જ્ઞાનોદય એ ઓનલાઇન શિક્ષણમાં અદાણી ફાઉન્ડેશનની પહેલ છે
અમદાવાદ, ૧૨ જાન્યુઆરી ૨૦૨૨: ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં શિક્ષણમાં ક્રાંતિકારી પરિવર્તનના સંકેતરુપ પહેલ કરી ગોડા જિલ્લામાં અમલી બનાવવામાં આવેલ ઓનલાઇન શિક્ષણના જ્ઞાનોદય પ્રોજેક્ટને ઈ-ગવર્નન્સ માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. કેન્દ્રના વિજ્ઞાન અને પ્રદ્યોગિકી રાજ્ય મંત્રી ડો.જીતેન્દ્રસિંઘ અને તેલંગાણાના શહેરી વિકાસ મંત્રી કેટી રામા રાવના પ્રમુખપદ હેઠળ મળેલ હૈદરાબાદમાં મળેલી 24મી નેશનલ ઈ-ગવર્નન્સ પરિષદના એવોર્ડ સમારોહમાં ગોડ્ડાના એસડીઓ ઋતુરાજ અને અદાણી ફાઉન્ડેશનના સીએસઆર પ્રોજેક્ટની ટીમને ટ્રોફી, પ્રશસ્તિપત્ર અને રૂ.એક લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.
કોવિડની મહામારી દરમિયાન શિક્ષણમાં અભિનવ પરિવર્તનને આ એવોર્ડથી સન્માન મળે છે. નોંધપાત્ર છે કે અદાણી ફાઉન્ડેશન દ્વારા જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ સ્માર્ટ ક્લાસિસ મારફત વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ પુરુ પાડવામાં આવે છે. કોરોના મહામારીના કપરા સમયમાં જ્ઞાનોદય એપ અને મોબાઇલ શિક્ષણ માટે જ્ઞાનોદય રથના નૂતન પ્રયોગ મારફત વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે પ્રવૃત્ત રાખવાનો પ્રયોગ ખૂબ અસરકારક પુરવાર થયો છે.
ઝારખંડના ગોડૃા જિલ્લાના ગ્રામિણ વિદ્યાર્થીઓને વધુ કાર્યદક્ષતાથી શિક્ષણ આપવામાં મદદરુપ થવા માટે ઓન લાઇન શિક્ષણ માટે જ્ઞાનોદય પ્રોજેક્ટ અદાણી ફાઉન્ડેશનની પહેલ છે. ગોડ્ડા જિલ્લા વહીવટી તંત્ર અને ઇકોવેશન પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી અદાણી ફાઉન્ડેશન સ્માર્ટ ક્લાસરૂમો મારફત અત્યાધુનિક પરસ્પર અસરકારક અભ્યાસક્રમ પુરો પાડી રહ્યું છે, જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ-૪ મતલબ ગુણવત્તાયુક્ત શિક્ષણના વ્યાપને વિસ્તારે છે.
જ્ઞાનોદયનું ધ્યાનાકર્ષક અને હૃદય સ્પર્શી પાસું એ છે કે તેનાથી શિક્ષણમાંથી ડ્રોપ આઉટનો દર થંભી ગયો છે અને હાજરીના દરમાં વધારો થતા પરિક્ષાઓના પરિણામોમાં વિદ્યાર્થીઓનો જોવા મળતો દેખાવ જ્ઞાનોદયની સફળતાનો સાક્ષી બન્યો છે. ગોડ્ડા જિલ્લાની ૨૭૬ શાળાઓના ૭૦ હજાર વિદ્યાર્થીઓને સ્પર્શેલો આ પ્રોજેકટ ૨૦૧૮માં શરુ કરવામાં આવ્યો છે. ગોડા જિલ્લામાં ૨૦૧૯-૨૦ની ધો.૧૦ની પરીક્ષામાં ઉત્તીર્ણની ટકાવારી ૭૫ ટકાએ પહોંચી હતી જે ૨૦૧૮-૧૯ ના ૬૬ ટકા અને ૨૦૧૭-૧૮ના ૫૦ ટકાની તુલનાએ ધરખમ સુધારો દર્શાવે છે. આ પહેલ અંતર્ગત ૩૩૦ શાળાઓમાંથી શિક્ષકોને પણ ૨૦૨૧-૨૨ના ચાલુ વર્ષ માટે સજ્જ કરવા તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. આ જિલ્લાના વિદ્યાર્થીઓએ મેળવેલા શિક્ષણના પરિણામોથી પ્રભાવિત થઇને રાજ્ય સરકારે જ્ઞાનોદય મોડેલનો સમગ્ર ઝારખંડ રાજ્યમાં અમલી બનાવવા નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનિય છે કે ૧૯૯૬માં સ્થાપવામાં આવેલા અદાણી ફાઉન્ડેશનની સમાજોત્થાનની ક્ષિતિજ વિવિધ ક્ષેત્રના તજજ્ઞોની ટીમ સાથે દેશના ૧૮ રાજયો અને ૨૪૧૦ નગરો અને ગામડાઓ સુધી વિસ્તરી છે. જે લોક કલ્યાણના અવનવા આયામો અમલમાં મૂકીને લોકોને તેની સાથે જોડે છે. ૩૦ લાખ ૬૭ હજારથી વધુ લોકોની જીંદગી સાથે જોડાઇને શિક્ષણ, જન આરોગ્ય, લાંબા ગાળાના જીવન નિર્વાહ વિકાસ અને આંતર માળખાકીય વિકાસ એવા ચાર ક્ષેત્રો ઉપર લક્ષ્ય કેન્દ્રીત કરવા સાથે ગ્રામ્ય અને શહેરી સમાજના લાંબાગાળાના વિકાસ અને સંમિલ્લીત વૃધ્ધિ સાથે સામાજીક મૂડીનું સર્જન કરવાની દીશામાં પૂરી સંવેદનશીલતા સાથે અદાણી ફાઉન્ડેશન આગળ વધી રહ્યું છે.