- હવે તાતા સન્સના હાથમાં એર ઇન્ડિયાની કમાન
- તાતા સન્સે 18 હજાર કરોડ રૂપિયાની બોલી લગાવી હતી
- DIPAMના સચિવ તુહિન કાંત પાંડેયએ શુક્રવારે આ જાણકારી આપી હતી
નવી દિલ્હી: અંતે અટકળોનો અંત આવ્યો છે. તાતા સન્સે એર ઇન્ડિયાને ખરીદી લીધી છે. એર ઇન્ડિયાને ખરીદવા માટે તાતા સન્સે 18 હજાર કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. DIPAMના સચિવ તુહિન કાંત પાંડેયએ શુક્રવારે આ જાણકારી આપી હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટના સચિવે જણાવ્યું હતું કે, બે કંપનીઓએ એર ઇન્ડિયાની હરાજીમાં બોલી લગાવી હતી. તેમાં સૌથી વધુ બોલી તાતા સન્સની 18 હજાર કરોડ રૂપિયાની રહી હતી. આ બિડને મંત્રીઓની પેનલે ક્લિયર કરી દીધી હતી અને હવે એર ઇન્ડિયા તાતા સન્સનો ભાગ બની ગયો છે.
Welcome back, Air India 🛬🏠 pic.twitter.com/euIREDIzkV
— Ratan N. Tata (@RNTata2000) October 8, 2021
નોંધનીય છે કે, દેશના મોટા આર્થિક નિર્ણય પર વિચાર કરવા માટે એક ખાસ પેનલ ગઇ હતી. આ પેનલમાં ગૃહ મંત્રી, નાણાં મંત્રી, કોર્મસ મિનિસ્ટર અને સિવિલ એવિએશન મિનિસ્ટર સામેલ રહ્યા. પેનલે તમામ પાસાઓ પર વિચાર-વિમર્શ કર્યો હતો તેવી તેમણે જાણકારી આપી હતી.