Site icon Revoi.in

કેન્દ્ર સરકારે 1.5 કરોડ કામદારો માટે VDA વધારી માસિક રૂ.210 કર્યું

Social Share

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે કેન્દ્ર સરકારના વેરિએબલ ડિઅરનેસ એલાઉન્સને માસિક 105 રૂપિયાથી વધારીને 210 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. એપ્રિલ, 2021થી વીડીએનો આ નવો દર અમલી બનશે. સરકારના આ નિર્ણયથી 1.30 કરોડ કામદારો લાભાન્વિત થશે.

આ નિર્ણયને પગલે કેન્દ્ર સરકાર હેઠળ આવતા કર્મચારીઓ અને કારીગરોનું લઘુતમ વેતન વધી જશે. શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે શ્રમ અને રોજગાર મંત્રાલયે એક એપ્રિલથી વીડીએમા વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી કેન્દ્ર સરકાર હેઠળ આવતા વિભિન્ન શ્રેણીના શ્રમિકોને તેનાથી રાહત મળશે.

જુલાઇથી ડિસેમ્બર, 2020ની વચ્ચે ઔદ્યોગિક શ્રમિકોના ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકના સરેરાશ દરના આધારે નક્કી કરવામાં આવ્યો છે. શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે જણાવ્યું હતું કે, અમારા મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા અનુસૂચિત કરવામાં આવેલા રોજગારોમાં કાર્યરત શ્રમિકોના વીડીએમાં 1 એપ્રિલ, 2021થી વધારો કરવાની જાહેરાત કરી છે.

આ વીડીએ કેન્દ્ર સરકારના નિયમિત કર્મચારીઓને મળતું ડીએ નથી. રેગ્યુલેર ડીએમાં વધારો જાન્યુઆરી, 2020થી સૃથગિત છે. આ અંગે જૂન મહિનામાં જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. વીડીએમાં વૃદ્ધિનો લાભ કેન્દ્ર સરકાર, રેલવે વહીવટી તંત્ર, માઇન્સ, ઓઇલ ફિલ્ડ, પ્રમુખ પોર્ટ અને કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલા કોઇ પણ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવતી રોજગારીનો લાભ લેનારા કામદારોને મળશે.