Site icon Revoi.in

આવી રહ્યો છે આ વર્ષનો પ્રથમ IPO, AGS Transact Technologiesનો IPO આ તારીખે ખુલશે

Social Share

નવી દિલ્હી: વર્ષ 2022 પણ 2021ની જેમ IPOથી ભરપૂર રહેવાનું છે. અનેક IPO આ વર્ષે આવી રહ્યા છે ત્યારે વર્ષનો પ્રથમ IPO 19 જાન્યુઆરીએ ખુલશે. પેમેન્ટ સોલ્યુશન સર્વિસ પ્રોવાઇડર AGS Transact Technologies આ IPO લઇને આવી રહી છે. કંપનીએ આ IPOની પ્રાઇસ બેન્ડ 166-175 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, AGS Transact Technologies IPOનું કદ રૂપિયા 680 કરોડ છે. અગાઉ તેને રૂ.800 કરોડ રાખવામાં આવ્યું હતું. આ આઇપીઓ 1 ફેબ્રુઆરીના રોજ એક્સચેન્જ પર લિસ્ટ થાય તેવી સંભાવના છે. આ ઇશ્યૂ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ હશે.

આપને જણાવી દઇએ કે, AGS Transact Technologies ATM અને CRM આઉટસોર્સિંગ કેશ મેનેજમેન્ટ, ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ, ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સેવાઓ અને મોબાઈલ વોલેટ જેવી સેવાઓ માટે કસ્ટમાઈઝ્ડ પ્રોડક્ટ્સ અને સેવાઓ પ્રદાન કરે છે. કંપનીના પ્રમોટર્સ રવિ બી. ગોયલ અને વિનેહા એન્ટરપ્રાઇઝિસ છે.

આ વર્ષે શરૂઆતથી જ માર્કેટમાં અનિશ્વિતતાનો માહોલ વધુ જોવા મળી રહ્યો હોવાથી અનેક કંપનીઓના IPO અટક્યા છે. તાજેતરના નબળા લિસ્ટિંગ તેમજ ઘણા આઇપીઓ માટે રોકાણકારોના ફિક્કા પ્રતિસાદને કારણે પ્રાથમિક બજારના સેન્ટિમેન્ટ પર ખરાબ અસર થઇ છે.