1. Home
  2. ગુજરાતી
  3. ભારત GDPમાં 8.8 %ના ગ્રોથ સાથે વર્ષ 2021માં કરશે કમબેક: IMF

ભારત GDPમાં 8.8 %ના ગ્રોથ સાથે વર્ષ 2021માં કરશે કમબેક: IMF

0
Social Share
  • કોરોના મહામારી વચ્ચે ભારતીય અર્થતંત્રના આઉટલૂક પર IMFએ અંદાજ વ્યક્ત કર્યો
  • આ વર્ષે ભારતના GDPમાં 10.3 ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે: IMF
  • વર્ષ 2021માં 8.8 ટકા ગ્રોથ થવાનો અંદાજ પણ IMFએ વ્યક્ત કર્યો

વોશિંગ્ટન:  કોરોના મહામારીને કારણે ભારતીય અર્થતંત્રમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળએ પણ ભારતીય અર્થતંત્ર અંગે અનુમાન વ્યક્ત કર્યું છે. IMFએ કહ્યું કે ભારતના GDPમાં આ વર્ષે 10.3 ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. જો વર્ષ 2021માં 8.8 ટકા ગ્રોથનો અંદાજ છે. અગાઉ જૂન મહિનામાં IMFએ 4.5 ટકા ઘટાડાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.

IMFએ વિશ્વ અથતંત્રને લગતા આઉટલૂકમાં કહ્યું છે આ વર્ષે તમામ ઉભરતા બજાર તથા વિકાસશીલ દેશોના ક્ષેત્રોમાં ઘટાડો થવાની શક્યતા છે. તેમાં ખાસ કરીને ભારત અને ઇન્ડોનેશિયા જેવા અર્થતંત્રોનો સમાવેશ થાય છે, જે કોરોના મહામારીને અંકૂશમાં લેવા માટે સતત પ્રયાસરત છે.

IMF અને વિશ્વ બેન્કની વાર્ષિક બેઠક અગાઉ જાહેર કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે વૈશ્વિકસ્તરે વૃદ્ધિ આ વર્ષે 4.4 ટકા ઘટી શકે છે. જોકે, તે આગામી વર્ષ 2021માં 5.2 ટકા સાથે બાઉન્સ બેક થઈ શકે છે. અમેરિકાના અર્થતંત્ર અંગે પોતાના અંદાજમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ 2020માં 5.8 ટકા ઘટાડો થઈ શકે છે. આગામી વર્ષે તે 3.9 ટકા વૃદ્ધિ નોંધાવી શકે છે.

મોટા અર્થતંત્રોની બાબતમાં ફક્ત ચીનનો GDP પોઝિટિવ રહેવાનો અંદાજ છે. ચીનનો GDP વર્ષ 2020માં 1.9 ટકા વધી શકે છે. IMFએ તેના અહેવાલમાં કહ્યું છે કે અનુમાનમાં સુધારો ફક્ત ભારતને લઈ થઈ શકે છે, જ્યાં GDP બીજા ત્રિમાસિક ગાળામાં અનુમાન કરતા વધારે ગગડ્યો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code