Site icon Revoi.in

અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના નાણાંકિય વર્ષ 2021ના પૂરા વર્ષના અને નાણાંકિય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળાના એકંદર પરિણામો

Social Share

નાણાંકિય વર્ષ 2021માં રોકડ નફો YoY 45 ટકા વધીને રૂ.2,929 કરોડ થયો

નાણાંકિય વર્ષ 2021માં કરવેરા પછીનો નફો 82 ટકા વધીને રૂ.1,290 કરોડ થયો

ચોથા ત્રિમાસિક ગાળામાં રોકડ નફો YoY  51 ટકા વધીને રૂ.639 કરોડ થયો

ચોથા ત્રિમાસિક ગાળામાં કરવેરા પછીનો નફો YoY  333 ટકા વધીને રૂ.257 કરોડ થયો

નાણાંકિય વર્ષ 2021ની સંચાલનલક્ષી રૂપરેખાઃ

ટ્રાન્સમિશન

ડિસ્ટ્રીબ્યુશન

નાણાંકિય વર્ષ 2021ની નાણાંકિય રૂપરેખાઃ

નાણાંકિય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળાની નાણાંકિય રૂપરેખા (YoY)

અન્ય નાણાંકિય વિશેષતાઓઃ

અમદાવાદ, તા.6 મે, 2021: ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ટ્રાન્સમિશન કંપની અને વૈશ્વિક સ્તરે વિવિધિકરણ ધરાવતા અદાણી જૂથના હિસ્સારૂપ અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે (“ATL”), તા.31 માર્ચ, 2021ના રોજ પૂરા થતા વર્ષના નાણાંકિય અને સંચાલનલક્ષી કામગીરીના પરિણામો જાહેર કર્યા છે.

સંચાલનની રૂપરેખા:

નાણાંકિય રૂપરેખા- ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનઃ

નાણાંકિય રૂપરેખા – કોન્સોલિડેટેડઃ

અન્ય મહત્વની વિશેષતાઓઃ

નોંધઃ

કંપનીની કામગીરી અંગે વાત કરતાં અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે “વિતેલા બે દાયકામાં પાવર અને ટ્રાન્સમિશન ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ જોવા મળી છે. હાલમાં સૌભાગ્ય  જેવી પહેલ અને રિન્યુએબલ્સ માટે દાખવવામાં આવતા ઝોકને કારણે વિજળીની ઉપલબ્ધિ નોંધપાત્ર પ્રમાણમાં વિસ્તરી છે. આગામી બે દાયકામાં મહામારી પછી અર્થતંત્રમાં પુનરૂત્થાન તથા રોકાણકારોના હકારાત્મક દ્રષ્ટિકોણના કારણે નવી તકો ઉભી થશે. ATL રાષ્ટ્ર જ્યારે ગ્લોબલ રિન્યુએબલ એનર્જી લીડરશીપના વળાંક ઉપર છે ત્યારે જરૂરિયાતો મુજબ ભવિષ્યની નવરચના માટે સંપૂર્ણપણે સજ્જ છે.”

અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી  અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે  “છેલ્લા થોડાં વર્ષમાં અદાણી ટ્રાન્સમિશન ઉભરી રહી છે. વર્ષ દરમ્યાન ATL ના બે હસ્તાંતરણ (APTL અને WKTL) થી કંપનીની દેશ વ્યાપી હાજરીને ગતિ મળી છે અને ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ટ્રાન્સમિશન કંપની તરીકેનું સ્થાન વધુ મજબૂત બન્યું છે. વર્ષ 2022 સુધીમાં 20,000 ckt km ના ધ્યેયની નજીક પહોંચી છે. ATL તેના ક્ષેત્રમાં સતત ઉત્તમ સિમાચિહ્નો દર્શાવી રહી છે અને ડેવલપમેન્ટ એજન્ડાની સાથે સાથે વ્યૂહાત્મક અને સંચાલનલક્ષી પાસાંઓના જોખમો ઘટાડવાના ડેવલપમેન્ટ એજન્ડા, મૂડીની જાળવણી, ઉચ્ચ ક્રેડિટ ક્વોલિટીની ખાત્રી અને બિઝનેસમાં ઉત્કૃષ્ટતા માટે વ્યૂહાત્મક ભાગીદારીઓ હાથ ધરીને વહિવટના ઉચ્ચ ધોરણો સાથે વિશ્વસ્તરની સુસંકલિત યુટિલિટી બનવા માટે કેન્દ્રિત અભિગમ દાખવી રહી છે. આરોગ્ય અને મહામારીના મુદ્દાઓના કારણે પડકારો ઉભા થવા છતાં ATL સપ્તાહના સાતેય દિવસ, ચોવીસે કલાક ગુણવત્તાયુક્ત વીજ પૂરવઠો આપી રહી છે. મજબૂત ESG ફ્રેમવર્ક તરફની મજલમાં સલામતીની સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને સહયોગીઓ માટે લાંબાગાળાના મૂલ્ય નિર્માણ માટેની ખેવના રાખે છે.”

અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ અંગેઃ

અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) એ ભારતના સૌથી મોટા બિઝનેસ સમુદાયોમાં સમાવેશ પામતા અદાણી ગ્રુપની ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન શાખા છે.  ATL એકંદરે ~17,200 ckt km ના એકંદર ટ્રાન્સમિશન નેટવર્ક સાથે દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની છે, જેમાંથી ~12,350 ckt km કાર્યરત છે અને ~4,850 ckt km બાંધકામના વિવિધ તબક્કામાં છે. ATL તેના ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસના સંચાલન મારફતે મુંબઈમાં આશરે 30 કરોડથી વધુ ગ્રાહકોને સર્વિસ પૂરી પાડે છે. આગામી વર્ષોમાં ભારતની વિજળીની જરૂરિયાત ચાર ગણી થવાની છે ત્યારે ATL મજબૂત અને ભરોંસાપાત્ર પાવર ટ્રાન્સમિશન નેટવર્કનું નિર્માણ કરવા અને રિટેઈલ ગ્રાહકોને સર્વિસ પૂરી પાડવા તથા વર્ષ 2022 સુધીમાં  “પાવર ફોર ઓલ” નું ધ્યેય હાંસલ કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.

(સંકેત મહેતા)