Site icon Revoi.in

આગામી બજેટમાં નોકરીયાત વર્ગને મળી શકે છે આ મોટી છૂટ, સરકારે કરી તૈયારી

Social Share

નવી દિલ્હી: આ વર્ષના બજેટમાં ખાસ કરીને નોકરીયાત વર્ગને કેન્દ્રમાં રાખીને વિશેષ જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. જેમાં સરકાર પીએફ પર 2.5 લાખની જગ્યાએ હવે 5 લાખથી વધુની રકમ પર ટેક્સ લેશે તેવી શક્યતા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આગામી બજેટમાં સરકાર ટેક્સ ફ્રી પ્રોવિડેંટ ફંડની મર્યાદાને વધારીને 5 લાખ રૂપિયા સુધીની કરી શકે છે. જેમાં સરકાર દ્વારા નવા બજેટમાં આ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. અર્થાત્, પગારદારો એક વર્ષમાં 5 લાખ રૂપિયા સુધીની રકમ પર ટેક્સની છૂટ મેળવી શકશે. તેને કોઇ ટેક્સ ભરવો નહીં પડે.

આપને જણાવી દઇએ કે, ગત વર્ષના બજેટમાં પણ સરકાર દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું હતું કે જેમાં પીએફમાં જમા કરેલા રૂપિયા અને ટેક્સ પર છૂટ કાઢીને આ નિયમ લાગૂ કરવામાં આવ્યો હતો. આ નિયમ અનુસાર એક વર્ષમાં જો કોઇ 2.5 લાખ રૂપિયા જમા કરે તો તેને ટેક્સ નહીં ચૂકવવો પડે. પરંતુ જો 2.5 લાખથી વધુ ટેક્સ રૂપિયા હોય તો તેણે ટેક્સ ચૂકવવો પડશે.

જોકે સરકાર દ્વારા તેમના નિયમમાં બાદમાં ફેરફાર કરવામાં આવ્યો હતો જેમા ટેક્સ ફ્રી ડિપોઝિટ શ્રેણીમાં 5 લાખની રકમ જમા કરવામાં આવી હતી. જોકે આ એવા ફંડ માટે છૂટ આપવામાં આવી હતી. જેમા કંપની દ્વારા કોઈ રકમ જમા કરવામાં નથી આવતી. જો કર્મચારી પોતાની મરજીથી રૂપિયા જમા કરાવે છે તો તેના પર ટેક્સ નથી લાગતો.

મહત્વનું છે કે, હાલ 2.5 લાખની ટેક્સ ફ્રી લિમિટને વધારીને 5 લાખ કરવામાં આવી છે જેનો ફાયદો ઘણો ઓછા લોકોને મળ્યો છે. પરંતુ હવે જે લોકો તેમના જનરલ પીએફમાં વધુમાં વધું રૂપિયા જમા કરાવે છે. તે લોકોને સરકાર મોટી રાહત આપી શકે છે.