- સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો
- પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સમાં 229 પોઇન્ટનો ઉછાળો નોંધાયો
- અદાણીના શેર્સમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો
- અદાણી પોર્ટ્સ અને અદાણી એન્ટરપ્રાઇઝના શેર્સમાં તેજી નોંધાઇ
મુંબઇ: સપ્તાહના અંતિમ કારોબારી દિવસ દરમિયાન શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે પ્રારંભિક કારોબાર દરમિયાન BSE સૂચકાંક સેન્સેક્સ (Sensex) 229.2 અંક એટલે કે 0.44 ટકા વધીને 52,552.53 પર ખૂલ્યો હતો.
સેન્સેક્સ ઉપરાંત NSE નિફ્ટીમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. NSE નિફ્ટી 59.20 અંક એટલે કે 0.38 ટકાના વધારાની સાથે 15,750ના સ્તર પર ખૂલ્યો હતો. કારોબાર દરમિયાન મુખ્યત્વે IT તેમજ બેન્કિંગ શેર્સમાં તેજી જોવા મળી હતી. આ પહેલા વીકલી એક્સપાયરીના દિવસે સેન્સેક્સ 176.65 અંક એટલે કે 0.34 ટકાના ઘટાડાની સાથે 52323.33 પર બંધ થયો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ગુરુવારના કારોબારના અંતે 76.10 અંક એટલે કે 0.48 ટકા તૂટીને 15691.40ના સ્તરે બંધ થયો હતો.
દિગ્ગજ શેર્સની સ્થિતિ
કારોબાર દરમિયાન જે શેર્સનું ટ્રેડિંગ ગ્રીન સિગ્નલમાં થયું હતું તેમાં અદાણી પોર્ટ્સ, બજાજ ઑટો, હિંદુસ્તાન યૂનિલીવર, ભારતી એરટેલ અને ગ્રાસિમના શેર્સ સામેલ છે.
સેક્ટોરલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો, આજે FMCG, ફાઇનાન્સ સર્વિસીઝ અને પ્રાઇવેટ બેંક સિવાયના દરેક સેક્ટર્સ લાલ નિશાન પર બંધ થયા હતા. તેમાં IT, પીએસયૂ બેંક, ફાર્મા, મેટલ, ઑટો, બેંક, રિયલ્ટી અને મીડિયા સામેલ છે.
અદાણીના શેર્સમાં જબરદસ્ત ઉછાળો
આજના કારોબારના દિવસ દરમિયાન અદાણીના બે પ્રમુખ શેર્સમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન અદાણી એન્ટરપ્રાઇઝના શેર્સમાં 8.76 ટકાનો જબરદસ્ત ઉછાળો જોવા મળતા તે 1487.85 રૂપિયા તેમજ અદાણી પોર્ટ્સના શેર્સમાં પણ તેજી જોવા મળતા તે 7.39 ટકાના જંગી ઉછાળા સાથે 694.60 રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો. બીજા ચાર શેર્સમાં ઓછી મૂવમેન્ટ નોંધાઇ હતી.
બીજી તરફ ONGC, બજાજ ફિનસર્વ, ઇન્ફોસિસ, કોલ ઇન્ડિયા, JSW ડબલ્યૂ સ્ટીલ, NTPC અને યૂપીએલના શેર્સમાં ઘટાડો થયો હતો.
નોંધનીય છે કે, NSE પર Top-5 Gainersમાં અદાણી પોર્ટ્સ, બજાજ ફિનસર્વ, આઇશર મોટર્સ, સનફાર્મા અને ઇન્ફોસિસના શેર સામેલ છે. લૂઝર્સમાં ONGC, જેએસડબલ્યૂ સ્ટીલ, હિન્દાલકો, તાતા સ્ટીલ અને યૂપીએલના શેર્સ છે.