Site icon Revoi.in

IT રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર પરંતુ ટેક્સ ના જમા કરાવવા પર થશે પેનલ્ટી, જાણો વિગત

Social Share

નવી દિલ્હી: સરકારે નવા લૉન્ચ કરેલા ઇન્કમટેક્સ પોર્ટલમાં અનેક તકનિકી ક્ષતિઓ સામે આવી હતી જેને કારણે કરદાતાઓએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ વખતે રિટર્ન ભરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર સુધી વધારવામાં આવી છે. આ સ્થિતિમાં જો તમે 31 ડિસેમ્બર સધી તમારું રિટર્ન ફાઇલ કરો, પણ જો ટેક્સ જમા થયો નથી, તો તમારે દંડ ભરવો પડશે. તે પણ દર મહિને સંપૂર્ણ 1 ટકાના ધોરણે આપવું પડશે. જો કે, આ દંડ તમારા પર આવકવેરાની જવાબદારી 1 લાખથી વધુ હોય ત્યારે જ લાગુ પડશે.

આવકવેરાની જવાબદારી બે રીતે નક્કી થશે. વ્યક્તિગત વ્યવસાય શ્રેણીમાં પ્રથમ આવનાર તેમજ બીજું, તે લોકો જે કોઇ કંપનીમાં કામ કરી રહ્યા છે અને જેમના ટેક્સનું ઑડિટ કરવામાં આવે છે. પહેલાના કિસ્સામાં બાકી ટેક્સ જમા કરવાની અંતિમ તારીખ 31 જુલાઇ છે જ્યારે બીજા કેસમાં 31 ઑક્ટોબર. જો કે, બંને કેસોમાં પેન્ડિંગ ટેક્સની રકમ 1 લાખ રૂપિયાથી વધુ હોવી જોઇએ.

આવકવેરાની કલમ 234A અનુસાર કરવેરાની જવાબદારી સમયસર જમા ન કરવા બદલ તમારા પર દર મહિને 1 ટકા દંડ લાદવામાં આવે છે. આ દંડ તે જ રકમ પર લાદવામાં આવશે જેટલો તમારો ટેક્સ બચ્યો છે.