Site icon Revoi.in

અદાણી વેલસ્પનને બોમ્બે ઓફફશોરના તાપ્તિ-દમણ ક્ષેત્રમાં ગેસ મળી આવ્યો

Social Share

અમદાવાદ તા. 17 માર્ચ, 2021: અદાણી ગ્રુપ અને વેલસ્પન એન્ટરપ્રાઈઝ લિમિટેડ વચ્ચેના સંયુક્ત સાહસ અદાણી વેલસ્પન એક્સપ્લોરેશન લિમિટેડે  (AWEL)  જાહેરાત કરી છે કે  તેમને NELP-VIIના બ્લોક MB-OSN-2005/2 માં સૌ પ્રથમ વાર ગેસ મળી આવ્યો છે. એડબલ્યુઈએલ એસહયોગી તરીકે 100 ટકા હિત ધરાવે છે અને તે આ બ્લોકના ઓપરેટર છે. 714.6 ચો.કિ.મી.  વિસ્તારમાં પથરાયેલો આ બ્લોક ગેસ માટે વિપુલ ક્ષમતા ધરાવતા મુંબઈ ઓફફશોર બેસીનના તાપ્તિ-દમણ ક્ષેત્રમાં આવેલો છે અને બેસીનમાં  બીજા ઓપરેટર/ અન્ય ઓપરેટરો દ્વારા ઉત્પાદન ચાલુ છે.

પ્રાપ્ત થયેલ પે ઝોન અને ફલો રેટસને કારણે કંપનીના શરૂઆતના અંદાજમાં વધારો થયો છે. નજીકનાં ફીલ્ડઝ/ વિસ્તારોમાંથી એકત્ર કરાયેલ  માહિતી મુજબ આ ડીસ્કવરી  કંપની અને દેશ બંને માટે નોંધપાત્ર મહત્વ ધરાવે છે.

એડબલ્યુઈએલને  આ બ્લોક ન્યુ એક્સપ્લોરેશન એન્ડ લાયસન્સિંગ પોલિસીના સાતમા રાઉન્ડના બીડમાં એનાયત કરાયો હતો.  શરૂઆતમાં જે નિર્દેશો મળ્યા છે તે મુજબ, મહુવા અને દમણ ફોર્મેશનના  ગેસ ધરાવતા સ્ટેન્ડસ્ટોન ભંડારોમાં  ગેસના ભંડાર  ધરાવતી અનામતો હોવાના નિર્દેશ મળ્યા હતા. શારકામ દરમ્યાન સુનિશ્ચિત કરાયેલા ત્રણ સક્ષમ ઝોનમાંથી  બે પદાર્થનુ ડ્રીલ સ્ટેમ ટેસ્ટીંગ (DST)કરવામાં આવ્યુ હતું  અને તેમાંક્લીન સ્ટેન્ડ સ્ટોન રિઝર્વોયરમાં દૈનિક  9.7 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (mmscfd) પ્રવાહમાં 2659 પીએસઆઈના  ફલોઈંગ ટબીંગ હેડ પ્રેશરે  28/64” ચૉક જેટલા  નોંધપાત્ર પ્રમાણમાં ગેસ જણાયો હતો ઓબજેકટ -2(15 m) 2665 પીએસઆઈથી માં બીજી જાડી  સ્વચ્છ સ્ટેન્ડસ્ટોન રિઝર્વોયરમાં 28/64” ચૉક મારફતે દૈનિક 443 બેરલના કન્ડેન્સેટ મારફતે  9.1 mmscfd પ્રવાહ જણાયો હતો.

ગેસ મળી આવ્યા અંગે એડબલ્યુઈએલના એમડી સંદીપ ગર્ગ જણાવે છે કે  આ દાયકાના અંત સુધીમાં એનર્જી મિક્સમાં નેચરલ ગેસનો હિસ્સો ત્રણ ગણો કરવાના આપણા રાષ્ટ્રના ધ્યેયના સંદર્ભમાં  કંપની માટે મૂલ્ય વધારનારી  હોવા ઉપરાંત, આ શોધ આપણા દેશ માટે પણ નોધપાત્ર એક મહત્વની પ્રગતિ દર્શાવે છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે “ નજીકમાં મળી આવેલા વિપુલ ગેસ ધરાવતા B-9 કલ્સ્ટરની પણ આ કંપની ઓપરેટર છે. આ બંને ભાવિ બ્લોકસમાં એડબલ્યુઈએલને  માટે સારામાં સારો   વિકાસ હાંસલ કરવાની એકરૂપતા દર્શાવવાનુ  શકય બનાવશે.”

અદાણી વેલસ્પન એક્સપ્લોરેશન લિમિટેડ અંગેઃ

અદાણી વેલસ્પન એક્સપ્લોરેશન લિમિટેડે  (AWEL)  એ  અપસ્ટ્રીમ ઓઈલ અને ગેસ બિઝનેસ હાથ ધરી રહેલા અમદાવાદ સ્થિત અદાણી ગ્રુપ અને મુંબઈ સ્થિત વેલ્સ્પન ગ્રુપ વચ્ચેનુ સંયુક્ત સાહસ છે. આ સંયુક્ત સાહસમાં અદાણી જૂથનો હિસ્સો તેની ફલેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ લિ.(AEL) મારફતે 65 ટકા છે. જ્યારે વેલસ્પન ગ્રુપ તેની  વેલસ્પન એન્ટરપ્રાઈઝ લિ. (WEL)ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની નેચરલ રિસોર્સ પ્રા. લિમિટેડ મારફતે 35 ટકા હિસ્સો ધરાવે છે.અદાણી એન્ટરપ્રાઈઝ  લિમિટેડ અને વેલસ્પન એન્ટરપ્રાઈઝ લિ. બંને વિવિધ શેરબજારોમાં નોંધણી ધરાવતી કંપનીઓ છે.

અદાણી વેલસ્પન એક્સપ્લોરેશન લિમિટેડે  વસ્ટર્ન ઓફફશોર બેસીનના મુંબઈ ઓફફશોર અને કચ્છના અખાતમાં ઓપરેટેડ અને નોન-ઓપરેટેડ એસેટસ ધરાવે છે. અદાણી વેલસ્પન એક્સપ્લોરેશન લિમિટેડે  અને સંયુક્ત ક્ષેત્રના પાર્ટનર્સનુ વિઝન  દેશની ઉર્જાની જરૂરિયાતમાં તથા ભારતના ઓઈલ અને ગેસ સેકટરમાં મહત્વની ભૂમિકા ભજવવાનું છે.

(સંકેત)