- અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે 205 મેગા વોટની કાર્યરત સોલાર એસેટ તેના ટોટલ સાથેના સંયુક્ત સાહસને રૂ.1632 કરોડની એન્ટરપ્રાઈઝ વેલ્યુથી તબદીલ કરી
- આ હસ્તાંતરણને કારણે સંયુક્ત સાહસ હેઠળનો કુલ ઓપરેટીંગ રિન્યુએબલ પોર્ટફોલિયો 2,353 મેગાવોટનો થયો
- ટોટલે આ સોદાના સંદર્ભમાં રૂ.310 કરોડનું સંયુક્ત સાહસમાં રોકાણ કર્યું
- અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે આ મહિનાની શરૂઆતમાં એસ્સેલ ગ્રુપ પાસેથી એસેટસ હસ્તગત કરવાની કામગીરી પૂર્ણ થયાની જાહેરાત કરી હતી
અમદાવાદ, તા.16 ઓક્ટોબર, 2020: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (એજીઈએલ) અને ટોટલ એસએ (ટોટલ) ભારતમાં 50:50 ટકાના પ્રમાણમાં ભાગીદારી સાથે 2148 મેગાવોટ સોલર પાવર એસેટસ સંયુક્ત સાહસની રચના કરી હતી. જેની સ્થાપના રૂ.17,385 કરોડની એન્ટરપ્રાઈઝ વેલ્યુ સાથે એપ્રિલ, 2020 કરવામાં આવી હતી. આ સંયુક્ત સાહસે આજે રૂ.1632 કરોડની એન્ટરપ્રાઈઝ વેલ્યુ ધરાવતું 250 મેગાવોટની કાર્યરત સોલર એસેટ તબદીલ કરીને સંયુક્ત કરાર મુજબ વધુ એક હસ્તાંતરણ પૂર્ણ કર્યું છે. આ હસ્તાંતરણ સાથે સંયુક્ત સાહસનો કુલ ઓપરેટીંગ રિન્યુએબલ પોર્ટફોલિયો 2353 મેગાવોટનો થાય છે.
ટોટલે તેના પેટા કંપની મારફતે આ સંયુક્ત સાહસના નવા હસ્તાંતરણમાં 50 ટકા હિસ્સા માટે રૂ.310 કરોડનું રોકાણ કર્યું છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે અગાઉ તા.1 ઓક્ટોબર, 2020ના રોજ એસ્સેલ ગ્રુપની આ એસેટસ હસ્તગત કર્યાની જાહેરાત કરી હતી. આ એસેટસ પંજાબ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં આવેલી છે. આ તમામ એસેટસ વિવિધ રાજ્યોની વીજ વિતરણ કંપનીઓ સાથે લાંબા ગાળાના વીજ ખરીદીના કરાર (પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ) ધરાવે છે. આ પોર્ટફોલિયો સરેરાશ 21 વર્ષનો પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ ધરાવે છે.
આ સોદા મારફતે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને ટોટલે રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રે સંયુક્ત સાહસના પ્લેટફોર્મની વૃધ્ધિ માટેની પોતાની ભાગીદારી ઘનિષ્ટ બનાવવાની કટિબધ્ધતા વ્યકત કરી છે. આ એસેટ્સથી આ સંયુક્ત સાહસ જે રાજ્યોમાં કામગીરી ધરાવે છે ત્યાં તેના હાલના પોર્ટફોલિયોમાં વૃધ્ધિ થઈ છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ સંચાલનની મજબૂત નિપુણતા ધરાવે છે અને તેના સંયુક્ત સાહસના ભાગીદારને મૂલ્ય પૂરૂં પાડે છે.
અદાણી જૂથના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે “ભારત વિશ્વમાં ક્લિન એનર્જીના આકર્ષક બજાર તરીકે તેનું સ્થાન આગળ ધપાવી રહ્યું છે. અમે ટોટલ સાથેની અમારી ભાગીદારી વિસ્તારતાં આનંદ અનુભવીએ છીએ અને તેમની સાથે અમારા રિન્યુએબલ સંયુક્ત પ્લેટફોર્મને આગળ ધપાવવા કટિબધ્ધ છીએ. અમારૂં આ કદમ વર્ષ 2025 સુધીમાં 25 GWની રિન્યુએબલ પાવર ક્ષમતા ઉભી કરીને વર્ષ 2030 સુધીમાં વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ પાવર કંપની બનવાની મહેચ્છાને અનુરૂપ છે.”
અદાણ ગ્રીન એનર્જી લિમિટેડ અંગેઃ
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ એ અદાણી ગ્રુપનો હિસ્સો છે અને તે 14 GWના કાર્યરત નિર્માણ હેઠળના અને એવોર્ડેડ રિન્યુએબલ પાવર પ્રોજેક્ટસનો પોર્ટફોલિયો ધરાવે છે. અદાણી ગ્રીન એનર્જી લિ.ને મર્કોમ કેપીટલ દ્વારા વિશ્વની #1 ગ્લોબલ સોલર પાવર એસેટસના માલિક તરીકેનો દરજ્જો એનાયત કરવામાં આવ્યો છે. કંપની વર્ષ 2025 સુધીમાં 25 GW સુધીની રિન્યુએબલ પાવર ક્ષમતા હાંસલ કરવાનો ઉદ્દેશ ધરાવે છે અને ભારતના COP21 ધ્યેયમાં યોગદાન આપવા માટે કટિબધ્ધ છે.
ટોટલ અંગેઃ
ટોટલ એસ.એ. એ વ્યાપક કામગીરી ધરાવતી એનર્જી કંપની છે અને બળતણ, નેચરલ ગેસ અને વિજળીનું ઉત્પાદન અને માર્કેટીંગ કરે છે. ટોટલના 1 લાખ કર્મચારીઓ વધુમાં વધુ લોકોને વધુ પોસાય તેવા દરની, વધુ ભરોંસાપાત્ર, સ્વચ્છ અને પ્રાપ્ય ઉર્જા પૂરી પાડવા માટે કટિબધ્ધ છે. 130 કરતાં વધુ દેશોમાં સક્રિય આ કંપની ઉર્જા ક્ષેત્રની ટોચની જવાબદાર કંપની બનવાની મહેચ્છા ધરાવે છે.