Site icon Revoi.in

સરકારી કર્મચારીઓ-પેન્શનર્સ માટે ખુશીના સમાચાર, જુલાઇ મહિનાથી મળશે પગારવધારો

Social Share

નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીના સમાચાર છે. ટૂંક સમયમાં તેઓને નવા મોંઘવારી ભથ્થાનો લાભ પ્રાપ્ત થશે. આ સાથે, મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં ઉમેરવામાં આવશે. જેના કારણે તેમના માસિક પગારમાં વધારો થશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કેન્દ્ર સરકાર સાતમાં પગારપંચ હેઠળ 1 જુલાઇ, 2021થી 52 લાખ કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનર્સને મંજૂર થયેલા ડ્રેસનેસ એલાઉન્સનો લાભ આપવા જઇ રહી છે. આ દરખાસ્ત કોરોના મહામારીને કારણે ગત વર્ષથી અટવાઇ છે. પરંતુ તાજેતરમાં સરકારે આગામી મહિનાથી સંસદમાં મોંઘવારી ભથ્થુ અને ડીયરનેસ અલાઉન્સ આપવાની પુષ્ટિ કરી છે. ડીએ 11 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવી શકે છે.

હાલમાં કર્મચારીઓને મૂળ વેતનના 17 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે. જો જુલાઇથી ડી.એ.માં વધારો થાય છે, તો જાન્યુઆરીથી જૂન 2020 સુધી બાકી રહેલા ડી.એ.માં કુલ 11 ટકાનો વધારો છે.

સાતમા પગાર પંચ અંતર્ગત, કર્મચારીના પગારમાં ત્રણ આવશ્યક ચીજોનો સમાવેશ થાય છે, જેમાં મૂળભૂત પગાર, ભથ્થું અને કપાત તેનો ભાગ છે. પે મેટ્રિક્સ મુજબ કર્મચારીઓનું લઘુતમ બેઝિક પગાર 18,000 રૂપિયા છે. દર મહિને રૂ. 2,700 સીધી મૂળભૂત પગારમાં વધારો કરવામાં આવશે. આ વધારા સાથે કર્મચારીઓના કુલ મોંઘવારી ભથ્થામાં વાર્ષિક ધોરણે આશરે રૂ .32,400 નો વધારો થશે.