Site icon Revoi.in

એર ઇન્ડિયા બાદ અડધો ડઝન કરતા વધુ સરકારી કંપનીઓનું થશે ખાનગીકરણ

Social Share

નવી દિલ્હી: એર ઇન્ડિયાના સફળ ખાનગીકરણ બાદ હવે સરકાર ધીમે ધીમે તેના ખાનગીકરણ અને વિનિવેશના લક્ષ્યાંકો તરફ આગળ વધી રહી છે. વર્ષ 2021-22ના નાણાકીય વર્ષ એટલે કે, માર્ચ 2022 સુધીમાં મોદી સરકાર અડધો ડઝનથી વધારે કંપનીઓનું ખાનગીકરણ કરવાનું યોજના ધરાવે છે.

સરકાર ખાનગીકરણને પ્રાધાન્ય આપે છે તેનું એક કારણ એ પણ છે કે સરકારનું એવું માનવું છે કે, અનેક સેક્ટર એવા છે કે, જેમાં સરકારી કંપનીઓની જરૂર નથી. સરકારે બિઝનેસમાં ના હોવું જોઇએ. આવી જ રીતે સતત ખોટમાં ચાલતી તેમજ દેવાના બોજ હેઠળ દબાયેલી કંપનીઓનું ખાનગીકરણ કે વિનિવેશ કરી દેવામાં આવે તે યોગ્ય છે.

નોંધનીય છે કે, સરકારે પ્રવર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન વિનિવેશ દ્વારા 1.75 લાખ કરોડ રૂપિયા હાંસલ કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યું છે. સરકારે એક્સિસ બેંક, એનએમડીસી, હુડકો વગેરેમાં ભાગીદારીના વેચાણથી માત્ર 8,369 કરોડ રૂપિયા તેમજ એર ઇન્ડિયાના વેચાણથી આશે 18 હજાર કરોડ રૂપિયા મળ્યા છે.