Site icon Revoi.in

અદાણી ગેસ લિમિટેડના નાણાંકિય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો: આવક રૂ.207 કરોડ અને વ્યાજ, ઘસારા અને કરવેરા પૂર્વેની આવક રૂ.86 કરોડ

Social Share

પ્રથમ ત્રિમાસિક ગાળાની વિશેષતાઓ (સ્ટેન્ડએલોન)

નાણાંકિય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળાની નાણાંકિય વિશેષતાઓઃ (સ્ટેન્ડએલોન)

અમદાવાદ, તા.6 ઓગષ્ટ, 2020અદાણી ગેસ લિમિટેડે તા.30 જૂન, 2020ના રોજ પૂરા થતા પ્રથમ ત્રિમાસિક ગાળાના નાણાંકિય પરિણામોની જાહેરાત કરી છે.

સ્ટેન્ડએલોન નાણાંકિય વિશેષતાઓઃ

બિઝનેસમાં કોવિડ-19ની અસરઃ

અહેવાલના વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 69 દિવસ સુધી લૉકડાઉન રહ્યું હતું. કંપનીને ગયા નાણાંકિય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની તુલનામાં અહેવાલના ત્રિમાસિક ગાળામાં વોલ્યુમને 53 ટકા અસર થઈ છે. કોવિડ પહેલાંની સ્થિતિની તુલનામાં તથા 30 જૂન, 2020ના રોજ એક્ઝીટ વોલ્યુમ માર્ચ 2020ના 1.60 mmscmd ની તુલનામાં 1.25 mmscmd સુધી પહોંચી શકાયું હતું. કોવિડ પૂર્વેની સ્થિતિએ પહોંચી શકાય તે રીતે બિઝનેસમાં અને સંચાલનમાં સુધારો થયો હતો.

લૉકડાઉનના ગાળા દરમ્યાન કંપનીએ પીએનજી અને સીએનજીના ગ્રાહકોને સપ્તાહના સાતેય દિવસ અને ચોવીસે કલાક અવિરત પૂરવઠો આપ્યો હતો.

સંપૂર્ણ સલામતિ અને સોશ્યલ ડિસ્ટન્સીંગની માર્ગરેખાઓ જાળવીને એરિયા ઈમર્જન્સી ઓફિસ અને માસ્ટર કન્ટ્રોલ  રૂમ્સ,  કસ્ટમર કેરના રિમોટ ફંક્શનીંગ જેવી મહત્વની કામગીરીઓ ચાલુ રાખવામાં આવી હતી અને ગ્રાહકોને સલામત અને સંતોષજનક સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.

સપ્લાય ચેઈન મેનેજમેન્ટ અને સંચાલનની કાર્યક્ષમતા, થર્ડ પાર્ટી સ્પેન્ડ અને ફ્યુઅલ એફિશ્યન્સી  ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને કંપનીએ કાર્યક્ષમતા સુધારી હતી. આ કારણે નાણાંકિય વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઓછા વોલ્યુમની સ્થિતિ હલ કરીને વ્યાજ, કરવેરા અને ઘસારા પૂર્વેની આવક સુધારી હતી.

ત્રિમાસિક ગાળાનાં પરિણામો અંગે પ્રતિભાવ આપતાં અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે “વૈશ્વિક મહામારીની વચ્ચે પણ અદાણી ગેસ લિમિટેડે સારી કામગીરી દર્શાવી છે. કામગીરીનું સાતત્ય જાળવી રાખવાની કટિબધ્ધતા અદાણી ગેસ લિમિટેડની વૃધ્ધિનું મહત્વનું પાસું છે. અમારી વ્યૂહરચના રાષ્ટ્ર નિર્માણના વ્યાપક ઉદ્દેશમાં યોગદાન આપીને ગ્રોથ વીથ ગુડનેસની રહી છે. સરકારી નીતિને અનુસરીને અમે સલામત, સ્વચ્છ અને ગ્રીન એનર્જી પૂરી પાડવાના રાષ્ટ્રના વિઝનમાં યોગદાન આપી રહ્યા છીએ. ભારતનું અર્થતંત્ર ક્રમશઃ મજબૂત થતું જાય છે ત્યારે અદાણી ગેસ રાષ્ટ્ર સામે ઉભી થયેલા વૈશ્વિક મહામારીના પડકારોને પાર કરવા માટે ઉત્તમ પ્રયાસો કરે છે.”

અદાણી ગેસના સીઈઓ, શ્રી સુરેશ મંગલાની જણાવે છે કે “અમે કોવિડ-19ની મહામારીને કારણે હાલમાં ચાલી રહેલી સ્થિતિ ઉપર ધ્યાન આપી રહ્યા છીએ. એક જવાબદાર નેચરલ ગેસ પ્રોવાઈડર્સ તરીકે અદાણી ગેસ લિમિટેડે સીએનજી અને પીએનજીનો અવિરત પૂરવઠો ચાલુ રાખ્યો છે અને કપરા સમયમાં પણ ઝડપી કસ્ટમર કેર સર્વિસ પૂરી પાડી છે. અદાણી ગેસ લિમિટેડે પીએનજી ઔદ્યોગિક અને કોમર્શિયલ તથા પીએનજી સેગમેન્ટ ઉપર અસર થવા છતાં નાણાંકિય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કામગીરીનું સાતત્ય જાળવી રાખ્યું છે. કંપની ગતિવિધીઓનું ઘનિષ્ટ અને સતત મોનિટરીંગ કરી રહી છે અને આ અભૂતપૂર્વ સ્થિતિની અસરો હળવી કરવા માટેની કામગીરી કરી રહી છે. લૉકડાઉનને કારણે માર્ચ 2020માં બંધ થયેલી પ્રોજેક્ટ અને સંચાલનની પ્રવૃત્તિઓ અમે શરૂ કરી છે, જેથી અમે નવા ભૌગોલિક વિસ્તારોમાં સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન વિકાસની કટિબધ્ધતાને પહોંચી વળી શકીએ અને રાષ્ટ્ર નિર્માણ તથા સૌના માટે ક્લિન એનર્જી પૂરી પાડવાના ધ્યેયમાં યોગદાન આપી શકીએ.”

 અદાણી ગેસ અંગેઃ

અદાણી ગેસ લિમિટેડ એ વિકસતા જતા ઔદ્યોગિક, કોમર્શિયલ અને રહેણાંકના ક્ષેત્રોને પાઈપ્ડ નેચરલ ગેસ તથા ટ્રાન્સપોર્ટ સેક્ટરને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) પૂરો પાડતી સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (સીજીડી) ક્ષેત્રની ભારતની અગ્રણી ખાનગી કંપનીઓમાં સમાવેશ પામે છે. નેચરલ ગેસ એ સુગમ, ભરોંસાપાત્ર અને પર્યાવરણલક્ષી બળતણ હોવાના કારણે ગ્રાહકો ઉચ્ચ પ્રકારની સલામતિ, સુગમતા અને આર્થિક કાર્યક્ષમતાનો અનુભવ કરે છે. કંપનીએ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં અધિકૃત વિસ્તારોમાં સીજીડી ઓપરેશન ચાલુ કર્યા છે. જેનાથી આગામી વર્ષોમાં બિઝનેસમાં નોંધપાત્ર વધારો થશે.

અદાણી ગેસ લિમિટેડ 19 ભૌગોલિક વિસ્તારોમાં પથરાયેલી છે (હાલના 4 અને 15 નવા ભૌગોલિક વિસ્તારો). અદાણી ગેસ લિમિટેડે ખૂબ જ ટૂંકા ગાળામાં 9 નવા ભૌગોલિક વિસ્તારોમાં કોમર્શિયલ ઓપરેશન શરૂ કર્યા છે.

અદાણી ગેસ લિમિટેડ એ ઈન્ડિયન ઓઈલ- અદાણી ગેસ પ્રાઈવેટ લિમિટેડ (IOAGPL) એ અદાણી ગેસ લિમિટેડ અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની 50:50નું સંયુક્ત સાહસ છે. આ કંપનીએ વર્ષ 2013-14માં નેચરલ ગેસની ડિમાન્ડમાં વધારાના કારણે વૃધ્ધિ પામતી જતી તકો તથા એક બીજાની માળખાગત સુવિધાઓ અને ડોમેઈનની નિપુણતાનો લાભ લેવા માટે આ ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.નો સંચાલનનો અનુભવ, હાલની માળખાગત સુવિધાઓ, એલએનજીની આયાત માટે  ટર્મિનલ તથા રિટેઈલ આઉટલેટના વિસ્તરણને અદાણી ગેસ લિમિટેડના સીજીડી અનુભવનો પૂરક લાભ થયો હતો. IOAGPL પણ 19 ભૌગોલિક વિસ્તારોમાં કામગીરી ધરાવે છે.