- ભારતમાં સોફ્ટવેર માર્કેટ જામ્યું
- વર્ષાંતે 8.2 અબજ ડોલરને વટાવી જશે
- એક IT સેક્ટરની રિસર્ચ ફર્મનો અંદાજ
નવી દિલ્હી: ભારતમાં ધીરે ધીરે સોફ્ટવેરનું માર્કેટ જામી રહ્યું છે. વર્ષ 2021ના અંત સુધીમાં ભારતનું સોફ્ટવેર માર્કેટ 8.2 અબજ ડોલરને વટી જવાનો અંદાજ છે. એક આઇટી સેક્ટરની રિસર્ચ ફર્મે આ અંગે અંદાજ આપ્યો છે.
વર્ષ 2021ના પ્રથમ છ મહિનાના અંતે ભારતનું સોફ્ટવેર માર્કેટ વાર્ષિક સરખામણીએ 15.9 ટકાની વૃદ્વિ સાથે 4 અબજ ડોલરનું થઇ ગયું હતું. જાન્યુઆરી-જૂન 2021 દરમિયાન જાપાન તેમજ ચીનને બાદ કરતા સમગ્ર એશિયા પ્રશાંત ક્ષેત્રના સોફ્ટવેર માર્કેટમાં ભારતમાં હિસ્સો 18.3 ટકા હતો.
માઈક્રોસોફ્ટ, ઓરેકલ અને SAP એ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન ભારતીય બજારમાં તેમની મોખરાની સ્થિતિ જાળવી રાખી હતી.
વર્ષ 2021ના પ્રથમ છ મહિનામા એકંદરે બજારની આવકમાં એપ્લિકેશન્સે 60.9 ટકા યોગદાન આપ્યું હતું, ત્યારબાદ એપ્લિકેશન ડેવલપમેન્ટ એન્ડ ડેપ્લોયમેન્ટ અને સિસ્ટમ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોફ્ટવેરનો હિસ્સો અનુક્રમે 21 ટકા અને 18.1 ટકા હતો. ભારતનુ સોફ્ટવેર માર્કેટ એકંદર વર્ષ 2020થી 2025 દરમિયાન 14 ટકાના વાર્ષિક ચકવૃદ્ધિ દરે વધશે.
નોંધનીય છે કે, સોફ્ટવેર માર્કેટ ઝડપી વૃદ્ધિનો અનુભવ કરી રહ્યાં છે અને આ બજારોમાં વૃદ્ધિ આગામી બે ત્રિમાસિક સુધી ચાલુ રહેવાની અપેક્ષા છે.