Site icon Revoi.in

અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ: નાણાંકિય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળાનાં પરિણામો

Social Share

નાણાંકિય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળાની સંચાલનલક્ષી વિશેષતાઓ

ટ્રાન્સમિશનઃ

વિતરણઃ

નાણાંકિય વર્ષ 2021ના  પ્રથમ ત્રિમાસિક ગાળાની નાણાંકિય વિશેષતાઓ

અમદાવાદ, તા.7 ઓગસ્ટ, 2020અદાણી જૂથના હિસ્સારૂપ અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે પ્રથમ ત્રિમાસિક ગાળાનાં નાણાંકિય પરિણામો જાહેર કર્યાં છે.

કોવિડ-19ની અસર

ટ્રાન્સમિશનઃ   ઉર્જા ક્ષેત્ર એ આવશ્યક ક્ષેત્ર છે અને તેને  ફરજીયાત ચલાવવુ પડે તેવો દરજ્જો છે. અમારી લાઈનો 99.99 ટકા ઉપલબ્ધિ સાથે ચાલુ રહી હતી. બિલીંગમાં કોઈ પ્રતિકૂળ અસર થઈ નથી.

વિતરણઃ લૉકડાઉનને કારણે ઔદ્યોગિક અને વાણિજયિક ગ્રાહકોના ઓછા વપરાશને કારણે  વિજળીની માંગ થોડી ઘટી હોવા છતાં તે રિટેઈલ માંગને કારણે સરભર થઈ હતી. વિતરણનો બિઝનેસ નિયમનલક્ષી એસેટ હોવાને કારણે EBTDA માર્જીનને નોંધપાત્ર અસર થઈ નથી.

પ્રવાહીતાની સ્થિતિઃ કંપની નાણાંકિય વર્ષ 2021માં પૂરતા પ્રવાહી મૂડી રોકાણો અને વર્કિંગ કેપિટલ લાઈનની જવાબદારીઓને પહોંચી વળી શકશે.

કોવિડ-19ને કારણે ટ્રાન્સમિશન બિઝનેસને કોઈ અસર થઈ નથી આમ છતાં  સીએન્ડઆઈ ગ્રાહકોની ઓછી માંગને વિતરણ બિઝનેસને અસર થઈ હોવાના કારણે એકંદર દેખાવને અસર થઈ હતી.  આમ છતાં કંપની ગ્રાહકો દ્વારા થતી મોડી ચૂકવણી પર ડીલે પેમેન્ટ સરચાર્જ લગાવી શકે છે.

સંચાલનની વિશેષતાઓ: 

નાણાંકિય વિશેષતાઓ- ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનઃ

અન્ય મહત્વની વિશેષતાઓઃ

મુંબઈમાં આર્થિક પ્રવૃત્તિઓ લૉકડાઉનમાં રાહત અપાયા પછી વેગ પકડી રહી છે. અમને જુલાઈ 2020થી વિજળીની માંગમાં સુધારો થતો જણાયો છે અને તે મુજબ કલેક્શનના ચિત્રમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.

કંપનીની કામગીરી અંગે પ્રતિભાવ આપતાં અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અમે અમારી ભારતની એસેટ મારફતે તમામ વિસ્તારોમાં સતત વિજ પૂરવઠાની ખાત્રી આપીએ છીએ. અદાણી ટ્રાન્સમિશન અત્યંત વૃધ્ધિ પૂરી પાડવાની સજ્જતા ધરાવે છે અને અમે આપણા રાષ્ટ્રની વિજળીની જરૂરિયાતો સંતોષવા માટે અને વિશ્વસ્તરની યુટીલિટી તરીકે અમારૂં સ્થાન મજબૂત કરવા ઉપર ધ્યાન આપી રહ્યા છીએ. અમારી વધતી જતી સાતત્યપૂર્ણ પ્રણાલિને કારણે ઈએસજી આધારિત ધ્યેય હાંસલ થશે અને તેનાથી માત્ર અમારી સહયોગીઓ જ નહીં, પણ સમગ્ર રાષ્ટ્રને લાભ થશે.

અદાણી ટ્રાન્સમિશન લિ.ના એમડી અને સીઈઓ, શ્રી અનિલ સરદાના જણાવે છે કે “વિતેલા થોડાંક વર્ષોમાં અદાણી ટ્રાન્સમિશન ઓછામાં ઓછા થ્રુપુટ જોખમ સાથે ઉચ્ચ વૃધ્ધિ ધરાવતી વિકાસમાન કંપનીમાંથી વૃધ્ધિની સાથે સાથે મેચ્યોર એસેટ ઓપરેશન કંપની તરીકે ઉભરી આવી છે. એટીએલ ડેવલપમેન્ટ એજન્ડાની સાથે સાથે જોખમ ઘટાડવાના વ્યૂહાત્મક અને ઓપરેશનલ પાસાં, મૂડીની જાળવણી, ઉચ્ચ ક્રેડિટ ક્વોલિટીની ખાત્રી અને બિઝનેસમાં શ્રેષ્ઠતા તથા વહિવટના ઉંચા ધોરણો સાથે વ્યૂહાત્મક ભાગીદારી મારફતે સતત તેના વર્ગમાં ઉત્તમ અને કેન્દ્રિત અભિગમ સાથે વિશ્વસ્તરની સુસંકલિત યુટીલિટી બનવા સજ્જ છે. આરોગ્ય અને મહામારીના પડકારો છતાં એટીએલ સપ્તાહના સાતેય દિવસ, ચોવીસે કલાક ગુણવત્તાયુક્ત વિજ પૂરવઠો પૂરો પાડી રહી છે. મજબૂત ઈએસજી માળખું અને સલામતીની સંસ્કૃતિ જાળવીને તથા તમામ સહયોગીઓ માટે લાંબા ગાળાના મૂલ્ય સર્જન માટે આગળ ધપી રહી છે.”

અદાણી  ટ્રાન્સમિશન લિમિટેડ :

અદાણી  ટ્રાન્સમિશન લિમિટેડ એ  ભારતનાં સૌથી મોટાં ઉદ્યોગ જૂથોમાં સમાવેશ પામતા અદાણી જૂથની ટ્રાન્સમિશન અને વિતરણ બિઝનેસની શાખા છે. અદાણી  ટ્રાન્સમિશન લિમિટેડ એ એકંદરે 15,400 સર્કીટ કિલોમીટરથી વધુ ટ્રાન્સમિશન નેટવર્ક ધરાવતી ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ટ્રાન્સમિશન કંપની છે. આમાંથી 12,200 સર્કીટ કિલોમીટર ક્ષમતા કાર્યરત છે અને 3200  સર્કીટ કિલોમીટરથી વધુ ક્ષમતા નિર્માણના  વિવિધ તબક્કે છે. અદાણી  ટ્રાન્સમિશન લિમિટેડ મુંબઈના આશરે 30 લાખ ગ્રાહકોના વિતરણ બિઝનેસનુ સંચાલન કરે છે. આગામી વર્ષોમાં ભારતની  ઉર્જા જરૂરિયાત ચારગણી થવાની છે ત્યારે અદાણી  ટ્રાન્સમિશન લિમિટેડ  મજબૂત અને ભરોસાપાત્ર પાવર ટ્રાન્સમિશન નેટવર્ક પૂરૂ પાડવા માટે તથા રિટેઈલ ગ્રાહકોને સક્રિયપણે સર્વિસ પૂરી પાડવા માટે તથા વર્ષ 2020 સુધીમાં “સૌના માટે વીજળી”નુ ધ્યેય હાંસલ કરવા માટે સંપૂર્ણ સજજ છે.