Site icon Revoi.in

આ રીતે તમે 819 રૂપિયાનો ગેસ સિલિન્ડર માત્ર 119 રૂપિયામાં મેળવી શકો છો

Social Share

નવી દિલ્હી: મોંઘવારીએ જનતાની કમર તોડી નાખી છે. એક તરફ પેટ્રોલના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે બીજી તરફ ઘરેલૂ ગેસના સતત વધતા ભાવે પણ સામાન્ય જનતાની કમર તોડી નાંખી છે. આ વર્ષે ઘરેલુ ગેસ સિલિન્ડર 125 રૂપિયા સુધી મોંઘા થયો છે. દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળો જે સિલિન્ડર વર્ષ જાન્યુઆરીમાં 649 રૂપિયામાં મળતો હતો, આજે તેની કિંમત 819 રૂપિયા થઇ ગઇ છે. એવામાં ડિજીટલ પેમેન્ટ એપ બેઝ્ડ કંપની પેટીએમ એક ખાસ ઓફર લઇને આવ્યા છે. આ ઓફર હેઠળ તમને 819 રૂપિયાવાળો એલપીજી 119 રૂપિયામાં મેળવી શકો છો. એટલે કે 700 રૂપિયાની તમે બચત કરી શકો છો.

જો તમે પણ તેનો ફાયદો ઉઠાવવા માંગો છો તો તમારી પાસે Paytm એપ હોવી જરૂરી છે. જ્યારે તમે Paytm એપ વડે પહેલીવાર LPG સિલિન્ડર બુક કરશો અને પેમેન્ટ પણ એપ વડે કરશો તો ઓફર હેઠળ તમને 700 રૂપિયાનું કેશબેક મળી જશે. જ્યારે તમે પેમેન્ટ કરશો તો તમને એક સ્ક્રેચ કાર્ડ મળશે, જેને સ્ક્રેચ કરતાં આ ઓફર જોઇ શકો છો. જો તમે સ્ક્રેચ કાર્ડ ઓપન નથી કર્યું તો તમે તેને પછી પણ પેટીએમ એપમાં કેશબેક અને ઓફર્સ સેક્શનમાં જઇને જોઇ શકો છો અને પછી સ્ક્રેચ કરીને લાગૂ કરી શકો છો.

આ રીતે કરો Paytm વડે  LPG સિલિન્ડરનું બુકિંગ
જો તમે આ ઓફરનો ફાયદો ઉઠાવવા માંગો છો તો સૌથી પહેલાં તમારી પાસે ફોનમાં Paytm App હોવી જોઇએ.
હવે ફોન પર Paytm App ખોલો.
ત્યારબાદ ‘Recharge and Pay Bills’ સેક્શન પર જાવ.
તમને  ‘Book a Cylinder’ ઓપશન લખેલું જોવા મળશે તેના પર ક્લિક કરો.
તમારા LPG સર્વિસ પ્રોવાઇડરને સિલેક્ટ કરો, જે ભારત ગેસ, એચપી ગેસ અથવા ઇંડેન હશે.
ત્યારબાદ રજિસ્ટર્દ મોબાઇલ નંબર અથવા તમારું LPG ID એન્ટર કરો.
ત્યારબાદ તમારે પેમેન્ટ કરવાનો ઓપ્શન જોવા મળશે
હવે પેમેન્ટ કરતાં પહેલાં ઓફર્સ પર જાવ અને ત્યાં ‘FIRSTLPG’ પ્રોમો કોડ નાખો, અને ત્યારબાદ પેમેન્ટ કરો.

સામાન્ય રીતે ગેસ બુકિંગ કરીને 24 કલાકની અંદર તમને સ્ક્રેચ કાર્ડ મળી જશે. આ સ્ક્રેચ કાર્ડને 7 દિવસમાં ઉપયોગ કરવું પડશે. અહીં તમે સ્ક્રેચ કાર્ડને સ્ક્રેચ કરવાનું ભૂલી જાવ છો તો Cashback and Offers વાળા સેક્શનમાં જઇને પછી તેનો ઉપયોગ કરી શકો છો. આ ઓફર ફક્ત 31 માર્ચ 2021 સુધી જ છે, એટલે કે ફક્ત ત્રણ દિવસ બાકી છે આ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે.

(સંકેત)