતરીની મિનિટોમાં જ ફ્રોડ દ્વારા ગયેલી રકમ એકાઉન્ટમાં પાછા મેળવી શકાશે.

આપને જણાવી દઇએ કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય તમામ પ્રકારના સાઇબર ક્રાઇમ માટે એક હેલ્પલાઇ નંબર 155260 પર ઑપરેટ કરે છે. ગત વર્ષે નવેમ્બર મહિનામાં દિલ્હી પોલીસની સાઇબર સેલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે મળીને આ હેલ્પલાઇન નંબરને વધુ સક્ષમ બનાવવા માટે પાઇલટ બેઝિઝ પર કામ શરૂ કર્યુ હતું.

આ અંગે સાઇબર સેલના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ અનેશ રોયે જણાવ્યું કે, તેમાં ઓછામાં ઓછા 23 લોકોને તેમના ફ્રોડથી ગયેલા પૈસા પાછા મળ્યા હતા. 23 લોકોને લગભગ 8.11 લાખ રૂપિયા પાછા લેવામાં મદદ મળી છે.

જાણી લો હેલ્પલાઇન નંબર

કેન્દ્રીય ગૃહ મંત્રાલય તેમજ દિલ્હી પોલીસના સાઇબર સેલ દ્વારા જે બહાર પાડવામાં આવેલો હેલ્પલાઇન નંબર છે તે 155260 છે. આપને જણાવી દઇએ કે તમારા પૈસા જે ખાતા કે પછી આઇડી પર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સરકારની 155260 હેલ્પલાઇન તે બેંક કે પછી ઇ સાઇટને અલર્ટ મેસેજ મોકલશે. ત્યારબાદ તમારી રકમ હોલ્ડ પર જતી રહેશે.

આ રીતે કરે છે કામ

જો તમે પણ ફ્રોડનો ભોગ બન્યા હોય તો તમારે સૌથી પહેલા હેલ્પલાઇન નંબર 155260 પર ડાયલ કરવાનું રહેશે. ત્યારબાદ પ્રાથમિક પૂછપરછ તરીકે તમારું નામ, મોબાઇલ નંબર, ફ્રોડના ટાઇમિંગ, બેંક એકાઉન્ટ નંબરની જાણકારી મેળવવાની રહેશે. ત્યારબાદ હેલ્પલાઇન નંબર તમારી જાણકારીને આગળની કાર્યવાહી માટે પોર્ટલ પર મોકલી દેશે. પછી સંબંધિત બેંકને ફ્રોડની જાણકારી આપવામાં આવશે. એકવાર જાણકારી વેરિફાય થયા બાદ ફ્રોડવાળા ફંડને હોલ્ડ પર મૂકાશે. ત્યારબાદ તમારી રકમ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ જશે.

(સંકેત)