Site icon Revoi.in

સેનિટાઇઝરથી અત્યારસુધી 1 લાખ કરોડની નોટ ધોવાઇ, રૂ.2000ની 35360 કરોડ કિંમતની નોટ થઇ ખરાબ: RBI

Social Share

કોરોનાના સંક્રમણથી બચવા માટે સેનિટાઇઝેશનનું ખૂબ જ મહત્વ છે પરંતુ આ જ સેનિટાઇઝેશનને કારણે ચલણી નોટ ખરાબ થઇ છે. એક અહેવાલ મુજબ, કોરોનાને કારણે લોકોએ ચલણી નોટને સેનિટાઇઝ કરતા કુલ 1,11,239 કરોડની કિંમતની નોટ ખરાબ થઇ જવા પામી છે. લોકોએ ચલણી નોટ ધોઇ અને કલાકો સુધી તેને તાપમાં સૂકવી. આ જ કારણોસર આરબીઆઇ સુધી પહોંચનારી ખરાબ નોટોની સંખ્યાએ અત્યાર સુધીનો તમામ રેકોર્ડ તોડી નાંખ્યો છે.

કઇ ચલણી નોટ્સ કેટલી ખરાબ થઇ

RBIના એક અહેવાલ અનુસાર, વર્તમાન વર્ષે રૂ.2000ની 35360 કરોડની 17.68 કરોડ નોટ ખરાબ થઇ. આ સંખ્યા ગત વર્ષની સરખામણીએ 300 ગણી વધારે છે. રૂ.200ની 636 કરોડની કિંમતની 3.18 કરોડ નોટ ખરાબ થઇ. રૂ.500ની 8225 કરોડ કિંમતની 16.45 કરોડ, રૂ.100ની 44793 કરોડ કિંમતની 447.93 કરોડ નોટ ખરાબ થઇ ચૂકી છે.

કોરોના સંકટ દરમિયાન ચલણી નોટથી સંક્રમણ ફેલાય છે તેવો લોકોમાં ડર હતો, જેને કારણે લોકોએ ચલણી નોટને પણ સેનિટાઇઝ કરવાનું શરૂ કર્યું. બીજી તરફ બેંકમાં પણ નોટની થપ્પી પર સંક્રમણથી બચવા માટે સેનિટાઇઝ કરવામાં આવતું હતું.

આ વર્ષે 1 રૂપિયાના સિક્કાનો વપરાશ ઘટ્યો છે. ગત વર્ષે 1 રૂપિયાના 200 કરોડના સિક્કાની માંગ હતી. આ વર્ષે તે ઘટીને માત્ર રૂ.10 કરોડ થઇ ગઇ છે. આનો અર્થ એ થયો કે લોકો હવે દૈનિક આર્થિક લેવડદેવડમાં 1 રૂપિયાના સિક્કાનો નહીવત્ વપરાશ કરે છે અથવા સાવ ઓછો કરે છે.

(સંકેત)