- કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક ભેટ
- હવે હાઉસ બિલ્ડિંગ એડવાન્સ સ્કીમને પણ માર્ચ 2022 સુધી વધારી દીધી છે
- કેન્દ્ર સરકારના કર્મચારીઓને થશે લાભ
નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખે બખ્ખા છે. કેન્દ્ર સરકારે જુલાઇ 2021 માટે મોંઘવારી ભથ્થુ, મોંઘવારી રાહતની સાથે હાઉસ રેન્ટ એલાઉન્સમાં પણ વધારો કર્યો હતો. ત્યારબાદ હવે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસ બિલ્ડિંગ એડવાન્સ સ્કીમને પણ માર્ચ 2022 સુધી વધારી દીધી છે. એટલે કે કોઇ સરકારી કર્મચારી પોતાનું ઘર ખરીદવા ઇચ્છે છે તો તેને માર્ચ 2022 સુધી સસ્તા દરે હોમ લોનની સુવિધા મળશે.
પ્રાપ્ત જાણકારી અનુસાર કેન્દ્ર હાઉસ લ્ડિંગ એડવાન્સ સ્કીમ હેઠળ મળવાપાત્ર લાભને 31 માર્ચ, 2022 સુધી વધારી દેવામાં આવ્યો છે. તે હેઠળ સરકાર કેન્દ્રીય કર્મીઓને 7.9 ટકાના દરે હોમ લોન ઉપલબ્ધ કરાવી રહી છે.
કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને House Building Advance આપે છે. તેનાથી કર્મચારી ખુદ કે પોતાની પત્નીના પ્લોટ પર ઘર બનાવવા માટે એડવાન્સ લઈ શકે છે. આ યોજના 1 ઓક્ટોબર 2020ના શરૂ થઈ હતી અને તે હેઠળ 31 માર્ચ 2022 સુધી કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને 7.9 ટકા વ્યાજ પર હાઉસ બિલ્ડિંગ એડવાન્સ આપે છે.
7માં પગાર પંચની ભલામણો અને HBA નિયમો પ્રમાણે કર્મચારી નવા મકાનના નિર્માણ કે નવા ઘર-ફ્લેટ ખરીદવા માટે 34 મહિનાની બેસિક સેલેરી, વધુમાં વધુ 25 લાખ રૂપિયા કે મકાનની કિંમત કે પછી એડવાન્સ ચુકવવાની ક્ષમતામાંથી જે ઓછુ હોય એટલું અમાઉન્ટ એડવાન્સ લઈ શકે છે. એડવાન્સ પર 7.9 ટકા વ્યાજ લાગે છે. 5 વર્ષની સતત સેવા આપનાર અસ્થાયી કર્મચારી પણ આ સુવિધાનો ફાયદો લઈ શકે છે.