Site icon Revoi.in

કોવિડ ઇફેક્ટ: દેશમાં 95 ટકા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ વિલંબિત થયા

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીના સમયગાળામાં જ્યારે દેશના અર્થતંત્રને ફટકો પડ્યો છે ત્યારે બીજી તરફ દેશના રિયલ એસ્ટેટ સેક્ટરને પણ મંદીનું ગ્રહણ લાગ્યું છે. ક્રેડાઇના સર્વે અનુસાર સમગ્ર દેશમાં આશરે 95 ટકા જેટલા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ વિલંબિત થઇ શકે છે. આ જ વિલંબને કારણે તેનો ખર્ચ પણ વધે તેવી સંભાવના છે. ડેવલપર્સ સરકાર અને RBI તરફ રાહતના ઉપાયોની આશા રાખી રહ્યા છે જેથી પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વિલંબ ના થાય.

રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં વિલંબ પાછળ અનેક પરિબળો હોવાનું ક્રેડાઇના રિપોર્ટમાં કહેવાયું છે. જેમાં 92 ટકા ડેવલપર્સ સાઇટ પર શ્રમિકોની અછતનો સામનો કરી રહ્યા છે. 83 ટકા ડેવલપર્સ અડધાથી પણ ઓછા શ્રમિકો સાથે કામ કરી રહ્યા છે. 82 ટકાથી વધુ ડેવલપર્સ પ્રોજેક્ટમાં મંજૂરી નહીં મળવાને કારણે વિલંબનો સામનો કરી રહ્યા છે.

રિયલ એસ્ટેટ સેક્ટરે થોડા રાહત ઉપાયો છતાં પ્રથમ લહેરમાં અન્ય સમસ્યાઓનો સામનો કર્યા બાદ ઠીક રિકવરી હતી તેવું ક્રેડાઇ નેશનલનાં પ્રમુખ હર્ષવર્ધન પાટોડિયાએ જણાવ્યું હતું. જો કે બીજી લહેરે રિયલ એસ્ટેટ ઉદ્યોગના વિકાસમાર્ગને ફરીથી સમીક્ષા કરવા માટે મજબૂર કર્યો છે.

અમારા તારણો અનુસાર બીજી લહેરનો પ્રથમ લહેરની સરખામણીએ રિયલ એસ્ટેટ સેક્ટર પર વધુ નકારાત્મક પ્રભાવ પડયો છે. આ ઉપરાંત સ્ટીલ અને સિમેન્ટ સહીત નિર્માણ સામગ્રીની કિંમતોમાં આવેલ તેજી જેવા કારણોથી 88 ટકાથી વધુ ડેવલપર્સનો કન્સ્ટ્રક્શન કોસ્ટ 10 ટકા જેટલો વધ્યો છે તેવું ક્રેડાઇના પ્રમુખે જણાવ્યું હતું.