Site icon Revoi.in

દેશમાં સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 3 કરોડથી વધુ નોકરીઓનું સર્જન થયું, ગુજરાત સહિત આ રાજ્યોમાં રોજગારી વધી

Social Share

e દેશમાં કોવિડની બીજી લહેર દરમિયાન અનેક લોકોએ રોજગારી ગુમાવ્યા બાદ હવે ફરીથી રોજગારીમાં વધારો થયો છે. સરકાર દ્વારા સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના રોજગારના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 9 મોટા ક્ષેત્રોમાં કુલ 3.10 કરોડ નોકરીઓનું સર્જન થયું છે. જે એપ્રિલ-જૂન ક્વાર્ટર કરતાં 2 લાખ વધુ છે. શ્રમ મંત્રાલયે આ જાણકારી આપી છે.

શ્રમ મંત્રાલયે જે 9 ક્ષેત્રોના આંકડા જાહેર કર્યા છે તેમાં વેપાર, બાંધકામ, પરિવહન, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, રેસ્ટોરન્ટ, ઉત્પાદન, IT-BPO, નાણાકીય સેવાઓ, બિન-ખેતી ક્ષેત્રો સામેલ છે. શ્રમ મંત્રાલય દ્વારા પ્રથમ રિપોર્ટ એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં જાહેર કરવામાં આવ્યો હતો. 10 થી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓને આ રિપોર્ટમાં આવરી લેવામાં આવી છે.

ઑક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળાની વાત કરીએ તો એમ્પોલઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનએ ઑક્ટોબર 2021માં 12.73 લાખ સબસ્ક્રાઇબર્સ ઉમેર્યા હતા. આ ઓક્ટોબર 2020 કરતાં 10.22 ટકા વધુ છે. ઓક્ટોબર 2021માં કુલ 12.73 લાખ શેરધારકો EPFO સાથે જોડાયા હતા.

રાજ્યોમાં રોજગારના દૃષ્ટિકોણથી જોઇએ તો મહારાષ્ટ્ર, હરિયાણા, ગુજરાત, તામિલનાડુ અને કર્ણાટકમાં કુલ 7.72 લાખ નવા સબસ્ક્રાઇબર્સ ઉમેરાયા છે. આ કુલ નવા સભ્યોના 60.64 ટકા છે. લિંગના આધારે જોઇએ તો ઑક્ટોબર 2021માં નવા નોંધાયેલા સબસ્ક્રાઇબર્સની સંખ્યા 2.69 લાખ હતી જેમાં 21.41 ટકા મહિલાઓ હતી.