- કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર
- જૂન સુધીમાં મળી શકે છે મોંઘવારી ભથ્થામાં વધારો
- મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો મળી શકે છે
નવી દિલ્હી: કોરોનાના આ કપરા કાળમાં કેન્દ્રીય કર્મચારીઓને એક સારા સમાચાર મળી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓને સાતમાં પગારપંચ અંતર્ગત મોંઘવારી ભથ્થામાં વધારો મળી શકે છે. જેસીએમની નેશનલ કાઉન્સિલ અનુસાર જૂન 2021 અથવા ત્યારબાદ DAમાં વધારાની અપેક્ષા રાખી શકાય છે. આ વર્ષે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થઇ શકે છે.
જેસીએમની નેશનલ કાઉન્સિલના સ્ટાફ સાઇડ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રા અનુસાર કાઉન્સિલ આ અંગે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ અને કર્મચારી વિભાગ સાથે વાટાઘાટો કરી રહી છે. કોરોનાની લહેરના પ્રકોપ વધતા નિર્ણય થોડા સમય માટે મુલવતી રખાયો હતો પરંતુ હવે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ અને પેન્શનર્સનું DR જૂનથી કે ત્યારબાદથી વધે તેવી સંભાવના છે.
કેટલું વધશે મોંઘવારી ભથ્થુ
મોંઘવારીના સરેરાશ દરને ધ્યાનમા રાખીએ કે તે બેઝિક સેલેરીના ઓછામાં ઓછા 4 ટકા થઇ શકે છે. તેમજ આ વખતે કર્મચારીઓને ત્રણ હપ્તામાં મોંઘવારી ભથ્થું મળી શકે છે.
LTC હેઠળ મોટી રાહત
સરકારે LTC યોજના હેઠળ લિવ ટ્રાવેલ કન્સેશન હેઠળ કર્મચારીઓને રાહત આપી છે. સરકારે આ વિશેષ કેશ પેકેજ યોજનાની છેલ્લી તારીખ હવે 31 મે સુધી લંબાવી છે. આ કિસ્સામાં કર્મચારીઓને બિલ જમા કરાવવા વધુ સમય મળશે. આ યોજનામાં કેન્દ્રીય કર્મીઓને ચાર કેલેન્ડર વર્ષ વચ્ચેની બે ટ્રીપના ખર્ચ પર ટેક્સ છૂટ મળે છે.
(સંકેત)