Site icon Revoi.in

ભાગેડૂ માલ્યા પાસેથી હજુ 11,000 કરોડની વસૂલાત બાકી

Social Share

નવી દિલ્હી: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વડપણ હેઠળના બેન્ક કોન્સોર્ટિઅમ દ્વારા સુપ્રીમ કોર્ટે એક મહત્વની માહિતી આપવામાં આવી છે. કોન્સોર્ટિઅમ દ્વારા માહિતી આપવામાં આવી છે કે ભાગેડૂ ડિફોલ્ટર વિજય માલ્યા પાસેથી 3600 કરોડ રૂપિયાની વસૂલાત થઇ ચૂકી છે પરંતુ હજુ તેની પાસેથી 11,000 કરોડ લેવાના બાકી નીકળે છે.

આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે માલ્યાની યુનાઇટેડ બ્રુઅરીઝ હોલ્ડિંગ્ઝ લિમિટેડ દ્વારા કરાયેલી કર્ણાટક હાઇકોર્ટના ચુકાદાને પડકારતી એક અરજી ફગાવી દીધી હતી. કર્ણાટક હાઇકોર્ટે કિંગફિશર એરલાઇન્સ લિમિટેડનાં બાકી નાણાંની વસૂલાત માટે યુનાઇટેડ બ્રુઅરીઝને સમેટવાના આદેશને બહાલી આપી હતી. તેની સામે યુનાઇટેડ બ્રુઅરીઝે સુપ્રીમમાં અરજી કરી હતી.

 

અગાઉ બેંકો વતી વકીલ મુકુલ રોહતગીએ રજૂઆત કરી હતી કે આર્થિક વિભાગની પાંખ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કંપનીની સંપત્તિને ટાંચમાં લેવી જોઇએ નહીં કારણ કે આ સંપત્તિ પર બેંકોનો બોજો છે અને તેથી બેંકોને તેના પર પહેલો અધિકાર બને છે.

(સંકેત)