1. Home
  2. ગુજરાતી
  3. અદાણી પાવર લિમિટેડેનાં નાણાંકીય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામની જાહેરાત
અદાણી પાવર લિમિટેડેનાં નાણાંકીય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામની જાહેરાત

અદાણી પાવર લિમિટેડેનાં નાણાંકીય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામની જાહેરાત

0
Social Share
  • નાણાંકિય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિક ગાળામાં કુલ આવક રૂ.8,792 કરોડ થઈ, જે અગાઉના વર્ષના બીજા ત્રિમાસિક ગાળાની રૂ.6,815 કરોડની આવક કરતાં 29 ટકાની વૃદ્વિ દર્શાવે છે
  • અહેવાલના બીજા ત્રિમાસિક ગાળાનો એકંદર ઈબીઆઈટીડીએ રૂ.5086 કરોડ થયો, જે અગાઉના વર્ષના સમાન ગાળાના રૂ.2,248 કરોડ કરતાં 126 ટકાની વૃધ્ધિ દર્શાવે છે
  • અહેવાલના બીજા ત્રિમાસિક ગાળાનો કરવેરા પૂર્વેનો નફો રૂ.2,894 કરોડ થયો છે, જે અગાઉના વર્ષે સમાન ગાળામાં રૂ.158 કરોડ હતો
  • પ્રથમ અર્ધ વાર્ષિક ગાળામાં એકંદર કુલ આવક રૂ.14,148 કરોડ થઈ છે, જે અગાઉના વર્ષે સમાન ગાળામાં 14,830 કરોડ હતી
  • અહેવાલના પ્રથમ અર્ધ વાર્ષિક ગાળાનો એકંદર ઈબીઆઈટીડીએ રૂ.6,627 કરોડ થયો છે, જે અગાઉના વર્ષના સમાન ગાળાની રૂ.5,142 કરોડની ઈબીઆઈટીડીએની તુલનામાં 29 ટકાનો વધારો દર્શાવે છે
  • અહેવાલના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કરવેરા પૂર્વેનો નફો રૂ.2260 કરોડ થયો છે, જે અગાઉના વર્ષે સમાન ગાળામાં રૂ.36 કરોડ હતો

અમદાવાદ, તા.5 નવેમ્બર, 2020: અદાણી જૂથના હિસ્સારૂપ અદાણી પાવર લિમિટેડે (એપીએલ) તા.30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂરા થતા બીજા ત્રિમાસિક ગાળાના નાણાંકિય પરિણામોની આજે જાહેરાત કરી છે.

મહત્વની ગતિવિધિ

માનનિય સર્વોચ્ચ અદાલતે તા.31 ઓગષ્ટ, 2020ના રોજ અદાણી પાવર લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટા કંપની, અદાણી પાવર રાજસ્થાન લિમિટેડ (એપીઆરએલ) ને રાજસ્થાનના ડિસ્કોમ (વિજળીનું વિતરણ કરતી કંપની) પાસેથી તા.14 સપ્ટેમ્બર, 2019ના માન. એપેલેટ ટ્રિબ્યુનલ ઓફ ઈલેક્ટ્રીસિટીના ચૂકાદા મુજબ અંશતઃ વસૂલાત કરવાની છૂટ આપી છે, પરંતુ રાજસ્થાનના ડિસ્કોમ ચૂકાદાની સમીક્ષા માટે રિવ્યુ પિટીશન (સમીક્ષા અરજી) ફાઈલ કરી છે.

આ ઉપરાંત એપીટીઈએલ તેના 5 ઓક્ટોબર, 2020ના હુકમ અનુસાર અદાણી પાવરની સંપૂર્ણ માલિકીની પેટા કંપની,  અદાણી પાવર મહારાષ્ટ્ર લિમિટેડ (એપીએમએલ) ને મહારાષ્ટ્ર ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન સામે લાહોરા કૉલ બ્લોકમાંથી કોલસાની ફાળવણીની તંગી સામે પરિવહન ખર્ચ સહિતની રકમ આપવા માટે આદેશ કર્યો છે.

સંચાલનલક્ષી કામગીરી

અહેવાલના બીજા ત્રિમાસિક ગાળામાં અદાણી પાવર લિમિટેડ અને તેમની પેટા કંપનીઓએ 49.9 ટકાનો પ્લાન્ટ લોડ ફેક્ટર હાંસલ કર્યો છે અને 12.6 અબજ યુનિટ વિજળીનું વેચાણ કર્યું છે. આ સામે અગાઉના વર્ષના સમાન ગાળામાં કંપનીએ 59.2 ટકાના પ્લાન્ટ લોડ ફેક્ટર સાથે 14.5 અબજ યુનિટનું વેચાણ વોલ્યુમ કર્યું હતું. બદલાયેલી  સ્થિતિ માટે મહારાષ્ટ્રના ગ્રાહકોની ઓછી માંગ અને ગ્રીડની ઉંચી ડિમાન્ડ તથા રાજસ્થાનમાં કોલસાની ઉપલબ્ધિની સુધરેલી પરિસ્થિતિની સાથે સાથે તાજેતરમાં હસ્તગત કરાયેલ સંપૂર્ણ ત્રિમાસિક ગાળા દરમ્યાન છત્તીસગઢ વિજ મથકના પૂર્ણ વપરાશ કારણરૂપ છે.

એપીટીઈએલના તા.14 સપ્ટેમ્બર, 2020ના તથા તા.28 સપ્ટેમ્બર, 2020ના  હુકમ મુજબ કોલસાની નવી વિતરણ પધ્ધતિ અને SHAKTI પોલિસી મુજબ એમઈઆરસીમાં એપીએમએલને સ્થાનિક કોલસાની તંગી સામે વૈકલ્પિક કોલસાના ઉપયોગ બાબતે અપીલ કરવાની છૂટ આપી છે.

કંપનીના ત્રિમાસિક ગાળાના પરિણામો અંગે પ્રતિભાવ આપતા અદાણી જૂથના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે “ભારતીય અર્થતંત્રએ તેની સ્થિતિ સ્થાપકતા અને ટકી રહેવાની ભાવના દર્શાવવાનું શરૂ કર્યું છે. કોવિજ-19નું જોર ઘટ્યું છે ત્યારે રાષ્ટ્ર સામાન્ય પરિસ્થિતિ તરફ આગળ ધપી રહ્યું છે. ઉર્જાના તમામ સ્વરૂપો અને તમામ સ્રોતોમાંથી વિજળી ભારતની વ્યાપક વસતિ માટે આર્થિક સમૃધ્ધિનું સપનું સાકાર કરવા માટેનું મહત્વનું પરિબળ બની રહેશે. અદાણી ગ્રુપ ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સાતત્યુપૂર્ણ વિકાસ માટે તથા રાષ્ટ્રની આર્થિક પ્રગતિમાં મહત્વનું યોગદાન આપવા માટે કટિબધ્ધ છે.”

અદાણી પાવર લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર શ્રી અનિલ સરદાના જણાવે છે કે “મહામારીને કારણે ઉ ભી થયેલી સ્થિતિ બદલાતાં આર્થિક વૃધ્ધિનું એન્જીન સતેજ થતાં ભારતની વિજળીની માંગમાં મજબૂત સુધારો જોવા મળ્યો છે. અદાણી પાવર તેના આધુનિક અને કાર્યક્ષમ પોર્ટફોલિયો મારફતે તેમજ થઈ રહેલા વિસ્તરણને કારણે રાષ્ટ્રમાં ભવિષ્યની વિજળીની જરૂરિયાત કરકસરયુક્ત કિંમતે પૂરી પાડવામાં મોખરે રહેશે. અમે પરંપરાગત વિજળીની આવશ્યકતા તથા રિન્યુએબલ વિજળીના વિકાસમાં માનીએ છીએ. અદાણી જૂથના એનર્જી મિક્સ પોર્ટફોલિયો સાથે અને નેચરલ ગેસ અને સોલાર એનર્જીની ભાગીદારી સાથે અમે લાંબા ગાળાની વ્યૂહરચના વડે પ્રાપ્ત થનાર તકો ઝડપી લેવા સજ્જ છીએ.”

અદાણી પાવર અંગેઃ

અદાણી પાવર એ વિવિધિકરણ ધરાવતા અદાણી જૂથનો હિસ્સો અને ભારતનું સૌથી મોટું થર્મલ પાવર ઉત્પાદક છે. કંપનીએ ગુજરાતમાં 40 મેગાવોટના સોલાર પ્લાન્ટ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને છત્તીસગઢમાં પથરાયેલા 6 વિજમથકો મારફતે 12,140 મેગાવોટ વિજળીની ક્ષમતા સ્થાપિત કરી છે. વિજળીના દરેક ક્ષેત્રોમાં વિશ્વસ્તરના નિષ્ણાંતોની સહાય લઈને અદાણી પાવર તેની વૃધ્ધિની ક્ષમતા હાંસલ કરવાના પંથે છે. કંપની ટેકનોલોજી અને ઈનોવેશનનો ઉપયોગ કરીને દેશને વિજળીમાં સરપ્લસ બનાવવામાં તથા ગુણવત્તાયુક્ત તથા પોસાય તેવા દરે તમામને વિજળી પૂરી પાડવા સજ્જ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code