Site icon Revoi.in

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ: નાણાંકિય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળાનાં એકંદર પરિણામો

Social Share

અમદાવાદ તા. 12 સપ્ટેમ્બર, 2020: અદાણી જૂથના હિસ્સારૂપ  અદાણી ગ્રીન લિમિટેડે  તા. 30 જૂન, 2020ના રોજ પૂરા થતાં પ્રથમ ત્રિમાસિક ગાળાનાં પરિણામો આજે જાહેર કર્યાં છે.  ત્રમાસિક ગાળાની કામગીરી નીચે મુજબ રહી છે.

સંચાલનલક્ષી કામગીરી

વિગત Q1 FY21 Q1 FY20 તફાવત ટકામાં
કુલ ચોખ્ખી નિકાસ 1,382 1,114 24%
–          સૌર 1,181 1,058 12%
–          પવન 201 56 259%
સૌર CUF (%) 24.8% 25.3% NA
પવન (WIND)CUF (%) 40.1% 35.8% NA

નાણાંકીય કામગીરી (રૂ. કરોડમાં)

વિગત Q1 FY21 Q1 FY20 % Change
કુલ આવક 878 675 30%
વીજ પુરવઠાની આવક 609 551 10%
વીજ પુરવઠામાં વ્યાજ, ઘસારા અને વેરા પૂર્વેની કમાણી 555 495 12%
ઉર્જાના વેચાણમાંવ્યાજ, ઘસારા અને વેરા પૂર્વેની કમાણી (%)માં 91% 90%
રોકડ નફો 232 213 9%

અહેવાલના ત્રિમાસીક ગાળા દરમ્યાનની અન્ય વિશેષતાઓ

કંપનીનાં ત્રિમાસિક પરિણામો અંગે પ્રતિભાવ આપતાં અદાણી ગ્રીન એનર્જીના ચેરમેનશ્રી ગૌતમ અદાણી જણાવે છે કે  “સ્વચ્છ અને ગ્રીન ટેકનોલોજીની  દેશ-વિદેશમાં વધતી જતી માંગને કારણે દેશમાં ગ્રીન એનર્જીનાં કામ કાજ વધ્યાં છે અને અમે આ પરિવર્તન માટે સજજ છીએ.  આજે પર્યાવરણ અને અર્થતંત્ર એક બીજા સાથે હાથ મિલાવીને ચાલે છે અને સંસ્થાના ધ્યેયોને રાષ્ટ્રના ધ્યેય સાથે એકરૂપ કરવામાં આવ્યા છે.  આ મજલ માટે અમે જે સુનિશ્ચિત કદમ ઉઠાવ્યાં છે તે દરેક વળાંકે ઈએસજી ધ્યેય હાંસલ કરવા માટેની ગણત્રી મુજબનાં છે.  અહેવાલના 6માસિક ગાળામાં અમે વિશ્વની સૌથી મોટી સોલાર બીડ હાંસલ કરીને ગ્લોબલ રિન્યુએબલ ક્ષેત્રે અમારૂ સ્થાન મજબૂત બનાવ્યુ છે અને અમે મર્કેમ કેપિટલે અમને વિશ્વના સૌથી મોટા સોલાર પારવર ડેવલપર તરીકેનુ રેંકીંગ આપ્યુ છે.”

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના એમડી ને સીઈઓ શ્રી વિનીત જૈન જણાવે છે કે “કંપનીનાં પ્રથમ ત્રિમાસિક ગાળાનાં પરિણામો કોવિડ-19 મહામારીની પરિસ્થિતિ  વચ્ચે પણ મજબૂતી દર્શાવે છે. અમારા તમામ પ્લાન્ટમાં અમે સંચાલન કામગીરી સામાન્ય રાખી શક્યા છીએ. અને અમારો સ્ટાફ કટોકટીભરી સ્થિતિમાં પણ સતત નિષ્ઠાથી કામ કરતો રહ્યો તેના કારણે અમે આવશ્યક સેવા તરીકે  વીજળીનો પુરવઠો જાળવવાની કામગીરી બજાવી શક્યા છીએ. અમારી તમામ સાઈટ ઉપર નિર્માણની કામગીરી ચાલુ રાખી શકાઈ હતી અને એમાં વૃધ્ધિ કરી શકાઈ હતી.  અમે અમારી નિર્માણ પ્રવૃત્તિ અમારા તમામ કર્મચારીઓની સલામતિની સાવચેતી  રાખીને ચાલુ રાખવા માટે આશાવાદી છીએ. ”

અમે કેપિટલ મેનેજમેન્ટની શિસ્તબધ્ધ વિચારધારાને અનુસરીએ છીએ અને અમારી પાસે સ્થાનિક બેંકો અને નાણાં સંસ્થાઓના વિવિધીકરણ ધરાવતા નાણાંકીય સ્ત્રોતો છે. આ કારણે અમે અમારી લક્ષિત વિસ્તરણની કામગીરી કોઈપણ અવરોધ વગર પૂરી કરી શકીએ છીએ.

અત્યાર સુધીના સૌથી મોટો કુલ 9 GW નો સોલાર ડેવલપમેન્ટ બીડ હાંસલ કરીને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ વિશ્વની સૌથી મોટી સોલાર કંપની બનવાની દિશામાં આગળ ધપી રહી છે અને તેની સાથે સાથે કંપની વર્ષ 2025 સુધીમાં 25 GWરિન્યુએબલ એનર્જીની ક્ષમતાકાર્યરત  કરવાની દિશામાં આગળ વધવા કટીબધ્ધ  છીએ.

અમે ઝડપી ગતિથી અમારી મજલ આગળ ધપાવવા માટે આશાવાદી છીએ અને ભારતના સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલમાં યોગદાન આપવા કટીબધ્ધ છીએ.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અંગે:

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL; NSE: ADANIGREEN; BSE: 541450), એ વિવિધીકરણ ધરાવતા અદાણી જૂથનો હિસ્સો છે અને હાલમાં તેની કામગીરીમાં  14GW ક્ષમતાનાસંચાલન, બાંધકામ અને એનાયત થયેલા વીન્ડ અને સોલર પાર્કસનો સમાવેશ થાય છે.  અને તે યુટીલીટી સ્કેલના  ગ્રીડ કનેકટેડ સોલર અને વીન્ડ ફાર્મ પ્રોજેકટસન માલીકી, સંચાલન  અને માવજતની કામગીરી કરે છે આ કારણે તે વિશ્વની સૌથી મોટી સોલાર એનર્જી કંપની બની છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ગ્રાહકોમાં નેશનલ થર્મલ પાવર કોર્પેરેશન(એનટીપીસી) અને સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડીયા (એસઈસીઆઈ) નો વિવિધ રાજ્યોની વીજવિતરણ કંપનીઓ નો  સમાવેશ થાય છે.