- સરકારે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે લીધો નિર્ણય
- બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ જાહેર કરી વાહન સ્ક્રેપ પોલિસી
- આ વાહન સ્ક્રેપ પોલિસીથી મધ્યમ અને નિમ્ન વર્ગને થશે અસર
નવી દિલ્હી: આજે સામાન્ય જનતા અને ઉદ્યોગ જગત માટે ખાસ દિવસ છે કારણ કે આજે દેશના નાણા મંત્રી યુનિયન બજેટ રજૂ કરી રહ્યા છે. આ વખતે નાણા મંત્રીએ બજેટ ભાષણ દરમિયાન વાહન સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી છે. જૂના વાહનોને હટાવવા માટે વર્ષ 2021-22ના બજેટમાં આ પોલિસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પોલિસી અંતર્ગત 20 વર્ષ જૂના ખાનગી વાહનો તેમજ 15 વર્ષ જૂના જાહેર વાહનોને દૂર કરવામાં આવશે.
વાહન સ્ક્રેપ પોલિસી અનુસાર દરેક વાહન માટેનું ફિટનેસ સર્ટિફિકેટ અનિવાર્ય બનશે. સરકારે કહ્યું કે તેઓ વોલેન્ટ્રી સ્કેરુપ પોલિસીની પણ જલ્દી ઘોષણા કરશે. હાલમાં જ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 15 વર્ષ જૂના સરકારી વાહનોને સ્ક્રેપમાં મોકલવાની મંજૂરી આપી હતી. જે કે આ નીતિનું પાલન એપ્રિલ 2020થા થવાનું છે. ત્યારે હવે બજેટમાં પણ સરકાર દ્વારા સ્ક્રેપ પોલિસિની જાહેરાત કરવામાં આવી છે.
પોલિસીની મધ્યમવર્ગ પર થશે અસર
આ પોલિસીની સીધી અસર મધ્યમ અને નીચલા વર્ગ પર પડશે. તેનું કારણ એ છે કે ફરજીયાત જૂના વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે. સરકારે પ્રદૂષણ કંટ્રોલ માટે આ નિર્ણય લીધો છે. આ પોલિસીથી વાયુ પ્રદૂષણની સમસ્યાનું સમાધાન થશે. હવા શુદ્વિકરણ માટે પાંચ વર્ષમાં 2000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
બજેટ ભાષણ દરમિયાન નાણા મંત્રીએ જાહેરાત કરી છે કે ઓટોમેટિક ફિટનેસ સેન્ટર બનાવાશે. પ્રાઇવેટ વાહનોને 20 વર્ષ બાદ સેન્ટરોમાં જવું પડશે. જ્યારે જાહેર વાહનોને 15 વર્ષ બાદ આ સેન્ટરોમાં મોકલવામાં આવશે. જ્યાં તેમને સ્ક્રેપ કરવામાં આવશે. સરકાર અનુસાર આ ઓટોમેટિક ફિટનેસ સેન્ટરમાં લોકોને રોજગારી પણ મળી રહેશે.
(સંકેત)