અદાણી પાવર મુંદ્રાના 660 મેગાવૉટના સુપર ક્રિટિકલ યુનિટે સતત 411 દિવસથી વધુ કાર્યરત રહીને નવો નેશનલ રેકોર્ડ હાંસલ કર્યો
– મુંદ્રા પાવર સબક્રિટિકલ 330 મેગાવોટના યુનિટે 2017માં સતત 684 દિવસ કામ કરતા રહીને નેશનલ રેકર્ડ હાંસલ કર્યો તે પછી આ વધુ એક વિક્રમ નોંધાયો છે
– મુંદ્રા પાવર ખાતેનુ યુનિટનં. 7 સતત 411 દિવસ કાર્યરત રહ્યુ છે અને હજુ ચાલુજ છે
– અગાઉ ટીસીપીએલ, નેલ્લોર એકમે સતત 410 દિવસ કામ કરતા રહીને વિક્રમ નોંધાવ્યો હતો
– યુનિટ નં. 7 ની 411 દિવસની કામગીરી દરમ્યાન 5132 મિલિયન યુનિટ વિજ ઉત્પાદન થયુ છે અને હજુ તેનુ યોગદાન ચાલુ છે
અમદાવાદ તા. 13 ઓગસ્ટ, 2020: અદાણી પાવર લિમિટેડની પેટા કંપની અદાણી પાવર મુંદ્રા લિમિટેડ જણાવે છે કે તેના 4620 મેગાવૉટના મુંદ્રા પાવર થર્મલ પ્લાન્ટના એક 660 મેગાવૉટના સુપર ક્રિટિકલ યુનિટે (U#7) સતત 411 દિવસ કામ કરતા રહીને એક નવોનેશનલ રેકર્ડ નોંધાવ્યો છે.
ઉદ્યોગના આંકડા મુજબ આ અગાઉ ટીસીપીએલ નેલ્લોર પાવર પ્લાન્ટે સતત 410 દિવસ ચાલતા રહીને સુપર ક્રિટીકલ કેટેગરીમાં વિક્રમ નોંધાવ્યો હતો.
અમે જ્યારે સમાચાર માધ્યમોને આ માહિતી આપી રહ્યા છીએ ત્યારે આ એકમ હજુ પણ કાર્યરત છે. અને નવો વિક્રમ સર્જવાની દિશામાં આગળ વધી રહ્યુ છે.
660 મેગાવૉટના સુપર ક્રિટિકલ યુનિટે સતત કાર્યરત રહીને આ ગાળામાં 5132 મિલિયન યુનિટનુ વીજ ઉત્પાદન કર્યુ છે. વધુ નોંધપાત્ર બાબત એ છે કે આ એકમે 79.01 ટકા પ્લાન્ટ લોડ ફેકટર અને ઝીરો સ્પેસિફિક ઓઈલ કન્ઝમ્પશન સાથે આ સિધ્ધિ નોંધાવી છે.
અદાણી પાવર લિમિટેડના મેનેજીંગ ડિરેકટર શ્રી અનિલ સરદાના જણાવે છે કે “ થર્મલ યુનિટનુ આ સતત સંચાલન કોઈ પણ પ્રકારના અવરોધ વગર થયુ છે. વૈશ્વિક મહામારી વચ્ચે અમારી ટીમે ટેકનોલોજીની જટિલ ટેકનોલોજીનો લાભ લઈને આ ક્ષમતા હાંસલ કરી છે. અને એકમના સંચાલનનો વ્યાપ વિસ્તાર્યો છે.”
અદાણી પાવર લિમિટેડે હાંસલ કરેલો આ પ્રથમ રેકર્ડ નથી અગાફ મુંદ્રા સબ ક્રિટિકલ એસેટે પણ વિક્રમ બુકમાં પોતાનુ નામ નોંદાવ્યુ હતું. વર્ષ 2017માં મુંદ્રા પાવર પ્લાન્ટના, સબ –ક્રિટિકલ 330 મેગાવૉટના યુનિટે સતત 684 દિવસના સંચાલનનો સમાન પ્રકારનો નેશનલ રેકર્ડ નોંધાવ્યો હતો. મુંદ્રા પાવર પ્લાન્ટ નવ એકમોનુ સંચાલન કરે છે તેમાં 660 મેગાવૉટનુ એક એવા 5 સબક્રિટિકલ એકમોનો સમાવેશ થાય છે. બાકીનાં ચાર યુનિટ 330 મેગાવૉનાં સબ ક્રિટિકલ યુનિટ છે. બધી મળીને વીજમથકની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા 4620 મેગાવૉટ થાય છે.
અદાણી પાવર અંગે
અદાણી પાવર (APL) એ વિવિધીકરણ ધરાવતા અને ભારતના સૌથી મોટા ખાનગી વીજ ઉત્પાદક અદાણી જૂથનો એક હિસ્સો છે. કંપની ગુજરાતમાં 40 મેગાવૉટના એક સોલાર પાવર પ્લાન્ટ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને છત્તીસગઢમાં કુલ 12410 મેગાવૉટની સ્થાપિત થર્મલ પાવર વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. તમામને ગુણવત્તા ધરાવતી તથા પોસાય તેવી વીજળી મળી રહે તેવા ધ્યેય સાથે કંપની વીજળીના દરેક ક્ષેત્રોમાંથી વિશ્વ સ્તરની નિષ્ણાતોની ટીમની સહાય વડે ટેકનોલોજી અને ઈનોવેશનનો લાભ લઈને કંપની ભારતને પાવર સરપ્લસ રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ સાથે આગળ વધી રહી છે.