રોકાણકારો માટે માલામાલ થવાની તક, ડિસેમ્બરમાં આવી રહ્યા છે આ 10 IPO, જાણો યાદી
- ડિસેમ્બર મહિનામાં આવી રહ્યાં છે અનેક IPO
- ડિસેમ્બર મહિનામાં 10 કંપનીઓ લાવી રહી છે IPO
- રોકાણકારો માટે કમાણીની મોટી તક રહેશે
નવી દિલ્હી: ઇક્વિટી માર્કેટમાં તેજીનો લાભ લેવા માટે અનેક કંપનીઓ પોતાના IPO લઇને આવી રહી છે. ડિસેમ્બર મહિનામાં પણ 10 કંપનીઓ રૂ. 10,000 કરોડથી વધુના આઇપીઓ માર્કેટમાં લઇને આવી રહી છે. તેથી નિયમિતપણે IPOમાં રોકાણ કરતા લોકો માટે આ એક મહત્વના સમાચાર કહી શકાય. તેઓને કમાણીની સારી તક સાંપડશે.
ગત મહિને પણ જોગાનુજોગ 10 કંપનીઓના આઇપીઓ રજૂ થયા હતા. ડિસેમ્બરની શરૂઆત જ કંપનીઓના આઇપીઓથી થઇ છે. અત્યારે સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ અને ટેગા ઇન્ડસ્ટ્રીઝના આઇપીઓ ખુલ્લા છે. જે કંપનીઓ આ મહિને તેમના IPO લોંચ કરવાની યોજના ધરાવે છે તેમાં rategain travel technologies તેમજ Anand Rathi Wealth Ltd પણ છે.
RateGainનું રૂ. 1,335 કરોડનું પ્રારંભિક શેર વેચાણ 7-9 ડિસેમ્બરના રોજ જાહેર સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને આનંદ રાઠી વેલ્થનો રૂ.660-કરોડનો IPO 2 ડિસેમ્બરે ખુલ્યો છે આ ઉપરાંત IPO લવાનારી કંપનીમાં ગ્લોબલ હેલ્થ લિ.નો સમાવેશ થાય છે, જે મેદાંતા બ્રાન્ડ હેઠળ હોસ્પિટલોનું સંચાલન અને મેનેજમેન્ટ કરે છે, ફાર્મસી રિટેલ ચેઇન મેડપ્લસ હેલ્થ સર્વિસિસ અને હેલ્થિયમ મેડટેક પણ સામેલ છે.
તે ઉપરાંત ડિસેમ્બર મહિનામાં શ્રીરામ પ્રોપર્ટીઝ, મેટ્રો બ્રાન્ડ, AGS ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજીસ, શ્રી બજરંગ પાવર એન્ડ ઇસ્પાત અને VLCC હેલ્થ કેર પણ ડિસેમ્બરમાં આઇપીઓ લઇને આવે તેવી સંભાવના છે.