- સમગ્ર વિશ્વમાં વર્ચ્યુઅલ કરન્સીનો સતત વધતો ટ્રેન્ડ
- બિટકોઇનની કિંમત 80% વધારા સાથે 15,585 ડોલરની સપાટી વટાવી ગઇ
- નિષ્ણાતો અનુસાર બિટકોઇનનો ભાવ 20,000 ડોલર થવાનું અનુમાન
હાલમાં દુનિયા ડિજીટલ થવા તરફ પ્રયાણ કરી રહી છે તો સાથોસાથ હવે ડિજીટલ કરન્સીનો વ્યાપ અને ટ્રેન્ડ વધ્યો છે. સમયની સાથોસાથ ક્રિપ્ટોકરન્સીનું માર્કેટનું પણ વધી રહ્યું છે. આ વર્ષ દરમિયાન બિટકોઇનની કિંમત 80 ટકા વધારા સાથે 15,585 ડોલરની સપાટી વટાવી ગઇ છે. ગત વર્ષે 25 ઑક્ટોબરના રોજ બિટકોઇન 8560 ડૉલર હતો. વધુમાં અન્ય ક્રિપ્ટોકરન્સી જેવી કે બિનાન્સ કોઇન, પોલ્કાડોટ, ઇથેરિયમ, કાર્ડનાનોમાં 30 થી 100 ટકા ઉછાળો થયો છે.
ફોરેક્સ નિષ્ણાતોએ ડિસેમ્બર-જાન્યુઆરી સુધીમાં બિટકોઇનનો ભાવ 20,000 ડોલર થવાનું અનુમાન લગાવ્યું છે. વિશ્વમાં વર્ચ્યુઅલ કરન્સીની માર્કેટકેપ એક વર્ષ દરમિયાન 114 ટકા એટલે કે 23,944 કરોડ ડોલરે પહોંચ્યું ચે. વર્તમાન સમયે આ માર્કેટકેપ 44,992 કરોડ ડોલરે પહોંચ્યું છે. બિટકોઇનની જંગી વેચવાલીથી આ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે.
આપને જણાવી દઇએ કે વિશ્વના ઘણા દેશોએ હવે બિટકોઇનને મંજૂરી આપવાનું શરૂ કરી દીધું છે. બિટકોઇન ટ્રેડિંગ પ્લેટફોર્મ ક્રેકનના રિપોર્ટમાં બિટકોઇન ફરી 20,000 ડોલરની સપાટી વટાવે તેવી શક્યતા જોવા મળી રહી છે. દર વર્ષે નવેમ્બર મહિના દરમિયાન બિટકોઇનની કિંમત વધી છે અને માસિક રિર્ટન આપ્યું છે.
નોંધનીય છે કે, વર્ષ 2013માં નવેમ્બરમાં બિટકોઈને 451 ટકા, 2014માં 18 ટકા, 2015માં 15 ટકા, 2016માં 2 ટકા, 2017માં 49 ટકા માસિક રિટર્ન આપ્યું છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં જો બિડેનની જીત બાદ વર્ચ્યુઅલ કરન્સીમાં ટ્રેડિંગ એક્ટિવિટી વધી છે.
(સંકેત)